Wednesday, 26 October 2016

[amdavadis4ever] આગ લાગે ત્યારે જ કૂવો ખોદવ ાની કુટેવ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચેતતો નર સદા સુખી એ આપણી ભાષાની જાણીતી કહેવત છે. જોકે, આગમચેતીની બાબતમાં આળસ, અણસમજ અને આવડતના અભાવથી પીડાતો કાળા માથાનો માનવી અચાનક તકલીફ આવી પડે ત્યારે હાંફળો ફાંફળો થઇ જતો દેખાય છે. પછી ક્યારેક એ પોતાની ખોટ માટે દોષનો ટોપલો બીજા પર ઢોળી દે છે તો ક્યારેક નસીબને કોસવા બેસી જાય છે. મુંબઈ નામના મહાનગરમાં વસતો માનવી એકવીસમી સદીમાં આર્થિક દૃષ્ટિએ પણ મહાન બનવા થનગની રહ્યો છે અને શહેરમાં બંધાઈ રહેલી વૈભવલક્ષી ગગનચુંબી ઇમારતો એનું એક વિલક્ષણ ઉદાહરણ છે. જોકે, આ સુખ-સગવડો મેળવવાના પ્રયાસમાં મુશ્કેલી નામનું એક પડીકું પણ સાથે બંધાઈને આવી જતું હોય છે. શહેરની શાન ગણાતા સ્કાય સ્ક્રેપર્સમાં લાગતી આગની ઘટનાઓ અને એવે સમયે નિસહાય લાગતો માનવી એનું જ ઉદાહરણ છે. 

૧૮ ઑક્ટોબરે કફ પરેડ વિસ્તારમાં ઇમારતના વીસમા અને એકવીસમા માળે વહેલી સવારે આગ લાગી હતી જેમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને ૧૪ જણને હોનારતમાંથી હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. આ નિમિત્તે ફરી એક વાર શહેરની ફાયર સેફટીની કામગીરીની છણાવટ થઇ રહી છે. આમાં જાણવા જેવી વાત એ છે કે ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિ સુરક્ષાની વ્યવસ્થાની અણધારી ચકાસણી કર્યાના બે અઠવાડિયામાં જ આ દુર્ઘટના થઇ. શહેરના ૧૯૩ બિલ્ડિંગોમાં બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી અને આંચકો લાગે એવી વાત એ છે કે ૬૦ ટકા ઇમારતોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અગ્નિશમન દળના અધિકારીઓના કહેવા મુજબ દર વર્ષે આશરે મોટી સંખ્યામાં દુર્ઘટનાના કૉલ મળતા હોય છે. એ સપ્ટેમ્બરમાં એક્સપ્રેસ ટાવરની આગનો હોય કે પછી જૂન મહિનાના અંતે અંધેરીની જુહૂ ગલીમાં લાગેલી આગ હોય. ૧૮મીનો કૉલ આવો જ એક કૉલ હતો. હવે પછી વિશેષ લક્ષ સ્કાયસ્ક્રેપર્સ પર આપીને આવી ચકાસણીઓ વધારવામાં આવશે. જોકે, કેવળ ગગનચુંબી ઇમારતો સામે જ આગનું જોખમ વધુ રહેલું છે એવું માની લેવાની જરૂર નથી એવી સ્પષ્ટતા કરી આગ લાગવાના બાનવોનો અભ્યાસ કરતા નિષ્ણાતોનું કહેવું છે કે ઘણી ઝૂંપડપટ્ટીઓ, જૂના મકાનો, મોલ તેમ જ હેરિટેજ બિલ્ડિંગો સમક્ષ પણ આગની સમસ્યા લટકી રહી છે.

આપણે ત્યાં ૧૯૬૬થી નેશનલ સેફટી કાઉન્સિલ અસ્તિત્વમાં છે. આ સંસ્થા સલામતી વ્યવસ્થાને અનુલક્ષીને કેટલાક ઑડિટ કરતી હોય છે. ૧૪ એપ્રિલ ૧૯૪૪ના દિવસે મુંબઈ બંદરના વિક્ટોરિયા ડોકમાં લાગેલી ભીષણ આગમાં જે લોકોએ જાન ગુમાવ્યા હતા એમને અંજલિરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ફાયર ઍડ્વાઇઝરના માર્ગદર્શન હેઠળ દેશભરમાં દર વર્ષે ૧૪-૨૦ એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ વીકનું પાલન કરવામાં આવે છે. આ સંસ્થાના ડિરેક્ટર જનરલ વી.બી. સંત જણાવે છે, 'કેવળ ઊંચી ઇમારતો સામે જ આવા જોખમો રહેલા છે એમ માનવું બરાબર નથી. આ પ્રકારનું જોખમ ઠેર ઠેર પથરાયેલું છે. આવા સમયે આગની વધુ એક દુર્ઘટના તરીકે એને ખપાવવાને બદલે ઘટનાના મૂળિયાં સુધી પહોંચવાની જરૂર છે. મોટે ભાગે શોર્ટ સર્કિટ આગનું કારણ હોવાનું નજરે પડે છે અને એટલે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કઈ પ્રકારની ખામી રહી જાય છે એનો વિગતે અભ્યાસ કરવો જોઈએ.' આ સંદર્ભમાં કફ પરેડની તાજેતરની દુર્ઘટના પછી વીજળી પુરવઠો પૂરી પાડતી વીજ કંપનીઓ પાસેથી બિલ્ડિંગમાં કરવામાં આવેલા વાયરિંગની ચકાસણી કરાવવી જોઈએ કે કેમ એ દિશામાં મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા વિચારણા થઇ રહી છે. આમાં ખાસ નોંધવા જેવી વાત એ છે કે બેસ્ટ સહિતની વીજ કંપનીઓ પાસે ફ્લૅટમાં જઈને વાયરિંગ તપાસીને ઓવરલોડ થયો હતો કે કેમ એ ચકાસવાની સત્તા નથી, પણ જાહેર બાંધકામ ખાતાના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરો પાસે આખી ઇમારતનું ઇલેક્ટ્રિકલ કામકાજ તપાસવાની સત્તા છે. જોકે, અત્યારે હકીકત એવી છે કે તેમની પાસે આ કામ કરવા માટે પૂરતો સ્ટાફ નથી.

કફ પરેડના મેકર ટાવરની આગ પછી ફાયર બ્રિગેડ તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે એ ઇમારતની ફાયર અલાર્મસ, વોટર ટેન્ક સહિતની અન્ય આગ સામે બચાવ કરનારી સુવિધાઓ કાર્યરત હતી જેને કારણે આગ વધુ ફેલાઈ નહીં. એમ તો આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરે કાંદિવલીની હીરાનંદની હેરિટેજ ઇમારતના સૌથી ઉપલા બાવીસમાં માળે લાગેલી આગ સુધ્ધાં ઝાઝી મુશ્કેલી વિના ઓલવી શકાય હતી કારણ કે ત્યાં પણ અદ્યતન ફાયર ફાઇટિંગના સાધનો બરાબર કામ કરી રહ્યા હતા. અલબત્ત કાયમ આવું જોવા નથી મળતું એ પણ હકીકત છે. તાજેતરમાં ૨૩ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમિયાન ૧૯૩ ઇમારતોમાં અચાનક કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે ૧૧૪ ઇમારતો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો અને તેમની પાસેના ફાયર ફાઇટિંગના સાધનો પણ જરીપુરાણા હતા. 

શહેરના અગ્નિશમન દળ સમક્ષ રહેલા પડકારો વિષે પૂછવામાં આવતા ભૂતપૂર્વ ચીફ ફાયર ઑફિસર સુનીલ નેસરીકરે દાવો કર્યો હતો કે ગગનચુંબી ઇમારતોમાં લાગતી આગની ઘટનાઓને પહોંચી વળવા અગ્નિશમન દળ સક્ષમ છે. અલબત્ત એની વિગતો ન આપી શકતા નેસરીકરે કહ્યું હતું કે 'ઊંચી ઇમારતોમાં લાગતી આગની દુર્ઘટનાઓને પહોંચી વળવાની ક્ષમતા અમારામાં છે. આવા પ્રસંગે વાયરલેસ સિગ્નલ મળી શકે એ માટે અમે આવા મકાનોમાં સિગ્નલ બુસ્ટર્સ જેવી યંત્રણાઓ મુકાવીશું જેથી પળવારમાં અમને જાણ થઇ શકે. આ ઉપરાંત ભયની સૂચના આપતા ખાસ પ્રકારના એમ્પલીફાયર પણ બેસાડવા વિષે વિચારણા પણ થઇ છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.' ૨૦૧૫માં કાલબાદેવીમાં લાગેલી આગમાં ફરજ બજાવતી વખતે દાઝી જવાથી નેસરીકરનું અવસાન થયું હતું. તેમણે જે નવા સાધનોની વાત કરી હતી એનો અમલ હજી પૂર્ણપણે નથી થઇ શક્યો એ હકીકત છે. અલબત્ત આ જવાબદારી મકાનના માલિકોની અથવા તો સોસાયટીની છે. હાલના ફાયર ચીફ પ્રભાત રહાંગદળે ભારપૂર્વક જણાવે છે કે 'પોતાના મકાનોમાં ફાયર ફાઇટિંગના સાધનો અદ્યતન હોય તેમ જ એની જાળવણી યોગ્ય રીતે થાય એની તકેદારી નાગરિકો રાખે એ અત્યંત આવશ્યક છે.' તેમની વાત સાચી છે અને સમજવા જેવી પણ છે. આ તકેદારીને કારણે જ મેકર ટાવરની દુર્ઘટના વરવી નહોતી બની. આમ જો આપણે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે અદ્યતન સાધનો હોવા જોઈએ એવી અપેક્ષા રાખતા હોઈએ તો એક નાગરિક તરીકે તેમના દ્વારા સૂચવવામાં આવેલી તકેદારીનું અને નિયમોનું પાલન પણ આપણે કરીએ એ સુધ્ધાં એટલું જ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો આગ લાગે અને ભારે નુકસાન થયા પછી જ સલામતી સઘન બનાવી દેવી એ વિચારસરણી તડકે મૂકી દેવાની તાત્કાલિક આવશ્યકતા છે.

આ સંદર્ભમાં મુંબઈ મહાનગર પાલિકાનું મંતવ્ય પણ મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને નવા ઉઙ (ઉયદયહજ્ઞાળયક્ષિં ઙહફક્ષ - વિકાસ યોજના)ને અમલમાં મુકવા વિષે જે રીતે વાતો આગળ ચાલી રહી છે એ જોતા તો ખાસ. પાલિકાના આ પ્લાન પ્રમાણે શહેરમાં ગગનચુંબી ઇમારતોની સંખ્યામાં ખાસ્સો વધારો થવાના એંધાણ મળી રહ્યા છે. ટૂંકમાં વાત એમ છે કે શહેરની ઇમારતો લાંબી થઇ રહી છે, પણ એની સલામતી માટે સંબંધિત દળો કેટલા લાંબા થઇ જશે એનો અંદાજ કદાચ નથી આવી શક્યો અને જો આવી ગયો હોય તો પડશે તેવા દેવાશે એવો અભિગમ હોય એવી માન્યતા પ્રવર્તી રહી છે. વિકાસ યોજનાની રૂપરેખાના મહાપાલિકાના સલાહકાર છે વિદ્યાધર ફાટક. તેમની દલીલ છે કે, 'હા, એ વાત સાચી કે સ્કાયસ્ક્રેપર્સની વધતી સંખ્યાને કારણે નવી સમસ્યાઓ અને નવા પડકારો સામે આવીને ઊભા રહેશે, પણ એને પહોંચી વળવા અને એનો સામનો કરવા ઇમારતોમાં અદ્યતન ફાયર ફાઇટિંગ વ્યવસ્થા બેસાડવામાં આવે એને પ્રાધાન્ય આપવું જોઈએ. જો ઇમારતોમાં બેસાડવામાં આવેલી સિસ્ટમની તાબડતોબ ચકાસણી કરવામાં આવે તો મોટી આગ લાગે ત્યારે જોખમ ઘણું ઘટી જાય.' પાલિકાના ભૂતપૂર્વ કમિશનર સીતારામ કુંટેએ પણ દોઢેક વર્ષ પહેલા ભારપૂર્વક કહ્યું હતું કે 'આગની દુર્ઘટનાને પહોંચી વળવા દરેક ઇમારત પાસે લેટેસ્ટ સાધનો હોય એ જરૂરી છે. આગ લાગે ત્યારે જો આંતરિક વ્યવસ્થા સઘન હોય તો નુકસાન એટલું ઓછું થાય.'

અગ્નિશમન દળના અન્ય એક ભૂતપૂર્વ ચીફ ફાયર ઑફિસર ખરગોપીકરની કમેન્ટ બહુ સૂચક છે અને ખાસ નોંધવા જેવી છે. તેમનું કહેવું છે કે 'ટ્રાફિકની સમસ્યા મુંબઈ જેવા શહેરમાં છાસવારે જોવા મળે છે. એટલે આગની દુર્ઘટના વખતે અગ્નિશમન દળના લોકો પહોંચે એ પહેલા જો રહેવાસીઓ પોતાની પાસેના સાધનોથી નિવારણની શરૂઆત કરી શકે તો મોટી દુર્ઘટના ટળી શકે. જોકે, દુ:ખની વાત એ છે કે મેકર ટાવર જેવી ઇમારતમાં એ શક્ય બને છે, પણ અંધેરીની જુહુ ગલીની ચાલીમાં નથી બનતું જેને કારણે ત્યાં જાનહાનિ વધુ થાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment