Tuesday, 27 September 2016

[amdavadis4ever] યે દુનિયા અગર મિલ ભી જાયે ત ો ક્યા હૈ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જિંદગીમાં શું અધૂરું છોડ્યું એનું નહીં, શું પૂરું કર્યું એનું મહત્ત્વ છે. જે અધૂરું મુકાયું હોય એનાં કારણો તમારે તમારી પાસે રાખી મૂકવાનાં. અધૂરાં રહેલાં તમારાં કામ તમારી દુ:ખતી નસ હોય એ રીતે એ વિશે પૂછપૂછ કરીને તમને સતાવવાની લોકોને મજા આવે છે. તમે કારણો આપશો, પૂરેપૂરી માહિતી આપી દેશો તો પણ એ જ માહિતીને તોડી મરોડીને, મારી મચડીને વિકૃત બનાવીને તેઓ બીજાઓ આગળ તમારું ખોદવાનું ચાલુ રાખશે. જોકે, તમારે આમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી. આવું કરનારા બધા જ લોકોના ગણગણાટ હાથીના કાન પાસે ફર્યા કરતા મચ્છરની પ્રવૃત્તિ જેવા હોય છે. વસંતકુમાર શિવશંકર પદુકોણ, ટૂંકમાં ગુરુદત્ત, એમણે લગભગ અડધો ડઝન ફિલ્મો નિર્માણના વિવિધ તબક્કે ત્યજી દીધી હતી. એમના વિશાળ ચાહકવર્ગ માટે આ અધૂરી છોડાયેલી ફિલ્મો 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ' કે 'સાહિબ, બીબી ઔર ગુલામ'ની સર્જન પ્રક્રિયાના રિયાઝ સમી હતી અથવા તો કહો કે અધૂરાં સર્જનોનાં સ્પ્રિંગ બોર્ડ પરથી ગુરુદત્તની બ્રિલિયન્સે હરણફાળ ભરી. 'રાઝ', 'પ્યાર', 'કશ્મકશ', 'શ્રીકાંત', 'મિથુનલગ્ન', 'ગુલમહોર' અને 'ગૌરી' એમનાં અધૂરાં સર્જનોનાં ટાઈટલ્સ છે.
ઈસાક મુજાવર ગુરુદત્તની 'મિસ્ટર એન્ડ મિસિસ ફિફ્ટી ફાઈવ'નો એક પ્રસંગ કહે છે. હીરોના મોઢે અબ્રાર અલ્વીએ સંવાદ મૂક્યો હતો, 'હું તને પ્યાર કરું છું.' ગુરુદત્તે કહ્યું, 'આ સંવાદમાં પ્યાર શબ્દ નહીં ચાલે, અશ્ર્લીલ લાગે છે!' અબ્રાર અલ્વીએ દલીલ કરી, 'અંગ્રેજીમાં આય લવ યુ બોલાય છે ત્યારે લવ શબ્દ ખટકતો નથી તો પછી હિન્દીમાં પ્યાર શબ્દ સામે શું વાંધો છે?' ગુરુદત્તે સમજાવ્યું, 'આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ જુદી છે.' 'તો પછી પ્યારને બદલે મોહબ્બત વાપરીએ', અબ્રાર અલ્વીએ ઉકેલ સૂચવ્યો. ગુરુદત્તને એ પણ નહીં જામ્યો: 'એ શબ્દ પણ ચીપ લાગે છે.' છેવટે અબ્રાર અલ્વીએ 'મૈં તુમ્હેં ચાહતા હૂં' લખ્યું પણ ગુરુદત્તને એમાં પણ મઝા ન આવી. એ કહે, 'સંવાદ એવો હોવો જોઈએ જેના દ્વારા હીરોનો હીરોઈન માટેનો પ્રેમ તો વ્યક્ત થવો જ જોઈએ, સાથોસાથ એમાં પ્રેમની ડિગ્નિટી પણ જળવાવી જોઈએ.
ઈસાક મુજાવર જણાવે છે કે 'પ્યાસા'ની બે નાયિકાઓમાંની, મીના (માલા સિંહા) ગુરુદત્તના જીવનમાં અને તવાયફ ગુલાબૂ (વહિદા રહેમાન) અબ્રાર અલ્વીના જીવનમાં આવી ચૂકેલાં પાત્રોમાંની હતી. પૂનામાં ગુરુદત્ત 'પ્રભાત' સ્ટુડિયોમાં ટ્રેઈની તરીકે કામ કરતા ત્યારે વિજયા દેસાઈ નામની અભિનેત્રી સાથેનો એમનો પ્રેમસંબંધ ખાસ્સો એવો ચર્ચાયો હતો. બેઉ લગ્ન કરવાનાં હતાં. પણ ગુરુદત્ત એ વખતે નોબડી હતા એટલે વિજયા દેસાઈના ઘરવાળાઓએ એ લગ્નનો વિરોધ કર્યો, એટલું જ નહીં એક દિવસ ગુરુદત્તને રીતસરના ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂક્યા. 'પ્રભાત' છોડ્યા પછી ગુરુદત્ત મુંબઈનાં ફિલ્મ જગતમાં જે ઊંચાઈએ પહોંચ્યા તે જાણીને વિજયા દેસાઈ પસ્તાઈ હતી એવું ઈસાક પુજાવર ખાતરીપૂર્વક લખી શકે છે કારણ કે વિજયાને તેઓ ઓળખતા હતા. વિજયા અને ગુરુદત્તનાં લગ્ન થયાં હોત તો પછીના સમયમાં શ્રીમતી ગુરુદત્ત તરીકે સમાજમાં વિજયાને પ્રતિષ્ઠા મળી હોત એવું જણાવીને મુજાવર લખે છે કે પ્રતિષ્ઠાની વાત તો દૂર રહી, વિજયાને ક્યારેય કોઈ પ્રકારની કીર્તિ મળી નહીં. થોડીક મરાઠી ફિલ્મોમાં અને કેટલાંક નાટકોમાં એણે ભૂમિકાઓ કરી પણ તે બધી જ ભૂમિકાઓ એક રીતે નગણ્ય જ હતી. એટલે બાકીના જીવનમાં એને કોઈ યશ મળ્યો નહીં. વિજયાએ પોતાની આવરદા દરમિયાન ગુરુદત્તે એને લખેલા પ્રેમપત્રો જતનપૂર્વક સાચવી રાખ્યા. ઈસાક મુજાવરે વિજયા પાસેથી એ પ્રેમપત્રો મેળવવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પણ વિજયાએ કોઈનીય સમક્ષ એ પત્રો ખુલ્લા કર્યાં નહીં.
'ફિલ્મિન્ડિયા'ના ધુંવાધાર મલિકતંત્રી બાબુરાવ પટેલના બીજીવારનાં પત્ની સુશીલારાણી પટેલનાં યંગર સિસ્ટર તરફ ઈશારો ખરો? વેલ, અલમોસ્ટ, અબ્રાર અલ્વીના મતે આ સ્ત્રી ગુરુદત્તને પ્રેમ કરતી હતી પણ એને બદલામાં ફક્ત પ્રેમ નહોતો જોઈતો, સોશ્યલ સ્ટેટ્સ પણ જોઈતું હતું. ગુરુદત્ત પાસે તે વખતે નામ નહીં, દામ નહીં અને કામ પણ ઓછું. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનો એમનો સંઘર્ષકાળ ચાલી રહ્યો હતો. એવા ગુરુદત્ત સાથે લગ્ન કરીને કોઈ સોશ્યસ સ્ટેટ્સ મળે એમ નહોતું. એટલે એ સ્ત્રીએ જીવનમાં પ્રેમને ગૌણ ગણીને સામાજિક મોભો મળે એવું લગ્ન કર્યું. એ એક શ્રીમંત પ્રકાશક સાથે પરણી ગઈ. અબ્રાર અલ્વીએ આ માહિતી પોતાનાં મંતવ્યો સાથે ઈસાક મુજાવરને આપી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment