Thursday, 1 September 2016

[amdavadis4ever] વિશ્વના પ્ર ાચીન કલા સ્ વરૂપ પિછવાઈ ને પુનર્જીવિ ત કરવાની પ્ રતિબદ્ધતા વ ્યક્ત કરતાં નીતા અંબાણી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



1
અમદાવાદ- પિછવાઈ ચિત્રોને ગત વર્ષે વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવા સાથે શરૂ થયેલા પિછવાઈ કલાસ્વરૂપની સાથેના પોતાના ભાવ-વિશ્વને આગળ વધારતાં રીલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક તથા ચેરપર્સન નીતા અંબાણીએ આજે પિછવાઈ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજસ્થાનમાં ઉદેપુરથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલા નાથદ્વારાના વતની આ પિછવાઈ કલાકારોએ વિશ્વની સૌથી જૂની હજુપણ ઉપયોગમાં લેવામાં આવતી ચિત્રકલાને જીવંત રાખી છે. ચિત્રકલા અને કલાકારો પ્રત્યે અંગત રીતે ખૂબ જ ભાવનાત્મક જોડાણ ધરાવતાં નીતા અંબાણીએ જાહેરાત કરી હતી કે રીલાયન્સ ફાઉન્ડેશન આગામી બે થી ત્રણ વર્ષ સુધી આ કલાકારોને સહાય પૂરી પાડશે. આમ, આ નાથદ્વારા કલાકારો દ્વારા તૈયાર કરાયેલાં પિછવાઈ ચિત્રો રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુખ્યમથક તથા અન્ય ઓફિસો, હોસ્પિટલો તથા કન્વેન્શન સેન્ટરો, વગેરેની દીવાલોની શોભા વધારશે.

આજે, અમદાવાદમાં, નીતા અંબાણીએ વિવિધ કૃષ્ણ મંદિરો તથા વૈષ્ણવોના ઘરની દીવાલોની શોભામાં અભિવૃદ્ધિ કરતી કલાનો જાત અનુભવ મેળવ્યો હતો. આ કલાકારોના પૂર્વજો લગભગ 1672ની સાલમાં શ્રીનાથજી મંદિરને શણગારવા માટે નાથદ્વારા આવ્યા હોવાનું માનવામાં આવે છે. તેમણે 15મી સદીમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલા હિંદુ ધર્મના પુષ્ટિમાર્ગીય સંપ્રદાય માટે
 nita ambani rel

 

3

 

તેઓ ઘણા બધા સહયોગ કરારોના માધ્યમથી ભારતના ઐતિહાસિક વારસાને પ્રોત્સાહન આપી તેનું સંવર્ધન કરે છે, જે દેશના ભૌતિક તથા આધ્યાત્મિક પાયાને મજબૂત બનાવવાનો સર્વાંગી અભિગમ છે. કલા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ્યોના ભાગરૂપે ફાઉન્ડેશને પીછવાઈ કલાનું શિકાગોમાં વૈશ્વિક દર્શકસમૂહ સમક્ષ પ્રદર્શન કર્યું હતું. શિકાગોમાં આર્ટ ઇન્સ્ટીટ્યુટમાં સપ્ટેમ્બર 13, 2015થી જાન્યુઆરી 3, 2016 સુધી યોજવામાં આવેલા 'ગેટ્સ ઓફ ધ લોર્ડઃ ધ ટ્રેડિશન ઓફ ક્રિષ્ના પેઇન્ટિંગ્સ' પ્રદર્શનના મુખ્ય સ્પોન્સર તરીકે તેઓ હતા. આશરે 1,00,000 કરતાં પણ વધારે લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને પીછવાઈ ચિત્રોના માધ્યમથી દર્શાવવામાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપોને તેમણે માણ્યાં હતા.

2

 

પિછવાઈ અંગેઃ-
પિછવાઈ (સંસ્કૃતમાં પાછળ લટકતું) કલા ભારતની પ્રાચીન અને જીવંત કલા પરંપરા છે. તેમાં કાપડ પર જટિલ ચિત્રો દોરવામાં આવે છે અને તેને શ્રીનાથજીની મૂર્તિની પાછળ લટકાવવામાં આવે છે. આ ચિત્રકલાનું વિષયવસ્તુ ભગવાન શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ, શ્રીનાથજી અને તેમની લીલાઓ હોય છે. આ કલાકૃતિઓમાં પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવતા ભગવાન શ્રીકૃષ્ણ, ગોપીઓ સાથેની રાસલીલા અને ગાયો તથા જંગલનાં દ્રશ્યો ચિતરવામાં આવે છે. લગભગ 17મી સદીમાં વિકાસ પામેલી પિછવાઈ કલા સંત વલ્લભાચાર્ય દ્વારા લગભગ 500 વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલા પુષ્ટિમાર્ગ સંપ્રદાયની પરંપરા છે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment