Tuesday, 2 August 2016

[amdavadis4ever] પોષણ અંગે ની માન્યતાઓ

 


પોષણ અંગેની માન્યતાઓ

ભૂખમરા કરતાં કૂપોષણથી પીડાતા લોકો ઘણા વધુ છે. બીડી-સિગારેટ અને દારૂની ખરાબ અસરની જાણકારી લોકોમાં છે. પરંતુ કૂપોષણયુક્ત આહાર અંગેની જાણકારી લોકોમાં નથી/ઓછી છે. પરિણામે કુપોષણથી પીડાતા લોકોઘણીવાર આહારમાં ફેરફાર કરવાને બદલેલાંબા સમય સુધી અગર કાયમ માટેફકત દવાઓ દ્વારા કૂપોષણને લીધે થતાં રોગોને કાબૂમાં રાખવા પ્રયત્ન કરતાં જોવા મળે છે. દવાઓ પાછળ વધુ પૈસા ખર્ચવા ના પડે અગર દવાની માત્રા ઘટાડી શકાય તથા ભોજનના ઘટકો આરોગ્યપ્રદ રહે તેવું આયોજન કરવા આ નોટ ઉપયોગ થશે એવી આશા છે. જીવનશૈલીના રોગોનું નિદાન થાય તેના ઘણા સમય પહેલાથી જ શરીરમાં આયોગ્ય ફેરફારો થવાનું સારુ થઈ જાય છે પરંતુ આ હકીકતની જાણકારી લોકોમાં નથી.  
સાચી હકીકતઃ ખામી યુક્ત અભ્યાસને આધારે ૧૯૬૦ના દાયકામાં આવુ નિદાન કરવામાં આવેલું ૩૪૭૦૦થી પણ વધુ લોકોને આવરી લઈ કરવામાં આવેલા અભ્યાસનું વર્ષ ૨૦૧૦માં એ તારણ કાઢવામાં આવ્યુ છે કે કુદરતી સંતૃપ્ત ચરબીને રૂધિરાભિસરણ તંત્રને લગતી બિમારી સાથે કોઈ જ સંબંધ નથી. ખરેખર તોકુદરતી સંતૃપ્ત ચરબી (દા.ત.ચીઝમાખણઘીનાળિયેર તેલ) વાળો ખોરાકઃ૧) લોહીમાં HDL (સારા) કોલસ્ટીરોલમાં વધારો કરે છે અને ૨) નાનાઘટ્ટ LDL (જે ખરાબ છે) કોલેસ્ટીરોલનું રૂપાંતર હિતકારી (benign) મોટા LDL કોલેસ્ટીરોલમાં કરે છે. (નોંધઃઅકુદરતી સંતૃપ્ત ચરબી,દા.ત.ડાલ્ડા ઘીખૂબ નુકસાનકારક છે પરંતુ તેની જાહેરાતો વિના એટલે કે રોકટોક ટેલિવિઝન તથા અન્ય માધ્યમોમાં જોવા મળે છે.)  

માન્યતા-૪.ખોરાકમાં વધારે પ્રોટીન તમારા મૂત્રપિંડ (kidney) અને હાડકાં માટે નુકસાનકારક છે.  
સાચી હકીક્તઃ વધારે પ્રોટીનવાળા ખોરાકને લીધે હાડકાં અને મૂત્રપિંડમાંથી કેલ્શિયમનું વિસર્જન (excretion) વધે છે. પણ લાંબા ગાળાની અસર તેનાથી સંપૂર્ણ વિરોધી છે! લાંબા ગાળાનો અભ્યાસ બતાવે છે કે વધુ પ્રોટીન હાડકાને મજબૂત કરે છે અને સ્વાસ્થય (healthy) લોકોમાં મૂત્રપિંડના રોગ થવાના જોખમમાં કોઈ વધારો થતો નથી. મૂત્રપિંડના રોગ થવાના સૌથી મોટા પરિબળોમાં હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે. વધુ પ્રોટીન ખાવાથી આ બંનેમાં સુધારો થાય છે.  

સાચી હકીકતઃ ઓછી ચરબીવાળો ખોરાક ખાવાની સલાહ (નંબર ૨ જુઓ) આપવામાં આવે છે. પરંતુ તમે ખાવામાંથી ચરબી દૂર કરો તો શું અનુભવો છો?તમને ખોરાકની સોડમ (flavour) અને પોત (texture) પસંદ નથી પડતાં અને આથી ઓછી ચરબીવાળા ખોરાકમાં ખાંડ, ગળ્યો સીરપ અને આવા બીજા સ્વાસ્થયને નુકસાન કરતાં તત્ત્વો ઉમેરવામાં આવે છે. વળી ચરબીવાળો ખોરાક ખાવાથી તમને ખાવાનો સંતોષ થાય છે, ભૂખ સંતોષાય છે. ઓછી ચરબીવાળા ખોરાક ખાવાના તૂતથી દૂર રહો (હા,નં ૨ અને ૮માં દર્શાવેલ માહિતીને ધ્યાનમાં રાખી કઈ ચરબી/તેલ ખાવું તે નક્કી કરો)  

સાચી હકીક્તઃ સંશોધનો દ્વારા એ પૂરવાર કરવામાં આવ્યું છે કે કુલ ખોરાક, પરંતુ કકડે કકડે વધુવારમાં ખાવાને બદલે એટલો જ ખોરાક ઓછીવારના ભોજનમાં પરંતુ દરેક વખતે વધુ માત્રામાં ખાવાથી ભોજન દ્વારા મળતી તૃપ્તિ (સંપૂર્ણ સંતોષ)માં વધારો થાય છે. વારેવારે ખાધા કરવુ એ કુદરતી નથી. માણસે આનંદથી ખાવાનું (feast) અને પછી ભૂખ્યા રહેવું(fast)જોઈએ અને વારંવાર ખાદ્યા ના કરવું જોઈએ.  

સાચી હકીકતઃ આ સલાહ પણ દરેકને લાગુ નથી પડતી (નંબર ૩જુઓ) તમે પાતળા લે અને ચયાપચયની દ્રષ્ટિએ (metabolically) સ્વસ્થ હો તો તમારા માટે કેલરીનો સૌથી મોટો સ્ત્રોત કાર્બોહાઈડ્રેટ (જેમાં ખાંડ સ્ટાર્ચ અને સેલ્યુલોઝનો સમાવેશ થાય છે) હોઈ શકે છે. પરંતુ જેઓ જાડા છે, ડાયાબીટીક છે અથવા મેટાબોલીક સીન્ડ્રોમ (= Syndrome) X.i.e.No.of conditions that occur simultaneously and increase the risk of diabetes,store and heart disease.Person has high blood sugar levels, high blood pressure, too much fat around their belly and unhealthy cholesterol and trilglycerides)થી પીડાય છે તેમને માટે આ આહાર સ્પષ્ટ રીતે જોખમકારક છે.  
સ્વાસ્થ્યને નુકસાન થતુ હોવાથી અમેરિકામાં વૈજ્ઞાાનિકો ઘઉંની બનાવટોને પ્રોત્સાહન આપવાની તરફેણમાં નથી પરંતુ ઘઉં ઉગાડનાર, તેનો વેપાર કરનાર અને તેની પ્રક્રિયાઓ કરી ખોરાક તૈયાર કરનાર કંપનીઓની લાંબી, ઘઉંને પ્રોત્સાહન આપવા માગે છે અને હાલ તો તેમની વાત સરકારે સ્વીકારેલ છે. કેલરી માટે કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત સસ્તો હોવાથી, બધાને માટે તે યોગ્ય છે તેમ માનવું યોગ્ય નથી.  

માન્યતા ૮. જે વિવિધ વનસ્પતિ તેલોમાં ઓમેગા-૬ ફેટી એસિડ વધુ હોય તે તેલો તમારા સ્વાસ્થય માટે સારા છે.  
સાચી હક્કીતઃ આપણે સામાન્ય રીતે ઓમેગા-૬ ફેટી એસિડ ઘણોજ વધારે હોય તેવા એક અગર વધુ તેલનો ઉપયોગ કરીએ છીએ ઓમેગા-૬ ફેટી એસીડ વધુ હોય તેવા તેલ છેઃ મકાઈ, કપાસિયા, મગફળી, રાઈસ બ્રાન્ડ (ચોખા), કરડી (સેફફલાવર), તલ, સોયાબીન, સૂર્યમુખી (સનફ્લાવર). આ બધા તેલમાં ઓમેગા-૩ ફેટી એસીડ ક્યાં તો નથી અથવા તો નહીવત પ્રમાણમાં છે. આ બધા જ તેલ સ્વાસ્થય માટે હાનીકારક છે કારણકે ભોજનમાં વધારે પડતા ઓમેગા-૬ ફેટી એસીડ (અને નહીંવત માત્રામા ઓમેગા-૩ ફેટી એસીડ)ને લીધે હદય રોગ તથા અન્ય જીવન શૈલીના રોગો થવાની શક્યતા ઘણી વધી જાય છે. આથી તેલમાં બદલાવ કરી ભોજનમાં ઓમેગા-૬ ફેટી એસિડ (અને નહિવત માત્રામાં ઓમેગા-૩ ફેટી એસિડ) ને લીધે હૃદયરોગ તથા અન્ય જીવન શૈલીના રોગો થવાની શક્યતા ઘણી વધી જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment