Tuesday, 2 August 2016

[amdavadis4ever] નવા નવા રોમાંચક- રસપ ્રદ અનુભવો લેતા રહીને શીખતા રહેવાનો સંકલ્પ ક રીએ !

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનાવૃત - જય વસાવડા

મુજ કો ચલને દો, અકેલા હું અભી મેરા સફર...
રાસ્તા રોકા ગયા, તો કાફિલા બન જાઉંગા..!

 

એ મરે છે, ધીરે ધીરે....(માર્થા મેડેઇરૉસ)

જે બને છે, આદતોના ગુલામ.
જે રોજ અનુસરે છે,
એકની એક દિનચર્યા.
જે નથી કદી બદલાવતા ફેવરિટ બ્રાન્ડ.
નથી જોખમ લેતા
પોતાના કપડાંના રંગો બદલવાનું !
જે ક્યારેય નથી કરતા
અજાણ્યાઓ સાથે વાતચીત.
એ મરે છે, ધીરે ધીરે.
એ જે બનાવે છે,
ટીવી (મોબાઈલ)ને પોતાના ગુરૃ.
મરે છે, ધીરે ધીરે.
એ પુરૃષ કે સ્ત્રી,
જે દબાવી દે છે પોતાના પેશનને.
જેને ગમે છે; બધું જ બીબાંઢાળ.
જેને પસંદ છે ફક્ત
'કાળા' અથવા 'ધોળા'ના અંતિમો !
અને લાગણીઓના વમળોને બદલે
કેવળ 'હું' ઉપરનો અનુસ્વાર.
એ લોકો જે દૂર રાખી શકે છે
એમની આંખોને ચમકથી.
બગાસાં ને સ્મિતથી.
દિલને ફીલિંગ્સમાં અથડાવાકૂટાવાથી
એ મરે છે ધીરે ધીરે !
એ તમામ
જે નથી કરી શકતાં
જીવનમાં કશુંક સીધી લીટીથી ઊંધુચત્તું
જે નાખુશ રહે છે, પોતાના કામમાં
જે ખુદની સલામતીને, દાવ પર નથી લગાવતા-
ભાવિ અનિશ્ચિતતાઓ ખાતર,
કોઇ અંગત સપના ખાતર.
એ, જે જીવનમાં એકાદ વાર પણ
નથી સાંભળતા શાણી સૂફિયાણી સલાહો
મરે છે, ધીરે ધીરે.
એ જે નથી ખેડતા પ્રવાસ.
નથી વાંચતા કશું ય.
જે નથી સાંભળતા સંગીત
જેમને ખુદમાં જ નથી જડતી
ગરિમા, ડિગ્નિટી.
એ મરે છે, ધીરે ધીરે.
એ બધાં જે હળવે હળવે
ભૂલે છે પોતાના જ આત્મસન્માનને
જે નથી કરવા દેતા સ્વયમ્ની જ મદદ.
જે કેટલાય દિવસો વેડફે છે,
પોતાના દુર્ભાગ્યની ફરિયાદોમાં.
કદી રોકાતો નથી,
એવા વરસાદની કચકચમાં.
મરે છે, ધીરે ધીરે.
એ છોકરો કે છોકરી
જે અભેરાઇ પર ચડાવે છે
કોઇ પ્રોજેક્ટને શરૃ કરતાં પહેલા જ.
જે પોતે જાણતા નથી,
એવા વિષયો બાબતે સવાલો પૂછતાં
શરમાય છે.
અને એ કે જે કશુંક જાણતા હોય
એ બાબતે જવાબ દેતા
કતરાય છે.
એ મરે છે, ધીરે ધીરે.
ચાલો, નાના નાના ડૉઝમાં આવતા
મૃત્યુને મારી હટાવીએ.
ખુદને યાદ દેવડાવીએ કે
જીવવા માટે માત્ર શ્વાસ લેવા કરતાં
ઘણા વધુ પ્રયત્નો કરવા પડે છે.
અને ફક્ત સતત પ્રજ્જ્વલિત ધીરજ-ખંત
જ લઇ જાય છે :
ભવ્ય સુખનાં સાક્ષાત્કાર તરફ !

વૉટ્સઅપમાં ફરતી ફરતી 'ડાઇ સ્લોલી' નામની કવિતા આવી. શરૃ કર્યા ખાંખાખોળા અને ખણખોદ. એ જ તો છે એજ્યુકેશનની કોન્સ્ટન્ટ પ્રોસેસ ! અને શોધી કાઢ્યું કે આ રચના તો બ્રાઝિલિયન  કવિયત્રી માર્થા મેડેઇરૉસની દેન.

 

સ્કૂલો, કોલેજો ઉઘડે લોંગ વેકેશન પછી, એનો ય એક ચાર્મ હોય છે. દોસ્તો સાથે ધમાલ ધીંગામસ્તી, ટીચર્સ પાસેથી નવું નવું શીખવાનું અને વિકસવાનું.

પણ ટ્રેજેડી એ છે કે આપણે ત્યાં આ જીંદગીના પ્રાઇમ ઇયર્સની રસિક પ્રક્રિયા 'ફિકસ્ડ ફૉરમેટ'માં ફિટ થઇ ગઇ છે. એકદમ ચાલુ ચીલે ચાલતી એકધારી, એકસરખી પ્રક્રિયા રૃટિન પ્રક્રિયા, રૃટિન પ્રતિક્રિયાના ફોરમેટ માં.

ભણતર જ શા માટે ? મોટા ભાગની જોબનું પણ આવું જ છે ! જે કાંઇ મોનોટોનસ છે, એનું રિઝલ્ટ હંમેશા બોરડમ, કંટાળો હોય છે. જીવન તો એક્સાઇટિંગ હોવું જોઇએ. કામમાં નિત્યનૂતન પડકારો ઝીલીને પોતાની ક્ષમતાની ધાર કાઢવામાં લિજ્જત છે.

જર્મનીમાં ડબલ્યુડબલ્યુએફે 'આઇએમનેચર' નામની સાવ ટચૂકડી વિડિયો ફિલ્મ બનાવી છે. 'તમાશા'માં જે વાત ઈમ્તિયાઝ અલીએ કલાકોમાં કહી, એ અહીં સેકન્ડોમાં કહેવાઇ છે.

સાર એટલો છે કે આપણે કઈ  વાંચ્યા વગર પડી રહેલા ઈમેઈલ્સ કે મેસેજીઝના ઢગલા નથી, ફેસબૂકની લાઈક્સ નથી. લંચબ્રેકમાં ઓર્ડર થતું ફાસ્ટફૂડ નથી.

આપણે તો છીએ ખભા પર પડતા ખરતા પાંદડાઓ, પગ નીચે ચંપાતું લીલુંછમ ઘાસ, પથ્થરો વચ્ચેથી વહેતું પાણી, આંગળીઓ વચ્ચેથી પસાર થતો પવન !

એલન ગુડમેનનું પરફેક્ટ ક્વૉટ છે : નોર્મલ હોવું એટલે કામ પર જવા માટેના (ફોર્મલ) કપડાં ખરીદયા હોય એ પહેરીને ટ્રાફિક વીંધી જેના હપ્તા તમે હજુ ય ભરતા હો એવી કાર હંકારીને એ જોબ પર જવું, જેને લીધે તમે ક્લોથ્સ કે કારના બિલો ચૂકવી શકો. અને એ ઘટમાળ, ભાગદૌડમાં એ ઘરને આખો દિવસ ખાલી પડયું રહેવા દો, જે તમે એમાં જીવવા માટે જ લીધું અને શણગાર્યું છે !''

શાહરૃખે એકવાર કહેલું કે, ''પહેલાં હું રસથી બધા ન્યુઝપેપર વાંચતો, હવે નથી વાંચતો કારણ કે, પેપર-ચેનલનું 'બોલીવૂડાઇઝેશન' થઇ ગયું છે ! જસ્ટ એન્ટરટેઇનમેન્ટ ! બધા પાના પેજ થ્રી લાગે છે. સાવ સરખાં. અને ગોસિપ પણ પેઇડ થઇ ગઇ છે ! બધું જ જાણે એક વિરાટ જાહેરખબર છે. પૈસા અને પાવરની ગણત્રી મુજબ જ આપણી સામે મૂકાય છે. અપડેટ્સ તો ફોન પર મળી જાય છે. સમજણ વિસ્તારે એવું કશું હોય તો આપણા અખબારો કે ન્યૂઝચેનલ્સ પર નજર નાખું ને ! આથી તો બેહતર કે દરિયા સામે, ખુલ્લા આસમાન નીચે બેસવું. જે આપણને એની વિશાળતાને લીધે થોડાક નમ્ર બનાવે, નાના બનાવે. હાલત એવી છે કે ટ્રાફિક જામ જ એવો મોકો હોય છે, જ્યાં બીજું બધું હોલ્ડ પર મૂકાયેલું હોઇને હું મારી જાત સાથે રહી શકું છું !''

વેલ સેઇડ ટ્રુથ. વી ડાઇ સ્લોલી. રોજ ધીમું ધીમું મરવાનું છે આ.

કચરાપટ્ટી માહિતીનો ભંગાર મગજમાં સંઘરીને.

એકના એક બદમાશો અને બેવકૂફોની ગપ્પાબાજી અને પટાબાજીના બ્રેકિંગ ન્યૂઝના તમાશા જોઇને.

રોજેરોજ ૩૬૫ દિવસ ચામડીની જેમ સૂટ અને ટાઇ ચપોચપ પહેરનારો કોર્પોરેટ બોસ ફ્રીડમની ટ્રેનિંગ આપે, એ જોક નથી ? મિત્ર દ્વિરેફ કહે છે એમ ઈન્ફિનિટીને બદલે નિફટીની ચર્ચામાં જ વ્યતીત કરવાનું છે જીવન ?

અંદરથી  બકારી આવે એવી ગળચટ્ટી ફિલસૂફીઓ ઓચર્યા  કરતા ભાભાઓ અને ચાંપલાવેલ્લાઓના કૃત્રિમ વિવેકને જ સાંભળી સાંભળી ઉંમરને લીધે કાન ખોઈ દેવાના છે, એક દહાડે ?

અવૈધાનિક ચેતાવની : આનો અર્થ એવો નહિ કે કંઈ કમાવું જ નહિ, અને પોતે દુનિયાથી ડિફરન્ટ છે, એવા વહેમમાં ક્રિએટિવ જીનિયસનો ફાંકો રાખીને પારકા ઓટલે આળોટયા કરવું, પોતાના પર આધારિત લોકોને બેજવાબદાર બની રખડાવ્યા કરવા. આ કંઈ જેન્યુઈન ગૂંગળામણ નથી, વાયડાઈ છે, શિસ્તનો અભાવ છે, લુચ્ચાઈ છે. ડ્રગ એડિક્ટ જેવી  પલયાનવાદી અને તકલાદી માનસિકતા છે. સપના બંધ આંખે જોવાય છે, પણ એને સાકાર ખુલ્લી આંખે કરી શકાય છે.

અને સૌથી મોટું સત્ય પૈસો બહુ ક્રાંતિકારી છે. જેટલા વધુ આઝાદ બનવું હોય, એટલા વધુ અમીર બનવાની મહેનત કરતા રહો ! મની ગિવ્ઝ યુ ફ્રીડમ ઓફ ચોઈસ, વિંગ્સ ટુ ફલાય !

પણ રોજ રોજ મરવાનું ટાળો.

બ્રેક ધ મોડ. ક્રિએટ ધ રોડ.

લાઈફ ફક્ત અને ફક્ત પૈસાની થપ્પીઓ કરવા માટે નહિ, પણ એ થપ્પીઓનો ઉપયોગ કરવાનો મનગમતી પસંદગી માટે મળેલી ગોડ ગિફ્ટ છે. પરફેક્ટ એર ક્રાફ્ટ આપણે ખુદ જ વહેતી નદી છીએ, ધોધમાર વરસાદ આપણી ભીતર વરસે જ છે. ઝંઝાવાતી પવન આપણી છાતીમાં લહેરાય છે, અને સૂરજની રોશની આપણી આંખોમાં ઝગમગે છે.

તો, ફ્રેન્ડસ. આ નવા શૈક્ષણિક વર્ષને વધાવવા માટે એક સંકલ્પ કરીએ. નવા નવા રોમાંચક અને રસપ્રદ અનુભવો લેતા રહીને શીખતા રહેવાનો સંકલ્પ !

એગ્રી, બધું જ રોમાંચક નહિ હોય, બધામાં શરૃઆતમાં રસ પણ નહિ પડે. પણ છતાં ય કશુંક નવું જાણવું, માણવું, જોવું, ચાખવું, જીવવું. લાઈફના એક્સપીરિયન્સીઝમાં ઈન્વેસ્ટમેન્ટ વધારતા જવાનું. કોણ શું કહે છે, એ વાતની બહુ બધી પરવા નહિ કરવાની. મોટા ભાગના લોકો આપણી બાબતે જસ્ટ ક્યુરિયસ હોવાના - માત્ર ચિંતા જતાવીને ગોસિપ જાણવા આતુર. ફક્ત જીજ્ઞાાસુ. બહુ જ ઓછા રિયલી કેરિંગ અને કન્સર્ન્ડ હોવાના. એમને જ સાચવવાના છે. પોતાના સ્વાર્થ કે ધૂર્તતા માટે ડોળ કરતા લોકો સાથે માથાકૂટ ના કરો તો ય અંતર બનાવીને રાખવું. મુક્તમિજાજી માનવી જેલના કેદીઓ માટે ઈર્ષાનું પાત્ર જ હોવાનો!

પણ અનુભવો લેવા.

સારા-ખરાબ, ગમતા-અણગમતા. એમાંથી સાચા-ખોટાની પરખ આવશે. સ્વતંત્ર પસંદગી વિકસશે. યાત્રાઓ કરવાની હોય કે જાતે કોઈ ડિફિકલ્ટી સોલ્વ કરવાની હોય.

એક્સપ્લોર, એક્સપિરિયન્સ, એક્સાઈટ, એક્સેલ, આ જ ખરી એકઝામિનેશનની એક્સપેરિમેન્ટ પ્રોસેસ છે.

જેવા છીએ એવા રહેવામાં કોમ્પ્લિકેશન્સ ઓછા છે. એટલે જ મહેતાજીએ લલકાર્યું હશે 'એવા રે અમે એવા રે.' આપણે પરફેક્ટ નથી. ઓરિજીનલ છીએ. બધી જ કવિતામાં પ્રાસ ન હોય, એમ જીવનમાં બધું જ વાર્તાની માફક સ્પષ્ટ ગોઠવાયેલું ન હોય. બધું ધાર્યું ન યે થાય. એનો સતત લોડ નહિ લેવાનો. કૃષ્ણે ગીતામાં આ જ સમજાવવાની કોશિશ કરી. એક હસીન અનિશ્ચિતતા છે, જીવનમાં. એટલે એ રહસ્યમય છે, એટલે એ જકડી રાખે છે, આકર્ષિત કરે છે.

જીવન જાણવામાં નથી, અનુભવવામાં છે.

'ઈશાવાસ્ય ઉપનિષદ'નો પ્રથમ જ શ્લોક છે : ઓમ્ ઈશાવાસ્યમિદં સર્વ, યત્કિંચ જગત્યાં જગત, તેન ત્યકતેન ભુંજીથા, મા ગૃધ: કસ્યસ્વિદ્ધનમ્. વાત આધ્યાત્મિક નથી, સાંસારિક પણ છે.

આ સકળ સૃષ્ટિ ઈશ્વરની ઈચ્છા મુજબ બની છે. આપણી મરજી મુજબ નથી એન્ટ્રી (જન્મ) અને નથી એકિઝટ (મૃત્યુ). પાર્કમાં ફરવું છે કે પાર્કિંગમાં સબડયા કરવું છે, એ ચોઈસનું ડિસિશન એક ચેલેન્જ તરીકે આપણી સામે આવે છે, બસ. માટે 'ચરાચર' યાને જડ અને ચેતન બંનેમાં ઈશ્વરની લીલા છે. જે સંવેદનો, ભાવ, લાગણી છે એમાં ચૈતન્ય છે જ. પણ જે નિર્જીવ સ્થિર છે, એ પણ ચૈતન્ય અદ્રશ્યરૃપે ધરાવે છે. આખરે ઉર્જા અને અણુઓ એક જ છે, અચળ છે. મોબાઈલ કે કાર પણ અંતે તો કોઈ જીવંતનું સર્જન કે વિચાર છે. અને એ જીવન જેણે સર્જ્યું છે, એના ખેલમાં આપણે હિસ્સેદાર છીએ એમ માની થોડોક સ્ટ્રેસ ઓછો લેવાનો.

મતલબ, રમવાનો સ્ટ્રેસ લેવાનો, પણ એની કોમેન્ટ્રી કે એની આગળપાછળના પરિણામોનો બહુ સ્ટ્રેસ લઈ રમતનો આનંદ, એનું શિક્ષણ વેડફી નહિ નાખવાનું. પરમાત્માની ઈચ્છાથી બનેલા આ જગતમાં એ સર્વવ્યાપી છે, એ સ્વીકારીને એમાં બહુ માથું માર્યા વિના કે બહુ જ લાલચુ થયા વિના જે મળે એ સારા-ખરાબને ઈશ્વરનો પ્રસાદ સમજી જીવવાનું.

પડી ગયા તો આરંભના આઘાતની રડારોળ પછી, સહજ ચીસાચીસ, ગુસ્સો, પીડા બધું શમ્યા પછી; ધૂળ ખંખેરી, ફાટેલાં કપડાં બદલવાના વિકલ્પ વિચારી ડગમગું ચાલતા થવાનું. તો જ પડવાનું ભૂલાશે !

સફળતા આર્થિક આવક અને સામાજીક પ્રતિષ્ઠામાં છે જ પણ એનું ત્રીજું ડાયમેન્શન ઊંડાઈનું છે. તમે કેટલા પ્રસન્ન છો, અને તમારે લીધે બીજા કેટલા શાંત-સુખી-ખુશ છે એ ! માટે આપણી કાયાની માફક આપણને ગમતું બધું જ કાયમી એમ જ ટકવાનું નથી, એવું માની કેવળ ત્યાગ કે કેવળ ભોગ નહિ કરવાનો.

ધેટ્સ ધ કી. બધું ભોગવવાનું જરૃર. વિનાસંકોચે. પણ એનો ત્યાગ કરવાનો આવે તો એ છૂટી જાય એની તૈયારી સાથે. બધું ત્યાગવાનું, પણ ભાગી-કંટાળી-જીદ-ધાર્મિકતાથી નહિ, નવું ભોગવી શકાય એ માટે. તો જ ધીમું મૃત્યુ અટકશે. ઉસ્તાદ જૂઠાડા કરતાં પ્રામાણિક ફાલતુ બનવામાં મજા છે.

શેતાન શિંગડાપૂંછડાવાળો હોતો નથી. પણ એ આવે છે આપણી અધૂરી ઈચ્છાઓની તડપમાંથી.

અનોખા અભિનેતા ઈરફાન ખાને હમણાં કહ્યું કે એ અમુક ફિલ્મો માત્ર નવા અનુભવ લઈ જાતને સમૃદ્ધ કરવા કરે છે. જેથી કોઈ નવા લોકેશન પર જઈ શકાય, નવા માણસોને મળી એમનું નિરીક્ષણ કરી શકાય. નવું જ્ઞાાન મળે. રોજ જાતને રિઈન્વેન્ટ ન કરીએ, તો વાસી થઈ જશે. જૂનું ફગાવો, નવું ઘડો. ઈરફાન કહે છે કે 'મારે સ્ટાર નથી બનવું. મારે વર્ષો સુધી આપણી પાસે રહે, એવી કહાનીઓ સાથે જાતને જોડવી છે. કિરદારોમાં એક જીવનમાં વધુ જીંદગી જીવીને એને સ્પર્શવી છે.'

યસ,

આપણી કહાની, યાદગાર કહાની આપણે લખવાની છે.

રોજ જીવીએ,

ધીરે ધીરે.
(શીર્ષક : વાસીમ બરેલવી)

કિંગ થિંગ
નાની નાની બાબતો

નાની નાની ક્ષણો

લાંબાગાળે નાની રહેતી નથી કદી ! (જોન ઝબાટ ઝિન)

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment