Thursday, 4 August 2016

[amdavadis4ever] પેટ્રા: ખડકોને કોતરીને બનાવાયેલું શહેર - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પેટ્રા: ખડકોને કોતરીને બનાવાયેલું શહેર
 
 
સ્થાપત્યની સફરે - હેમંત વાળા
 
રાતા સમુદ્ર અને મૃત સમુદ્ર વચ્ચે આવેલ આ એક સમયે સમૃદ્ધિ અને સત્તાથી ધમધમતું સ્થાન છે. પેટ્રાનો અર્થ ગ્રીક ભાષામાં ખડક થાય છે. આ નામને અનુરૂપ આ શહેરનું સ્થાન છે. આ શહેરને અડધું ખડકોને કોતરીને બનાવાયું છે. આ રેતાળ ખડકો લાલ-ગુલાબી રંગના હોવાથી ગુલાબ જેવું શહેર પણ કહેવાય છે. આજે આ પ્રાચીન શહેર જોર્ડનનું સૌથી મહત્ત્વનું પ્રવાસ-કેન્દ્ર છે જ્યાં વર્ષે ૬ લાખથી વધુ લોકો મુલાકાતે આવે છે. આ સ્થાનને સન ૧૯૮૫માં યુનેસ્કો દ્વારા વિશ્ર્વ વિરાસત સ્થાનમાં સમાવાયા પછી તેના વિકાસ માટે ત્યાંના સ્થાનિક સત્તા મંડળે ખાસ યોજનાઓ લાગુ કરી છે. યુનેસ્કોના મત પ્રમાણે વિશ્ર્વની કિંમતી સાંસ્કૃતિક સમૃદ્ધિનું જતન કરતી આ એક જગ્યા છે.
આમ તો આ સ્થાનનો ઇતિહાસ ૧૨૦૦૦ વર્ષથી પણ જૂનો ગણાય છે અહીં પુરાતત્ત્વવિદોએ ઇસુ પૂર્વેના ૧૦૦૦૦ વર્ષ આસપાસનું માનવીનું ખડક-આવાસ શોધી કાઢ્યું છે. અહીં ઇસુ પૂર્વેના ૧૨૦૦ વર્ષના ગાળાના લોહયુગના આવાસના અણસાર પણ મળ્યાં છે. આજથી ૨૬૦૦ વર્ષ પહેલાંના ગાળામાં અહીંની સ્થાનિક પ્રજાને પરાસ્ત કરીને નેબાટિયન્સ સમાજે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને આ શહેર કે જેનું નામ રેકેમ રખાયું હતું. તેને રાજધાની તરીકેની ઓળખ મળી. આ સામ્રાજ્યના ૪૦૦ વર્ષ જેટલા ગાળામાં જ પેટ્રાનો સર્વાંગી વિકાસ થયો. આ ગાળામાં જ અહીં અલ દેઇર તથા અલ ખઝને જેવાં સ્થાપત્યના ઉલ્લેખનીય નમૂનાઓ અસ્તિત્વમાં આવ્યાં.
સન ૧૦૬માં આ વિસ્તાર રોમન સામ્રાજ્યના આધિપત્ય હેઠળ આવ્યો અને સમય જતાં અહીં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર થયો. તે સમયે અહીં-મુખ્યત્વે બાયઝેન્ટાઇન કહી શકાય તેવી-સ્થાપત્ય શૈલી વિકસી અને થોડાં સુશોભિત કહી શકાય તેવાં મકાનો-ચર્ચ બનાવાયાં. તે સમયગાળામાં જ અહીં ૩૦૦૦થી વધારેની ક્ષમતાવાળું ઓપન ઍર થિયેટર બનાવાયું. સન ૬૬૧માં આ શહેર ઇસ્લામ શાસકના તાબામાં આવતાં તેના વળતાં પાણી શરૂ થયાં અને સન ૭૫૦ ઇસ્લામના કેન્દ્ર તરીકે બગદાદ જાણે દુનિયાની નજરમાંંથી લુપ્ત જ થઇ ગયું અને ઠેઠ સન ૧૮૧૨માં જાણે દુનિયાએ પાછી તેની તથા તેના સ્થાપત્યની નોંધ લીધી.
ખડક સ્થાપત્યના કેટલાક ઉલ્લેખનીય નમૂનાઓ અહીં જોવા મળે છે જેમાં અલ ખઝને નામનો કોશાગાર,ભગવાન દુશારાને સમર્પિત અલ દેઇર નામનું મંદિર, ખડકના ઢાળનો રચનાત્મક ઉપયોગ કરી મનોરંજન માટે બનાવાયેલ એન નેજીર નામનું પ્રેક્ષાગાર, વિવિધ પ્રકારની મહત્તા ધરાવતાં અને સ્થાપત્યની દૃષ્ટિએ વિસ્તૃત કહી શકાય તેવાં દફન-સ્થાન, ખડકની વચ્ચે જાણે હાર્ડ લેન્ડસ્કેપમાંથી બનાવાયો હોય તેવો હાડ્રીએન ગાર્ડન, ઓબેલિસ્કનો મકબરો : આ તથા આવાં મકાનોથી આ ભૂમિ સમૃદ્ધ છે.
અહીં પહોંચવા માટે વિશાળ ખાલી મેદાનમાંથી સાંકડી ખડકાળ જગ્યામાં આવવું પડે. આ માર્ગ વિશાળ ગુલાબી રેતાળ ખડકોથી ઘેરાયેલો હોવાથી જાણે કુદરત નિર્મિત ટનલમાંથી પસાર થતાં હોઇએ તેવો ભાવ જાગ્રત થાય છે. આ ટનલ પછી એકદમ જ અલ ખઝને નામના મકાન સામે ખૂલે છે અને વ્યક્તિ માનવીના તે સર્જનથી જાણે અચાનક અવાક બની જાય છે. આ ઇમારત અહીં સૌથી વધુ સચવાયેલી ઇમારત છે. જો કે સ્થાનિક લુંટારાની ટોળકીઓએ અહીં અંદર ખજાનો હશે એમ માની તેના પર ઘણીવાર આક્રમણ કર્યું હશે એમ મનાય છે.
આ ઉપરાંત અહીં વાયવ્યમાં આવેલ અલ દેઇરનું મંદિર છે. અહીંની બીજી અગત્યની ઇમારત-ખંડેર છે. ૫૦ મીટર પહોળા તથા ૪૫ મીટર ઊંચા આ મંદિરનું પ્રવેશદ્વાર ૮ મીટર જેટલું ઊંચું છે. અંદરથી આ ઇમારત એક જ કક્ષવાળી છે જેનું માપ ૧૨.૫૦ ડ ૧૦.૦ મીટર જેટલું છે. આની અંદરની દીવાલો સપાટ, કોઇપણ કારીગરી કે કોતરણી વિનાની છે જેમાં પ્રવેશની સામેના ભાગે, છેડા પર ભગવાન દુશારાના સ્થાન તરીકેનો ગોખ રખાયો છે. આ નામ દુશારા અહીંની પ્રજામાં પર્વત ખડકોનું શું સ્થાન હશે તે દર્શાવે છે. દુશારાનો 'અર્થ તે કે જે શારા (પર્વત) નો છે' તેમ થાય છે.
અહીંના આવા પર્વત જ આ શહેરની જીવનદોરી સમાન હતાં. આમ તો આ પ્રદેશ રણ વિસ્તાર છે પણ અન્ય રણ પ્રદેશમાં થતું હોય છે તેમ અહીં પણ ક્યાંક પડેલાં વરસાદી ઝાંપટાંથી નાના સમયગાળાનું પૂર આવી જાય છે. આ પર્વત-ખડકો આ પાણીને ચોક્કસ દિશામાં લઇ જાય છે. આ પ્રવાહને વધુ સચોટ-ઉપયોગમાં આવે તેવો બનાવવા ખડકને ક્યાંકથી કોતરી કઢાયો છે તો ક્યાંક બાંધકામ કરી દેવાયું છે. આ સમગ્ર રચના થોડી જટિલ તથા વ્યવસ્થિત આયોજન માગી લે તેવી છે, પણ આ રચનાને કારણે જ આ શહેરનો વિકાસ સંભવી શકેલો-આ રચનાને કારણે જ રણ પ્રદેશના આ શહેરની પાણીની જરૂરિયાત સંતોષાતી. તે વખતના સમાજની આ એક મોટી ઉપલબ્ધિ હતી જેનાથી ૨૫૦ ચો.કિમી. કરતાં પણ વધુ ક્ષેત્રફળવાળાં શહેરની આર્થિક પ્રગતિ શક્ય બની, જેને કારણે તે રાજકીય, ધાર્મિક તેમજ સ્થાપત્યકીય ગતિવિધિનું કેન્દ્ર બન્યું.
એમ મનાય છે કે આ એ સ્થાન છે જ્યાં મુઝેએ પોતાની લાકડી પછાડી જમીનમાંથી પાણી કાઢેલું. આ એક દંતકથા પણ હોઇ પણ એ વાત તો માનવી જ રહી કે રણ વિસ્તારમાં આટલા વિશાળ નગરની સંભાવના ત્યારે જ વિકસે જ્યારે પાણીનો પુરવઠો પૂરતો હોય. આ માટે આજથી ૨૪૦૦ વર્ષ પહેલાં માનવીએ જે વ્યવસ્થા વિકસાવી તેની પાસેથી આપણે શું શીખ્યાં! તે લોકોએ મળતું પાણીનું દરેક ટીપું જાણે ભેગું કરી લીધું. તેનો સંગ્રહ કર્યો અને સંયમિત વપરાશ કર્યો.
આ વાત આપણે સમજવાની છે.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (4)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment