Thursday, 28 July 2016

[amdavadis4ever] અન્યાય સામે અવાજ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અન્યાય સામે અવાજ

મારું આકાશ ક્યાં? - ડૉ. કલ્પના દવે

 

કપૂર ક્ધસ્ટ્રકશનની ઑફિસમાં કામ કરી રહેલી શીતલ સાવંતને અચાનક જ ચક્કર આવ્યાં અને તે ખુરશી પરથી ફસડાઇ પડી, તરત જ ભાન ગુમાવી દીધું. 

ઓફિસનાં સેક્રેટરી મીના માથુર તેને નજીકના નર્સિંગ હોમમાં લઇ ગયાં. ડૉ.સંગીતા પટવર્ધને તેને ગ્લુકોઝ ચઢાવ્યો. ત્રણ કલાક પછી શીતલે આંખો ખોલી. જોયું તો તેની આઇ અને બાબા ચિંતિત ચહેરે ઊભાં હતાં, પોતે નર્સિંગ હોમના ખાટલા પર હતી. પાર્વતીઆઇની આંખો ભરાઇ આવી. બાબા કશું બોલી શક્તા ન હતા. 

લેડી ડૉક્ટરે મીના માથુરને દવાનું પ્રિસ્ક્રિપ્શન આપતાં સમજાવ્યું કે શીતલને ત્રણ મહિનાનો ગર્ભ છે અને તેનું સ્ટ્રેસ લેવલ ઊંચું છે. 

શીતલની આઇ હાથ જોડીને કરગરવા લાગી: "ડોક્ટર સાહિબા, મારી છોકરીને બચાવી લો. આમ્હી ગરીબ માણૂસ. મારો એક છોકરો દુબઇ ભાગી ગયો. તે પાછો આવ્યો જ નહીં. એના બાપનો રોડ એક્સિડંટ થયો છે, એક પગ ગુમાવી બેઠા છે. હું મ્યુનિસિપલ શાળામાં પ્યુનની નોકરી કરું છું.

ડૉક્ટરે ઓફિસનાં મેડમ મીના માથુર સામું જોતાં પાર્વતીબાઇને કહ્યું: શીતલ કો ઠીક હોને દો, મૈં બાદ મેં સમજાતી હૂં. તુમ્હારે ઘર મેં ઔર કૌન કૌન હૈ?

"કોઇ નહીં હૈ. મારી દીકરી શીતલ, મી આણિ માઝા નવરા. મી પૂરા દિન સ્કૂલમેં - ઘર કે પાસ એક દુકાન ચલાને કો શેઠને દિયા હૈ...તો વો દુકાનમેં બૈઠતે હૈ... પાર્વતીએ દયામણા ચહેરે કહ્યું. 

"શીતલે કૉલેજનો અભ્યાસ કેમ છોડ્યો? એ તો ભણવામાં ખૂબ હોશિયાર હતી- મીના માથુરે પૂછ્યું.

પાર્વતી ગંભીર થઇ ગઇ પછી થોડી વારે બોલી : "શીતલ કૉલેજ મેં જાયેગી તો ઘર મેં પૈસા કૈસે આયેગા. મારા પગારથી ઘર થોડું ચાલે? અમારા ચાલીના મુનિરબાબુએ તેને મૉલમાં નોકરી અપાવી હતી. છ-સાત મહિના થયા હશે. મુનિરબાબુ સાથે શીતલનો ઝઘડો થયો. મેં શીતલને સમજાવ્યું હતું " વો મુનિર કહેતા હૈ વૈસા હી કર. ઉસકે સામને જુબાન મત ચલા. ઉસ રાત કો હમારી ચાલી મેં પુલિસ આઇ થી.મુનિરબાબુ કો પકડને કે લીયે તો શીતલને મુનિરબાબુ કે બારે મેં સબકુછ બતા દિયા ઔર પુલિસને ઉસકો પકડ લિયા જાતે જાતે મુનિરબાબુ. ગુસ્સા હો કર બોલે "તૂને મેરે કો ફસાયા. મૈં તુઝે નહીં છોડૂંગા તબાહ કર દૂંગા...

શીતલના બાપાએ પાર્વતીના મોઢા પર હાથ દાબતાં કહ્યું : "ગપ બસ કી આતા. તે બાતમી લા દોન સાલ ઘડલે. આતા કાય હૈ? આણિ ડૉક્ટર સાહિબાંના હ્યા કશાલા સાંગાયચા.

મીના માથુરને લાગ્યું કે આ મામલો ગંભીર છે. શીતલ જે દિવસે નોકરી માટે આવી હતી એ દિવસ તેને યાદ આવી ગયો. શીતલ નોકરી માટે અરજી લઇને આવી હતી. એ વાતને એક વર્ષ થઇ ગયું. શીતલે આવતાં- વેંત જ મને કહ્યું હતું : "મેડમ પ્લીઝ, મને નોકરી આપો. મારે નોકરીની સખત જરૂર છે. હું ખૂબ ટેન્શનમાં છું. પ્લીઝ, તમે જે કામ સોંપશો...જેટલો સમય કહેશો હું કામ કરીશ.

સંજય કપૂર સાહેબે તો અરજી હાથમાં લેતાં જ ના પાડતાં કહ્યું હતું કે "મેડમ, અંડરગ્રેજ્યુએટને આપણે રાખતા જ નથી. એક તો એ લોકો ઇમેચ્યોર હોય છે અને વળી ક્યારે નોકરી છોડી દે તે કહેવાય નહીં. આપણે તેમને ટ્રેઇન કરવા પડે એ અલગ.

ત્યારે મેં જ કપૂર સાહેબને કહ્યું હતું : "સાહેબ, છોકરી મહેનતુ અને હોશિયાર જણાય છે, હું એને ટ્રેઇન કરીશ અને વધુ ભણવા માટે પ્રોત્સાહિત પણ કરીશ. એ કહે છે કે એના ઘરમાં કોઇ કમાનાર નથી. તેની મા મ્યુનિસિપલ સ્કૂલમાં પ્યુન છે, તેના પિતા હેંડિકેપ છે..સર પ્લીઝ..

મીના માથુરના કહેવાથી કપૂર સાહેબે શીતલને જુનિયર આસિસ્ટંટ તરીકે રાખી લીધી. ઓફિસમાં કામ કરે માંડ એક વર્ષ થયું. શીતલને આમ એકદમ શું થઇ ગયું હશે? મીના માથુર વિચારમાં પડી ગયાં. 

મીના માથુરે લેડી ડૉક્ટરને કહ્યું : "ડૉક્ટર, તમે શીતલને જરૂરી સારવાર કરજો. એનો બધો ખર્ચ હું આપીશ. એ સ્વસ્થ થશે પછી તેના સ્ટ્રેસ વિશે વધુ જાણી શકાશે.પછી શીતલની આઇ તરફ ફરતાં કહ્યું : "પાર્વતી બાઇ, તમે શીતલની ચિંતા કરતા નહીં. આપણે જરૂરી બધી સારવાર અહીં કરાવીશું.

શીતલના બાપાએ પૂછ્યું : "મારી દીકરીને શું થયું છે? 

"એ ઘણી અશક્ત થઇ ગઇ છે. એને હમણાં આરામની જરૂર છે. શીતલ વિશે ઝાઝી માહિતી તમારી આજુબાજુમાં કોઇને આપતા નહીં. એના જીવનું જોખમ છે એવું લાગે છે. તમારી દીકરી કોઇ માનસિક ભયમાં છે. તમે શાંત રહેજો. ડૉક્ટરે શીતલના બાબાને જણાવ્યું. 

શીતલની આઇ પાર્વતી અને બાબા બંને ગંભીર થઇ ગયાં. મીના માથુરે કહ્યું : "પાર્વતીબાઇ, હવે હું કાલે આવીશ. તમને કંઇ જરૂર હોય તો આ વોર્ડબોયને પૂછજો એ મદદ કરશે.

શીતલની આઇ પાર્વતીએ આશીર્વાદ આપતાં કહ્યું : "બેન, ભગવાન તમને સુખી કરે.

શીતલ ફરી પાછી ગાઢ નિદ્રામાં પડી રહી હતી. પાર્વતી નર્સિંગ હોમમાં શીતલના પલંગ પાસે બેઠી હતી અને શીતલના બાબા બહાર દરદીઓના વેઇટિંગરૂમમાં ચિંતિત ચહેરે બેઠા હતા. રાત્રે નવ વાગ્યા હશે. શીતલ ફરી કણસવા લાગી. પાર્વતીએ વોર્ડબોયને કહ્યું એટલે એ તરત નર્સને બોલાવી લાવ્યો. નર્સે શીતલના હાથની નાડી તપાસતાં કહ્યું : "કૈસા હૈ? ડૉક્ટરને બોલા હૈ તુઝે દૂધ ઔર બિસ્કિટ દેને કા. થોડા ખાયેગી?

શીતલ ચકળવકળ આંખે નર્સિંગ હોમના પોતાના રૂમને જોઇ રહી. સામે બે ખાટલા ખાલી હતા. પોતાને સલાઇન ચઢાવાઇ હતી. એ જોતાં તે ગભરાઇ ગઇ. આઇ સામું જોઇને તે રડવા લાગી. આઇએ તેના માથા પર હાથ ફેરવ્યો પછી કહ્યું : "બાળ કાળજી કરુ નકો...ડૉક્ટરીન બાઇ ખૂપ ચાંગલી આહે.

નર્સ દૂધ અને બિસ્કિટ લઇને આવી એની સાથે ડૉક્ટર મેડમ પણ આવ્યાં અને માયાળુ સ્વરે બોલ્યાં : "કૈસા લગતા હૈ? 

"ઠીક હૈ, મગર મુઝે ક્યા હુઆ થા? મૈં યહાં કૈસે ? શીતલે પૂછ્યું. 

"તેરી ઑફિસ કે મેડમ તુઝે યહાં લાયે. તૂ ઑફિસમેં હી બેહોશ હો ગઇ થી. દેખો શીતલ, તુમ્હારે મન મેં જો ભી ટેન્શન હૈ તુમ હમે બતા દો. યહાં તુમ સલામત હો, કોઇ ચિંતા મત કરો. આજ થોડા આરામ કરો. કલ બાત કરેંગે,લેડી ડૉક્ટરે કહ્યું. 

શીતલે ડૉક્ટર મેડમનો હાથ જોરથી પકડી લેતાં કહ્યું : "મેડમ, વો મુઝે (અટકીને) ક્યા મેડમ..સચ બોલને કી ઐસી સઝા મીલતી હૈ? મુનિરબાબુ ડ્રગ સપ્લાય કરતા હૈ. ભાઇ લોગ કે સાથ ગલત ધંધા કરતા હૈ ઔર મેરે જૈસી યુવા લડકિયોં કો... (એનું ગળું રૂંધાઇ ગયું, એ કશું બોલી ન શકી)

"શીતલ, અબ તુઝે જ્યાદા હિંમત જુટાની હોગી. મગર ઐસે ખતરનાક લોગોં સે દૂર રહના. કાનૂન અપના કામ કરેગા. તુઝે ઇસસે ક્યા? લેડી ડૉક્ટરે કહ્યું. 

ત્યાં તો ડૉક્ટર મેડમના ફોનની ઘંટડી વાગી. સામેથી મીના માથુર બોલી રહ્યાં હતાં. લેડી ડૉક્ટરે તેમને કહ્યું : "શીતલ કો હોશ આ ગયા હૈ. વો બાત કર રહી હૈ. મગર આપ ચિંતા મત કરો. મૈં ઔર મેરા સ્ટાફ ઉસકા ધ્યાન રખેંગે.

"ઓકે ડૉક્ટર થેંક્સ. મીના માથુરે ફોન મૂક્યો. 

ડૉક્ટર મેડમે પછી શીતલ સામું જોઇને કહ્યું : શીતલ, તુમ્હારી માથુર મેડમ તુમ્હારી કિતની ફિક્ર કરતી હૈ. ચલો, મૈં મેરી કેબિન મેં હૂં. તુમ અપના ખ્યાલ રખના.

પાર્વતીએ પોતાની દીકરીના માથે હાથ ફેરવતાં કહ્યું : "શીતલ તને એકદમ ચક્કર કેમ આવી ગયાં? તૂ અભી ભી મુનિરબાબુ કો યાદ કરકે ટેન્શન લેતી હૈ. તૂ આજ ડબ્બા ગેતલા નવ્હતા?

આઇ બોલી રહી હતી પણ શીતલની નજર સામે પેલો ભયાવહ ઓળો છવાયેલો હતો. તે દિવસે એ ઘરે વહેલી આવી હતી. મુનિરના મિત્ર મહંમદે તેનો પીછો કર્યો હતો. એને જબરજસ્તીથી રિક્ષામાં ધકેલી હતી. 

એ મોટેથી બરાડી ઊઠી "વો નરાધમ જંગલી પશુ લા મી... નાય સોડનાર...મુનિરબાબુ સારખા...તુલા પણ જેલ પાઠવનાર. પછી તેને તરત યાદ આવ્યું...મારો મોબાઇલ ક્યાં ગયો?

"આઇ...માઝા મોબાઇલ? "માલા નાય માહિત. તુઝી ઓફિસચ્યા પ્રદીપ માઝી શાળેત આલા આણી બાતમી દીલી. મી આણિ બાબા પ્રદીપ બરોબર જ ઇથે આલે.

શીતલ વિચારમાં પડી ગઇ. મારો મોબાઇલ જેના હાથમાં જશે એ બધું જાણી જશે, એ ગંભીર થઇ ગઇ. 

બીજી તરફ સમસ્યાનાં મૂળ સુધી પહોંચવા મીના માથુરે શીતલનો મોબાઇલ પોતાની પાસે રાખ્યો હતો. 

મોબાઇલના મેસેજીસ અને કોલ્સ ચેક કર્યા તો એમને સમજાયું કે મહંમદ નામનો કોઇ યુવક તેને રંજાડી રહ્યો હતો. તે દિવસે માર્વે-મલાડની કોઇ ઝૂંપડીમાં તેને લઇ ગયો હતો. તેની ઉપર બળાત્કાર કર્યો એટલું જ નહીં પણ એનું વિડિયો શૂટિંગ પણ કરી લીધું. હવે શીતલને બ્લેકમેલ કરીને વારેવારે શારીરિક સંબંધ માટે ફરજ પાડે છે. જો નહીં આવે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. 

મીના માથુર પરિસ્થિતિની ગંભીરતા પામી ગયાં. તેમણે પોતાના વકીલ પતિ વિક્રમ માથુર અને તેમની જુનિયર મહિલા વકીલ પ્રિયા બેનરજીની સહાય માંગી. બીજે દિવસે સવારે ઓફિસ જતાં પહેલાં સવારે સાડાનવ વાગે મીના માથુર નર્સિંગ હોમમાં આવ્યાં. તેમણે લેડી ડૉક્ટર સાથે શીતલના કેસની ચર્ચા કરી અને હવે શું કરવું જોઇએ? તે અંગે સલાહ લીધી. 

મીના માથુરે પહેલાં તો શીતલની આઇ પાર્વતીને સાચી હકીકત જણાવી પછી અકળાયેલી પાર્વતીને શાંત કરતાં કહ્યું : "પાર્વતી, તું એકલી નથી. અમે બધાં તારી સાથે છીએ. પણ હમણાં શીતલને ટેન્શન ન થાય તે જોવું રહ્યું. વકીલ પ્રિયા બેનરજીએ શીતલને કહ્યું : "શીતલ, હું તને ન્યાય અપાવીશ પણ જે કંઇ બન્યું છે તે મને જણાવ. જરાય ગભરાયા વિના બધી વાત કહે. પછી શીતલે પોતાની વાત શરૂ કરી:

"મેડમ, મારાં આઇ અને બાબા દુ:ખી થશે એમ વિચારી મેં આ વાત છુપાવી. બીજી તરફ પેલોે મહંમદ મને ખૂબ ત્રાસ આપે છે. મને ખૂબ ડર લાગે છે. "શીતલ, હવે આ સમસ્યામાંથી બહાર નીકળવાનું છેને? મીના માથુરે કહ્યું : શીતલે આંખો નીચે ઢાળી હા કહી. 

'તું જાણે છે તારા પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ છે?' ડૉક્ટરે પૂછ્યું. 

"મેડમ...(મીના માથુર સામું જોઇ શીતલે કહ્યું) જ્યારથી મેં મહંમદને કહ્યું કે હું પ્રેગ્નન્ટ છું ત્યારથી મહંમદ મને મળતો નથી. એટલે હું વધુ ટેન્શનમાં હતી. આ વાત કોઇને જણાવી શકું તેમ ન હતી.શીતલે કહ્યું.'

"શીતલ ઉદ્દિષ્ટ જાગ્રત! અમે બધાં તારી સાથે છીએ. નારીના જાતીય શોષણ સામેની લડત માટે તું તૈયાર થા. સૌથી પહેલાં તો તારા ગર્ભને સાચવ. જો...પેલાને નાક રગડતો તારી પાસે લાવીશ. અહીંથી ડૉક્ટર રજા આપે એટલે તારે મહાબળેશ્ર્વરના અમારા સેનિટોરિયમમાં રહેવાનું. તારી આઇ અને બાબા પણ તારી સાથે. તારી આઇ નિશાળમાં રજા મૂકશે. અમે તને ન્યાય અપાવીશું. મીના માથુરે ડૉક્ટર મેડમ અને પ્રિયા બેનરજી સામું જોઇને કહ્યું...

ત્યારે શીતલના આત્મામાંથી અવાજ પડઘાયો :-

ઉદિષ્ટ, જાગ્રત. આ લડત માટે તું તૈયાર થા. પોચટ આંસુ સારવાનો કે ભય પામવાનો આ સમય નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment