Wednesday, 27 July 2016

[amdavadis4ever] તમે ચલણી નોટો ધોઈને વાપરો છો?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે ચલણી નોટો ધોઈને વાપરો છો?

આવા રોગીઓનો ઈલાજ કરનાર અમદાવાદના ડોક્ટર કહે છે કે સરેરાશ મહિને ત્રીસ નવા કેસ આવતા રહે છે. તેમાં બાળકોયુવાનો અને વડીલો બધા જ હોય છે. આજે ચારે બાજુ પ્રદૂષણ અને બેક્ટેરિયા આપણને ભરખી જવા તૈયાર જ બેઠા હોય એવો હાઉ ઊભો કરવામાં આવ્યો છે. પ્રદૂષણ અને બેક્ટેરિયા છે એની ના ન પાડી શકાયપરંતુ એ કંઈ નવી વાત નથી. વર્ષોથી આ સ્થિતિ છે. હવે એનો હાઉ મોટો કરવામાં આવ્યો છે એટલે લોકોમાં સ્વચ્છતાનું વળગણ સૌથી વધારે જોવા મળે છે. એક મિત્રના બહેન બનેવી ચાર વર્ષ પાકિસ્તાન રહી આવ્યા પછી બોટલનું જ પાણી પીતાએનાથી જ હાથ-પગ-મોઢું અને વાસણ ધોતા થઈ ગયા હતા. સિગારેટ કે બિસ્કિટ સીધું પેકેટમાંથી મોંમાં લઈ લેવાનો આગ્રહ રાખતા હતાકારણ કે હાથ પર બેક્ટેરિયા હોય! 
મનોવિજ્ઞાાન કહે છે કે પોતાને આર્થિકશારીરિક કે આસ્થાનું નુકસાન થઈ જશે એવા ભયથી પીડાતી વ્યક્તિ બચવા માટે ધાર્મિક કે વૈજ્ઞાાનિક આધાર લઈ એક વિધિ બનાવી લે છે. બધાને ખબર છે કે પ્રદૂષણમાં જીવવા સિવાય આરો નથી. સફળતા માટે ઉજાગરા કર્યા વિના છૂટકો નથી. સો ટકા શુદ્ધપૌષ્ટિક ખોરાક મળવાનો નથી. ૧૦૦ ટકા મહેનત પછી પણ સફળતાની કોઈ ગેરન્ટી નથી. આવા સંજોગોમાં દરેકને કોઈકને કોઈક વિષયની ચિંતા પજવે છે. કેટલાક લોકોને એ ચિંતાના વિચાર વધારે ઉગ્રતાથી સતત પજવતા રહે છેસતત ભય લાગે છે. સિસ્ટમ પર ભરોસો ઊઠી ગયો હોયઈશ્વર પર મજબૂત ભરોસો ન હોયજેને ખોટું માનતા હોય એ કામ કરવું જ પડતું હોયકોઈપણ સંજોગોમાં જીતવાની જક હોય એવા લોકોને વધારે ભય લાગે છે. એનાથી બચવા ચોક્કસ ઉપાય તેમણે વિજ્ઞાાન કે ધર્મની માહિતીના આધારે શોધી લીધો હોય છે. આ ઉપાય ટેવ બને છે અને ધીમે ધીમે ટેવ સ્વભાવ બની જાય છે અને એથી આગળ વધીને માણસને ખબર પણ ન પડે એ રીતે હઠાગ્રહ બની જાય છે. ત્યાંથી ગરબડની શરૂઆત થાય છેકારણ કે એ કામ કર્યા વિનાપોતાની આસપાસના લોકો પાસે કરાવ્યા વિના તેઓ રહી જ શકતા નથી. સદભાગ્યે બધાને આવું થતું નથી. ઘણાની ટેવ વર્ષો સુધી એવી અને એટલી જ રહે છે. 

જે લોકોને ખ્યાલ આવે કે હું મનોરોગનો ભોગ બની ગયો છું એવા લોકો એમાંથી છૂટી શકે છે. એમને કાઉન્સેલિંગશારીરિક શ્રમયોગધ્યાન,પ્રાણાયામથી ખુબ ફાયદો થાય છે. અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં આવેલી ડયુક યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ પ્રયોગ કરીને મગજના એક રિસેપ્ટર કોષને પકડી પાડયો છે જે આ મનોરોગ સર્જે છે. એ કોષને સુધારવાના પ્રયોગો સફળ થયા પછી વિશ્વના કરોડો લોકો આ મનોરોગમાંથી છૂટી શકશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment