Saturday, 2 July 2016

[amdavadis4ever] બસોમાં છ કમ: બે સદ ીનું જર્નલિઝમ..... ...ત્યારન ું મિડિયા , અત્યારન ું મિડિયા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પણ પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં આ બધું આસાન નહોતું. પચાસ વર્ષ પહેલાં, દુનિયામાં ટીવી પ્રચલિત થયું તે પહેલાં તો માત્ર પ્રિન્ટ મિડિયમ હતું જેમાં આજે બનેલા સમાચાર વહેલામાં વહેલા આવતી કાલે તમને જાણવા મળે. પચાસ વર્ષ પહેલાં કોઈ ઘટના સ્થળેથી છાપાની ઑફિસે એ બનાવની માહિતી પહોંચાડવી, છાપાની ઑફિસેથી રિપોર્ટર - ફોટોગ્રાફરની ટીમને તાબડતોબ ઘટના સ્થળે રવાના કરવા, ત્યાંથી રિપોર્ટ અને તસવીરોને વહેલામાં વહેલી તકે છાપાની ઑફિસે પહોંચાડવાં અને એ પછી એ બધી જ સામગ્રીને તાબડતોબ તે વખતની પ્રિન્ટિંગ સુવિધાઓના સહારે કાગળ પર મુદ્રિત કરવી અને એ મુદ્રણ પામેલું કાગળ યાને કિ વર્તમાનપત્ર વાચકોના હાથમાં પહોંચાડવું - આ બધી ક્રિયાનું એક - એક પગથિયું કેટલું કઠિન હતું એનો તમને ખ્યાલ આપવો છે. જે પચાસ નહીં, સો નહીં, દોઢસો નહીં, બસો વર્ષ પહેલાંના જમાનામાં 'મુંબઈ સમાચાર' કેવી રીતે તૈયાર થતું હશે એનો તમને ખ્યાલ આવે.
આવા ૧૮૨૨ના વર્ષની પહેલી જુલાઈએ 'મુંબઈ સમાચાર' સાપ્તાહિકરૂપે શરૂ થયું અને થોડાંક જ વર્ષોમાં દૈનિકરૂપે પ્રગટ થવા માંડ્યું ત્યારે કેવી રીતે આ વર્તમાનપત્ર તૈયાર થતું હશે એની ક્યુરિયોસિટી મને હંમેશાં એક પત્રકાર તરીકે થતી રહી છે. 'મુંબઈ સમાચાર'નાં દોઢસો વર્ષની ઉજવણી નિમિત્તે તે વખતના વિખ્યાત અને લોકપ્રિય લેખક રસિક ઝવેરીએ એક ઉત્તમ ગ્રંથનું સંપાદન 'મુંબઈ સમાચાર' વતી કર્યું હતું. પણ તેમાં ૧૮૨૨ વાળા જમાનામાં 'મુંબઈ સમાચાર' કેવી રીતે પ્રોડ્યુસ થતું એનું ડૉક્યુમેન્ટેશન નથી. કદાચ શક્ય પણ નથી કારણ કે તે જમાનાના કોઈ માણસો નેચરલી દોઢસો વર્ષ પછી ઉપલબ્ધ નથી હોવાના અને તે જમાનાના લોકોએ ડિટેઈલમાં આવી નોંધ કરી નહીં હોય.

રવિભાઈએ 'પ્રવાસી'ના તંત્રી તરીકે અને તે પછી 'જન્મભૂમિ'ના કાર્યવાહક તંત્રી તરીકે ૧૯૪૬ સુધી કામ કર્યું. બે વર્ષ 'સાંજ વર્તમાન'ના તંત્રી બન્યા. ૧૯૫૧થી 'જનશક્તિ'ના તંત્રી બન્યા. આ બધું જ પત્રકારત્વ મુંબઈની ભૂમિ પર. રવિભાઈના હાથ નીચે કેટલાય તેજ ગુજરાતી પત્રકારો તૈયાર થયા જેઓના હાથ નીચે, વખત જતાં મને કામ કરવાનો લ્હાવો મળ્યો અને રવિશંકર મહેતા કેટલા ક્રિયેટિવ અને ગ્રેટ પત્રકાર - લેખક હતા તેના કિસ્સાઓ એમની પાસેથી જાણવા મળ્યા.
રવિભાઈ 'જનશક્તિ'ના તંત્રી હતા તે ગાળામાં એમણે એ જમાનાનું છાપું કેવી રીતે તૈયાર થાય છે એની વિગતે વાત કરી હતી. 'મુંબઈ સમાચાર'ની ૧૯૫મી વર્ષગાંઠ નિમિત્તે એ જ વાત તમારી સાથે શૅર કરવાની હતી. કરી. 

આજથી અડધા સૈકા કરતાં વધુ સમય પહેલાં વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થતું એની વિગતો રવિશંકર વિ. મહેતાએ પરિચય પુસ્તિકામાં આપી છે. મારા સૌપ્રથમ તંત્રી યશવંત દોશી અને વાડીલાલ ડગલીએ ૧૯૬૦માં શરૂ કરેલા પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની સૌથી પહેલી પુસ્તિકા આ જ હતી: 'વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે?' લેખક: રવિશંકર વિ. મહેતા. (બાય ધ વે, બીજી પુસ્તિકા ગટુભાઈ ધ્રુ લિખિત 'લગ્ન, છૂટાછેડા, વારસો', ત્રીજી મૂળશંકર મો. ભટ્ટ લિખિત 'બાળકોને વાર્તા કેવી રીતે કહીશું?' અને ચોથી યશવંત દોશી લિખિત 'સાચી જોડણી અઘરી નથી' હતી.

રવિભાઈ એમની એકદમ રસાળ શૈલીમાં લખે છે કે, 'નાનો હતો ત્યારે એક ગીતિ વાંચેલી. મારા મોટાભાઈને સાતમા ધોરણમાં ચાલતી ચોપડીમાં હતી. કોણ જાણે શાથી મને એ આજ સુધી યાદ રહી ગઈ છે. આ રહી એ ગીતિ:

શાસ્ત્રાભ્યાસ અતિશય,

પંડિતપ્રીતિ, પ્રવાસ બહુ ગ્રામ,

રાજ્યસભા, ગણિકાગૃહ:

પાંચે ચતુરાઈનાં ધામ.

'આમાંથી ચતુરાઈનાં આગલાં ચાર ધામોનું સ્વરૂપ આજે ઘણું બદલાઈ ગયું છે, જ્યારે પાંચમું ગણિકાગૃહ તો આપણા સમાજજીવનમાંથી લુપ્ત જ થઈ ગયું છે. એનું સ્થાન હવે વર્તમાનપત્રની કચેરીને આપવું જોઈએ એમ મને લાગે છે,' એવું રવિભાઈએ પુસ્તિકાના આરંભે જ નોંધ્યું છે.

રવિભાઈએ ગણિકાગૃહની જગ્યાએ મિડિયાને મૂક્યું તે કોઈ કટાક્ષ કે વ્યંગમાં નહીં પણ આજની તારીખે અને આજના સંદર્ભમાં તમે વાંચો તો લાગે કે રવિભાઈએ ૫૬ વર્ષ પહેલાં જ 'પ્રેસ્ટિટ્યુટ' (પ્રોસ્ટિટ્યુટ વત્તા પ્રેસ) શબ્દ કૉઈન કરી લીધો હશે!

રવિભાઈએ આ પુસ્તિકા લખી એ પહેલાંનાં છવ્વીસ વર્ષ દરમિયાન ત્રણ સાંજનાં અને બે સવારનાં એમ પાંચ દૈનિકો, એક અંગ્રેજી અને ત્રણ ગુજરાતી એમ ચાર સાપ્તાહિકો અને એક માસિક - આટલાં પત્રોમાં કામ કરવાનો અનુભવ લીધો હતો.

રવિભાઈ લખે છે: 'મારા એક સદ્ગત સાથી દૈનિક વર્તમાનપત્રને ઘણી વાર ચિત્રગુપ્તનો ચોપડો કહેતા અને અખબારી કચેરીને ચિત્રગુપ્તની કચેરી સાથે સરખાવતા. ચિત્રગુપ્તની કચેરીના વ્યવસ્થાતંત્ર વિશે કોઈ વિગતવાર માહિતી પુરાણોમાં મળતી નથી; પરંતુ તેના ચોપડા અને વર્તમાનપત્ર વચ્ચેનો તફાવત દેખીતો છે. એમ મનાય છે કે ચિત્રગુપ્તના ચોપડામાં પ્રત્યેક માનવીનાં બધાં જ શુભાશુભ કર્મની વિગતવાર નોંધ રાખવામાં આવે છે, જ્યારે વર્તમાનપત્રોની કટારોમાં કાંઈ બધા જ બનાવોની નોંધ લઈ શકાતી નથી. તેમાં તો સમાજના નિત્યના નહિ પણ નૈમિત્તિક જીવનની જ નોંધ લેવાય છે. બીજા શબ્દોમાં કહું તો વર્તમાનપત્રોમાં વ્યક્તિ, સંસ્થા કે સમાજની સામાન્ય ઘટનાઓનાં વૃત્તાંતો સ્થાન પામતા નથી, પણ અસામાન્ય ઘટનાઓનાં વૃત્તાંતો સ્થાન પામે છે, અસામાન્ય બનાવોને જ સમાચાર માનવામાં આવે છે.'

રવિભાઈએ મૂકેલા આ મુદ્દા વિશે થોડો વિચાર કરીને આગળ વધીએ. મિડિયાની નેગેટિવિટી તેમ જ સેન્સેશનલ ન્યૂઝની ઘેલછાનો કોઈ બચાવ હોઈ શકે જ નહીં. પણ એક વાત પર ગૌર કરીએ. મુંબઈમાં રોજ સેન્ટ્રલ, વેસ્ટર્ન તથા હાર્બર લાઈન પર સેંકડો ટ્રેન્સ દોડે છે. આ ઉપરાંત મેટ્રો છે, મોનો રેલ છે, બીઈએસટીની બસો છે, કાળીપીળી ટેક્સીઓ છે. આ બધાં મળીને લાખો મુસાફરોની હેરફેર કરે છે. એક ટ્રેન વિરારથી ઊપડીને ચર્ચગેટ પહોંચે છે તે ન્યૂઝ નથી. પણ ચર્ચગેટ પહોંચીને અટક્યા વિના બફર સાથે ભટકાઈને પ્લેટફોર્મ પર ચડી જાય તો જ એ ન્યૂઝ બને છે. વિરારથી ચર્ચગેટ સુધી ટ્રેનને સમયસર પહોંચાડવી, સલામત રીતે પહોંચાડવી એ મોટરમૅનની અને રેલવેના સત્તાવાળાઓની ફરજ છે. આ ફરજ બજાવવામાં જ્યારે ચૂક થાય છે, ગંભીર ભૂલ થાય છે અને ટ્રેનો અસહ્ય વિલંબ સાથે દોડે છે કે પાટા પરથી ખડી પડે છે કે બીજી ટ્રેન સાથે ભટકાય છે ત્યારે જ એ બાબતના સમાચાર બને છે.

આનો અર્થ એ નથી કે જે લોકો પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે છે એની કોઈને (સમાજને કે મિડિયાને) કદર નથી. એમની કાર્યનિષ્ઠાની નોંધ છાપામાં ન લેવાતી હોય એટલે એમના કામની મહત્તા નથી એવું ન માની લેવાય. દુનિયામાં લાખો - કરોડો લોકો આવી જ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, એફિશિયન્સીથી પોતાનું કામ કરતા રહે છે. એ દરેકની કામગીરીની નોંધ લેવી મિડિયા માટે શક્ય નથી, જરૂરી પણ નથી. એમાં ધારો કે કોઈએ પોતાની ફરજની બહાર જઈને મહાન કાર્ય કર્યું હોય તો જરૂર એની નોંધ લેવાય જ છે. અને જ્યારે કોઈ પોતાની ફરજ ચૂકે છે ત્યારે એ વાતની નોંધ લેવાય છે. મિડિયામાં આવી ફરજ ચૂકતા સમાચારો વાંચી વાંચીને આપણા મનમાં એવી છાપ પડતી હોય કે આ દુનિયામાં કોઈ પોતાનું કામ સરખી રીતે કરતું જ નથી તો એ આપણી માનસિકતાનો વાંક છે. મિડિયાનો વાંક એટલો કે ઘણી વખત મિડિયામાં કાગનો વાઘ બનાવવામાં આવે છે, ટીઆરપી વધારવા કે સકર્યુલેશન જાળવી રાખવા (પ્રિન્ટ મિડિયા માટે તો હવે સર્ક્યુલેશન વધારવું એ તો સ્વપ્નવત્ વાત થઈ ગઈ. જે છે તેટલું જળવાય તોય ગંગા નાહ્યા) જ્યાં સનસનાટી ન હોય ત્યાં પણ મારીમચડીને - વિકૃતિ ઉમેરીને પેશકશ કરવામાં આવે છે તે ખોટું છે, સદંતર ખોટું છે.

આ દૃષ્ટિકોણ રાખીને સોમવારે રવિભાઈની વાત તમે વાંચશો અને તે પછી આવી રહેલી ૧૮૨૨માં જેમણે 'મુંબઈ સમાચાર'ની સ્થાપના કરી તે ફરદુનજી મર્ઝબાનજીની વાત સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે મિડિયાનું મહત્ત્વ ક્યા જમાનાથી છે, ઉત્તરોત્તર કેટલું વધ્યું છે અને આજે કેટલું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment