Saturday, 2 July 2016

[amdavadis4ever] નસીબને દિશા આપવી તમારા હ ાથની વાત છે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તેએક ખેડૂતપુત્ર હતા. ઉત્તરપ્રદેશના સૌથી મોટા જિલ્લા લખીમપુરને બારુલા ગામમાં તેમનો જન્મ થયો. આ વિસ્તાર દુધવા નેશનલ પાર્ક માટે જાણીતો છે, જે નેપાળની સીમા સાથે જોડાયેલો છે અને સંકટ હેઠળની પ્રજાતિઓનું ઘર છે. તેમાં વાઘ, દીપકો, દલદલી હરણ સહિત અનેક પ્રાણીઓ શામેલ છે. 12 ડિસેમ્બર 2009ના રોજ રવિ શુક્લા નામના આ 22 વર્ષના યુવાને ઈંડિયન મિલિટ્રી એકેડમી (આઇએમએ)ની પાસિંગ આઉટ પરેડમાં સોર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રપતિનો બેસ્ટ કેડેટ એવોર્ડ જીતીને ઈતિહાસ લખ્યો હતો. તેમણે અન્ય 534 જીસીને પાછ‌ળ છોડ્યાં હતા. આ સ્કૂલમાં જીસીનો મતલબ છે - જેંટલમેન કેડેટ્સ, તે બાળક હોતા નથી. 

આ સેંકડો કેડેટ્સ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આકરી ટ્રેનિંગ લે છે અને દર 18 મહિને એક બેચ પાસ આઉટ થાય છે. યાદ કરો, ફિલ્મ 'લક્ષ્ય'માં હૃતિક રોશન આ જ એકેડમીમાં પહેલા ખૂબ જ પરેશાન થઇ જાય છે અને બાદમાં પ્રયત્નો કરીને પાસ થાય છે. આર્મી પ્રોફેશનલ્સની દેખરેખમાં તેમને પસંદ કરવામાં આવે છે અને સખત ટ્રેનિંગ અપાય છે. તેમને ભણતર અને શારિરીક બંને રીતે સક્ષમ બનાવવામાં આવે છે. ડ્રિલ, વિધ્નોને પહોંચી વળવા હથિયારોની ટ્રેનિંગ અપાય છે. ઓફિસર્સ અને લીડરશીપની પણ ટ્રેનિંગ હોય છે. આ જ સ્કૂલમાંથી તેઓ પોતાની ટ્રેનિંગના છેલ્લાં પડાવમાંથી પસાર થાય છે.  

આ કરિયરમાં તમારી પાસે બે વિકલ્પો હોય છે, એક તો તમે જીતનો ઝંડો ખોપી દો, બીજું મોતને ભેટી લો. ટ્રેનિંગનો સૌથી અગત્યનો તબક્કો લીડરશિપનો જ હોય છે, જેમાં એ વાત સુનિશ્ચિત કરવાની હોય છે કે, લોકો તેની વાતને માને, ભલે પછી તેમને મોતનો સામનો કરવાનો હોય. આ સેંકડો કેડેટ્સમાંથી કોઇ એક જ હોય છે, જે દેશની સૌથી મોટી મિલિટ્રી એકેડમી આઇએમએના સર્વોચ્ચ સન્માન સોર્ડ ઓફ ઓનરથી સન્માનિત થાય છે. જે પોતાના ઓલરાઉન્ડ દેખાવથી અન્ય કેડેટ્સને પાછળ છોડી દે છે. આ જૂની બ્રિટીશ પરંપરા છે અને આપણી સેનામાં પણ તે અસ્તિત્વમાં છે. પાસિંગ આઉટ પરેડમાં બેસ્ટ ઓવરઓલ કેડેટને સોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાય છે, જે એવું સાબિત કરે છે કે, દોઢ વર્ષની ટ્રેનિંગમાં તે અન્ય કેડેટ્સ કરતા દરેક બાબતે ચઢિયાતો રહ્યો છે. 

11 જૂન 2016ના રોજ દેહરાદૂનમાં એકેડમીના સ્પ્રિંગ ટર્મ કોર્સની સેરેમનીમાં આલ્મોડાની સૈનિક સ્કૂલના વિદ્યાર્થી રાજેન્દ્ર સિંહ બિશ્ટને સોર્ડ ઓફ ઓનર મળ્યો છે. તે આર્મીમાંથી રિટાયર્ડ કૂકના પુત્ર છે. રાજેન્દ્ર ટૂંક સમયમાં કુમાઉના રેજિમેન્ટમાં શામેલ થશે. આ પહેલા રાજેન્દ્ર નેશનલ ડિફેન્સ એકેડમીમાં સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રેસીડેન્ટ મેડલ' જીતી ચૂક્યાં છે. રાજેન્દ્રે ન માત્ર સખત મહેનત કરી, સાથે જ એ વાત પ્રત્યે પણ પ્રતિબદ્ધ રહ્યાં કે, તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે. તેઓ પોતાના ગામ બારુલામાંથી પહેલા વ્યક્તિ હતા, જેઓ ભારતીય સેનામાં ગયા હતા. ફંડા એ છે કે, તમે ક્યાં જન્મ લેશો તેના પણ તમારો કોઇ અંકુશ હોતો નથી, પરંતુ તે વાત પર પૂરું નિયંત્રણ હોય છે કે, તમે પોતાના ભાગ્યને કયા રસ્તે લઇ જાવ છો. બસ, ક્યારેય દિશાથી ભટકવું ન જોઇએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment