Friday, 13 May 2016

[amdavadis4ever] અવનિશના જીવનમાં ઊગ્યો આદિત્ય - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અવનિશના જીવનમાં ઊગ્યો આદિત્ય
 
 
કેતકી જાની
 
આજે વાત કરીએ એક એવા નવજુવાનની જેણે સૌથી અલગ સપનું જોયું અને સાકાર પણ કર્યું. નામ છે: આદિત્ય કૈલાસ તિવારી. ઉંમર: ૨૮ વર્ષ. આદિત્ય કહે છે કે હું નાનો હતો ત્યારે મિસ યુનિવર્સ સુસ્મિતા સેને અનાથ બાળકી દત્તક લીધી હતી, તે સમાચાર જોયા હતા. બસ, તે વખતથી મનમાં એક વાત હતી કે હું પણ મોટો થઈને એક બાળક દત્તક લઈશ અને એ દિવસ અચાનક જ આવ્યો મારા જીવનમાં. મારા પિતાજીના જન્મદિવસે અમે એક અનાથાલયમાં ગયાં હતાં. ત્યાં આ માત્ર પાંચ જ મહિનાનું બાળક ડાઉન સિન્ડ્રોમની માનસિક બીમારી સાથે અન્ય ઘણી બીમારીથી રીબાતું હતું. બસ, મેં તેને જ દત્તક લવાનો વિચાર કર્યો. બાળક દત્તક લેવાની વિધિ અંગે પૂછપરછ કરતા ખબર પડી કે આદિત્ય કાયદેસર રીતે બાળક દત્તક લઈ શકે તેટલી તેની ઉંમર જ નથી. પણ આદિત્ય નાસીપાસ ના થયો. તેણે અનાથાલયમાં હોવા છતાં બાળકની બધી આર્થિક જવાબદારી પોતાના માથે લઈ લીધી. તેને સારી મેડિકલ સારવાર અપાવી. પૂનામાં સૉફટવેર એન્જિનિયર તરીકે કામ કરતો આદિત્ય બાળકને ઑગસ્ટ ૨૦૧૫ના ભારત સરકારે એડોપ્શન એકટ ચેન્જ કરી બાળક દત્તક લેવાની ઉંમર ૩૦ થી ૨૫ વર્ષની કરી ત્યારે દત્તક લઈ શક્યો. તેનું નામ ગણપતિના એક નામ પરથી આપ્યું. 'અવનિશ'.
અવનિશ (અવિ) અનાથાલયમાં હતો ત્યારથી જ આદિત્ય તેનું ધ્યાન રાખતો. તેને પહેલીવાર મળ્યા બાદ કાયદેસર દત્તક લીધો તે સમયગાળો દોઢેક વર્ષનો હતો. આ સમયમાં આદિત્ય પૂનાથી બાળકને જોવા અનાથાલયમાં લગભગ ત્રીસેક વાર ગયો હતો. પૈસા અને સમય બંને ખર્ચીને આદિત્ય 'અવનિશ'ને મળ્યા જતો. થકવી દેેનારી લાંબી મુસાફરી અને પૈસાનો બેફામ ખરચાય જ, પણ આ બંને આદિત્યના ઉત્સાહને ઓછો કરી ના શક્યા. આખરે, અવનિશને નવું જીવન મળ્યું. આદિત્ય કહે છે: અવનિશની મા-બાપ સહિતની આખી દુનિયા હું જ છું. યોગ્ય મેડિકલ સારવારથી અવનિશનું સ્વાસ્થ્ય આજે ઘણું સારું છે. એકાકી પાલક તરીકે બાળક દત્તક લેવામાં કાયદેસર પણ ઘણી મુશ્કેલી પડી પણ આદિત્યએ બધી જ મુશ્કેલીઓ પાર કરી. તે કહે છે કે, 'મને ખબર હતી કે હું સાચો છું અને સારું કામ કરું છું એટલે હું જ જીતીશ.' સમાજમાં લોકોની પ્રતિક્રિયા કે ઘરના લોકોનો સહયોગ એવા સવાલોના જવાબમાં આદિત્ય કહે છે કે ઘરના લોકો શરૂમાં રાજી ન હતા, પરંતુ એકવાર અવનિશ ઘરે આવ્યો અને ભગવાનની દયાથી મારાં માતાપિતા પણ મારા જીવનમાં અવનિશનું અને અવનિશના જીવનમાં મારું મહત્ત્વ/ સ્થાન સમજી શક્યા. અવનિશની મારા પ્રત્યે અખૂટ મમતા તેમણે જોઈ અને આજે તેઓ પાસે અવિનાશ ખુશ છે. તે આગળ કહે છે કે સમાજની તો શું વાત કરું? લોકો મોઢામોઢ કહેતા કે આ તો બહુ શરમજનક વાત કહેવાય. બાળક તો જેને બાળકના થાય તેવા લોકો દત્તક લે. પાગલ થઈ ગયા છો? દિમાગ ખરાબ હો ગયા હૈ? આવું સાંભળીને પણ આદિત્ય પોતાના નિર્ણયથી ચલિત નહોતો થયો. તેણે આગળ વાત કરતાં જણાવ્યું કે: 'કોઈ શું કહેશે? કોઈ શું કરશે? એવું બધું વિચારીશું તો આપણે કંઈ જ કરી નહીં શકીએ. અલગ કરતાં હોઈએ તે કામ આપણને ગમતું અને સાચું હોય તો તેમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરો, બસ. લોકો બદલાય તેવું ના વિચારો, તમે પોતે જ બદલાવ. દુનિયાને બદલવું આપણા માટે શક્ય નથી પણ આપણો બદલાવ આપણા હાથમાં જ છે.
અવનિશને દત્તક લેવા માટે કરવા પડેલા સંઘર્ષ દરમ્યાન ઘણા લોકો કહેતા કે 'તમે કોમનમેન છો, કંઈ જ નહીં કરી શકો. તે બાળકને દત્તક લેવાનો વિચાર છોડી દો.' પણ આદિત્ય જેનું નામ તે પોતાના ધ્યેયને વળગી રહ્યો અને અવિનાશને પોતાનો કરીને જ જંપ્યો. આજના આદિત્ય જેટલી ઉંમરના યુવાનોમાં પાર્ટી, હેંગઆઉટ, ઍન્જોય, એડલેન્ચર ટ્રીપ્સ જેવા શબ્દો વધુ સંભળાતા હોય ત્યારે આદિત્યમાં જન્મેલો 'વાત્સલ્ય' શબ્દ રણમાં મીઠી વીરડી જેવો લાગે છે ને? ભગવાન 'આદિત્ય' અને 'અવિનાશ' બંનેને દીર્ધાયુ અને સ્વસ્થ જીવન આપે તે જ પ્રાર્થના.
આદિત્ય- અવનિશની હેપી એન્ડીંગ સ્ટોરી ખરેખર આંખો ખોલે તેવી છે. આદિત્ય અવનિશના મૂળ/ ખરા માતાપિતાને મળ્યો છે. ઈંદોરના શ્રીમંત કુટુંબનું બાળક છે. અવનિશ મા-બાપનું આ ત્રીજું સંતાન માનસિક બીમારી સાથે જન્મ્યું હતું અને સમાજના લોકો શું કહેશે એવા ડરથી નાસીપાસ થઈને બાળકને અનાથાલયમાં મૂકી દીધું હતું. આનાથી મોટી કરુણતા શું કોઈ શકે? આપણે
એક એવો સમાજ ન આપી શકીએ જે આવા વિશેષ બાળકોના માતાપિતાને હિમ્મત આપે એમનો ઉછેર કરવાની? આજુબાજુ નજર કરજો. ક્યાંક આવું માનસિક બીમારીગ્રસ્ત માણસ કે બાળક જણાય તો તેના કુટુંબને માનસિક સહારો આપજો. એકાદ અવનિશને
તો આદિત્ય મળી ગયો, પણ ખબર નહીં કેટલાય અવનિશો અનાથાલયના બંધ દરવાજા પાછળ ગૂંગળાઈને વગર મોતે મરતા હશે.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment