Wednesday, 11 May 2016

[amdavadis4ever] જીવન વિજ્ઞાન - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીતે ભ્રમજાળ ઊભી કરીને અનામિકાને ફસાવી હતી
 
 
જીવન વિજ્ઞાન - વિજય સંઘવી
 

અનામિકાને આઘાતમાંથી બહાર આવતા વાર લાગી. જાનવી હોશમાં આવી ગયેલી જોઈને તેણે તત્કાળ મનમાં બે નિર્ણય કરી લીધા. પ્રથમ પોતાના જીવનના પડછાયાથી પણ જીતનું અસ્તિત્વ ખતમ કરવું. બીજો નિર્ણય ઓસ્ટ્રેલિયાની બૅન્ક તરફથી આવેલી કામની ઓફર તત્કાળ સ્વીકારી. આદિત્ય સાથે ઓસ્ટ્રેલિયા જવા વહેલામાં વહેલી તકે રવાના થવું. પણ એની ખરી મૂંઝવણ જાનવી બની ગઈ. આવી હાલતમાં એને એકલી મૂકવા માગતી નહોતી. જાનવી હવે એના ઘરમાં કામ નહિ કરે એની એને ખાતરી હતી. કદાચ તત્કાળ ઓસ્ટ્રેલિયા જવાના નિર્ણય પાછળ સમજાવીને જાનવીને સાથે લઈ જવાની શક્યતા એને દેખાતી હતી.

જાનવી નાહી-કપડાં બદલાવી આવી ત્યારે અનામિકાએ એને ઓસ્ટ્રેલિયા જવાની વાત કરી. અનામિકાના જણાવ્યા વગર પણ જાનવીને કલ્પના આવી જ ગઈ કે અનામિકા હવે જીતને નહિ રાખે. અનામિકા પર એનો પૂર્ણ વિશ્ર્વાસ હતો પણ બીમાર માને એકલી મૂકી દિલ્હી છોડવા એનું મન માનવાનું નહોતું. અનામિકાએ એની પીઠ તળે દબાયેલી નોટોની થપ્પીની વાત કરી નહિ. જાનવી ટેક્સીમાં બેસી ગયા બાદ અનામિકાએ એના ખોળામાં પાંચ હજાર નાખતા કહ્યું. "આ રકમ માની તત્કાળ સારવાર ખાતર રાખી લે. આ શબ્દની આગળ જાણીને એણે તારી વિશેષણોનો પ્રયોગ કર્યો નહોતો. તારી મા મારી પણ એવો આડકતરો ઈશારો એમાં હતો.

જાનવીના ગયા બાદ તત્કાળ મિસ્ત્રીને બોલાવી મેન બારણાનું તાળું બદલાવરાવી નાખ્યું. જીત અઠવાડિયા બાદ મુંબઈથી પરત આવવાનું જણાવી ગયો હતો. મુંબઈ જવા ઘરેથી બેગ લેવા જતા પહેલાં કરેલા ફોનમાં. સાંજના અનામિકા પ્રીતિના ઘરે ગઈ આદિત્યને મળવા. જાનવી રજા પર ગઈ હોવાથી એને માસી પાસે જ રહેવું પડશેે એમ જણાવવા ગઈ હતી. મોટી બહેનના અતિ ગંભીર ચહેરાને જોઈ પ્રીતિ સમજી ગઈ કોઈ ગંભીર બનાવ બની ગયો છે પણ બહેનને પૂછવાની હિંમત કરી શકી નહિ.

રાતના પોતાના વકીલને મળી તત્કાળ છૂટાછેડા માટે મહિલા અદાલતમાં અપીલ કરવા જણાવી આવી. વકીલને કારણમાં તાજેતરના બનાવોના કારણે બુદ્ધિ ગમ્યતા ખતમ થઈ હોવાથી સાથે રહેવું શક્ય નથી એમ લખવા જણાવ્યું. વકીલે દલીલ કરી કે શક્ષયિંહહફભિીંફહ શક્ષભજ્ઞળાફશિંબશહશિું કારણ માન્ય રાખવામાં નહિ આવે. એનાથી વધુ સબળ કારણ શોધવાનું રહ્યું. અનામિકાએ કહ્યું - જીત અરજીનો વિરોધ કરશે તો ખૂબ જ સબળ કારણ આપવાની એની તૈયારી છે. વકીલ મિત્ર હતાં. સમજી ગઈ. અનામિકા કારણ બતાવવા માગતી નથી. કોઈને બચાવવા ખાતર. રાતના અનામિકા પોતાના બેડરૂમમાં સૂવા જવાના બદલે આદિત્યના રૂમમાં ગઈ. પોતાનો બિસ્તર એને કરડી નાખશે એવી બીક તેને લાગી. પણ આદિત્યના પલંગમાં પડી પડી આખી રાત પોતાની ભૂલ ખોજતી રહી. પિતાની પરવરિશમાં ખામી દેખાઈ નહિ. જીવનભર પ્રામાણિક રહ્યા. બંને પુત્રીઓને પણ માત્ર પ્રામાણિકતાનો વારસો જ આપી ગયા. જીત સાથેના આઠ વરસના ગાળામાં વૈવાહિક નૈતિકતા એને જાળવી હતી. પણ કદાચ પ્રણય દિવસોમાં લાગણીના ઉભરામાં વાસ્તવિકતા એને દેખાઈ નહિ એમ બની શકે. જીવન હલાવી નાખતા આવા આઘાતજનક બનાવો બાદ માનવી લાંબા સમય એના કારણોની, એમાં કોની ભૂલ, પોતાનો ફાળો, આપઘાત અથવા આઘાતથી બચવાની શક્યતા એ તમામ બાબતો અને અટકળો અને અનુમાન કરતા રહેવાના. અન્યને જવાબદાર ગણાવી અપરાધ બોધમાંથી મુક્ત થવાના પણ અનેકના પ્રયાસ રહેવાના. અનામિકા પોતાની ભૂલ સમજવા પ્રયાસ કરવા માગતી હતી. કારણ હવે આદિત્યને ઉછેરવાની જવાબદારી એના એકલા પર આવી જવાની તે પણ પિતા વગર.

અનામિકાએ પિતા વગર આદિત્યની યોગ્ય પરવરીશ શક્ય થશે કે એ સવાલ પર ઘણો વિચાર કર્યો. પણ ફરીવાર એનું મન લગ્નના બંધનથી બંધાવવા તૈયાર થવાનું નહિ તેની ખાતરી હતી. બૅન્કના કામના બોજ તળે અને આદિત્યના વિચારના કારણે તેની દેહભૂખ એને કદી પણ કનડવાની નહિ એની એને ખાતરી હતી. એની જાતીય વાસના પહેલા પણ પ્રબળ નહોતી. ભાવિમાં પ્રબળ બનવાની શક્યતા અત્યારે એને દેખાતી નહોતી.

રાતના અગિયાર વાગ્યે એના મોબાઈલની ઘંટડી વાગતા એ સમજી ગઈ. જીતનો ફોન છે. પણ પ્રીતિ અથવા જાનવીનો નથી એની ખાતરી કરી લેવા તેણે ફોન પર નજર નાખી. જીત જ ફોન કરી રહ્યો હતો. અડધી કલાક બીજી વાર ઘંટડી વાગતા અનામિકા સમજી ગઈ કે જીતને કલ્પના નથી કે એના પરાક્રમની વાત એને ખબર પડી ગઈ છે. રૂા. દસ હજારની રકમે જાનવીને ચૂપ બનાવી એવી જીતની માન્યતા અનામિકા માટે આંચકો આપનારી બની. એક વરસ જાનવીને રોજ જોવા છતાં એના સ્વભાવને જીત પારખી શક્યો નહિ એટલો કમજોર અને નાસમજ હતો તે! આવી વ્યક્તિને એણે આઠ વરસ કેમ નિભાવી અને શું કામ એ સવાલ એને બેચેન બનાવી ગયો.

બીજે દિવસે બપોરના ઓફિસમાં જીતનો ફોન આવશે એની ખાતરી હતી. એની સેક્રેટરીએ કહ્યા પ્રમાણે જીતને જવાબ આપ્યો- મેડમ નથી. એમનો મોબાઈલ ગઈકાલે બપોરના ટેક્સીમાં રહી ગયો. હજી પરત આવ્યો નથી. આના કારણે જીત મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરે નહિ તે માટેની આ વ્યવસ્થા.

સાતમા દિને રાતના નવ વાગ્યે બારણા પર ચાવી ફેરવવાના અવાજ સાંભળી અનામિકાને જીતના આગમનના ભણકારા આવી ગયા. પણ ચાર વારના પ્રયાસ છતાં બારણું નહિ ખૂલતા એણે બેલ વગાડી. બીજી બેલ વાગતી હતી ત્યારે અનામિકાએ બારણું ખોલ્યું. જીત આગળ આવે એ પહેલા કરડાઈપૂર્વક કહ્યું. મિ. જીત આપના માટે આ ઘરના બારણા કાયમ માટે બંધ છે. ફોન પર પણ જવાબ નહિ મળે. પણ બે દિવસમાં આપને છૂટાછેડાની અરજીના પેપર મળી જશે. જીત બોલવા જાય એ પહેલા વકીલના કારકૂને આગળ આવી અદાલતી અરજીની નકલ તેમ જ કોર્ટનું સમન્સ જીતના હાથમાં પકડાવ્યું. જીત આ બધી કાર્યવાહીનો મતલબ સમજી શકે એ પહેલાં અનામિકાએ જોરથી બારણું બંધ કરી નાખ્યું. જીત બેલ મારતો રહ્યો પણ અનામિકા ઊભી થઈ નહિ. એને ડર હતો કે ગુસ્સામાં એ જીત પર હાથ ઉગામી દેશે.

અદાલતમાં સુનાવણી દરમિયાન મહિલા ન્યાયાધીશે ત્રણવાર અનામિકાને કારણ બતાવવા જણાવ્યું. પણ અનામિકા ખામોશ રહી. છેલ્લીવાર જજે જરા તીખા સ્વરમાં સવાલ કરતા અનામિકાએ જણાવ્યું કે સામી પાર્ટી અરજીનો વિરોધ કરવા માગતી હોય તો કારણ બતાવવું જરૂરી બની જાય. અન્યથા બીજી ત્રાહિત વ્યક્તિની આબરૂના અદાલતમાં ધજાગરા કરવાની એની ઈચ્છા નથી. બીજી તરફ જીતે અરજીનો પ્રતિકાર કર્યો નહિ પણ ગમે તે ભોગ આપીને પણ સમજૂતી કરવાની તૈયારી દાખવી. જજે બંનેને અદાલતના મનોવૈજ્ઞાનિક સલાહકાર સાથે વાત કરવા મોકલાવી આપ્યા. શરૂઆતમાં અનામિકા કારણ બતાવવાની આનાકાની કરતી રહી પણ અંતે આખો બનાવ કહી દીધો. મનોવૈજ્ઞાનિકે પોતાનો અભિપ્રાય કહ્યો નહિ. પણ જીત સાથેની વાતચીતમાં મનોવૈજ્ઞાનિક સમજી ગયા કે જીતે ખોટા ભ્રમજાળ ઊભા કરી અનામિકાને લગભગ ફસાવી હતી.

પણ સાત વરસથી તેની જાતીય સુખની ભૂખ મટતી નહોતી. બે-ત્રણ વારના પ્રયાસમાં અનામિકા માત્ર મેકેનિકલ પૂતળા સમાન બની ગઈ. કોઈ ઉમંગના પ્રતિસાદ આપ્યા નહિ. તેથી તે નાસીપાસ બની ગયો હતો. એના પૌરુષત્વને પડકાર હતો તથા પત્નીના કપડામાં જાનવીને પત્ની સમજી બેઠો હતો. એ વિજય માટે ધડપડી રહ્યો હતો. દેહની ભૂખ માટે નહિ. મનોવૈજ્ઞાનિકે પોતાના અહેવાલમાં અનામિકાએ બતાવેલી વાતના ઉલ્લેખ વગર ભલામણ કરી કે વિવાદ ખતમ કરવામાં આવે એ જ આનો ઉપાય છે. કારણ બંને સહવાસમાં જીવી શકે તેવી સામાન્ય સ્થિતિમાં નથી. તેમની વચ્ચેના માનસિક અંતર કદી પણ પુરાઈ શકવાના નથી. અનામિકાને ફારગતિનો ચુકાદો મળ્યો એના બીજે દિવસે એનો તથા આદિત્યનો વિઝા આવી ગયો. ત્યારે એણે પ્રીતિ અને એના પતિને પોતાના છૂટાછેડાની તેમ જ અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયા જવાની વાત કરી. બંને સમજી શક્યા નહિ ઘટનાક્રમ, પછી પ્રીતિ ઉદાસ બની. કારણ દીદીના જવાના કારણે નહિ પણ આદિત્યના દૂર જવાથી.

ઓસ્ટ્રેલિયા માટે જવાના બે દિન પહેલા અનામિકા આદિત્ય સાથે જાનવીને મળવા ગઈ. બંને બાબતો જણાવવાની હતી. જાનવીને જોઈ આદિત્ય ખૂબ ખુશ થયો. દીદીને એની સાથે આવવા આગ્રહ કરતો રહ્યો. જાનવી એને આલિંગનમાં જકડી પ્રોમિસ આપતી રહી એ જરૂર આવશે. કલાકના અંતે પરત જવા ઉઠવા અનામિકાએ જાનવીને ગળે લગાડી કાનમાં કહ્યું. તું જલદી લગ્ન કરી - મારી પાસે આવી જા. જાનવીએ પણ કાનમાં જ કહ્યું. દીદી અભડાઈ ગયેલો થાળ કયા ભગવાનને ચઢાવી શકાય? બંનેની આંખો ભીની હતી જ્યારે છૂટાં પડ્યાં.

 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment