Wednesday, 11 May 2016

[amdavadis4ever] હું તારાથ ી ડરું છું કારણ કે ત ને પ્રેમ ક રું છું : ચિંતનની પ ળે - કૃષ્ણ કાંત ઉનડકટ [2 Attachments]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક વખત પતિના બધા ફ્રેન્ડસ ગેટ ટુ ગેધર માટે ઘરે ભેગાં થયાં. પત્નીએ મોકો જોઈને વાત કરી કે, તમે બધા મારા હસબન્ડને એવું કહો છો કે મારાથી ડરે છે. મારે તમને બધાને આજે એક વાત કરવી છે. વાત કરે પહેલાં પતિએ તેને રોકી અને કહ્યું કે તારી વાત પહેલાં મને મારી વાત કરી લેવા દે. તેણે બધાં મિત્રોને સંબોધીને કહ્યું કે, તમે બધાં એમ કહો છો ને કે હું મારી પત્નીથી ડરું છું એટલે પાનના ગલ્લે નથી આવતો. તો સાંભળી લો, હા હું મારી પત્નીથી ડરું છું. હું તેનાથી એટલા માટે ડરું છું, કારણ કે હું તેને પ્રેમ કરું છું. તેને ગમે એવું મારે નથી કરવું. મને ડર લાગે છે કે જો એવું કહીશ તો નારાજ થશે, દુ:ખી થશે અને કદાચ મારી સાથે ઝઘડો પણ કરશે. મારે એને નારાજ નથી કરવી. તમે જો એને ડર કહેતા હોવ તો મને ડરમાં પણ પ્રેમ દેખાય છે. તેણે મારા માટે ઘણું છોડ્યું છે. મને નથી ગમતું એવું ઘણું નથી કરતી, તો હું એને ગમે એવું કરું કેવી રીતે ગેરવાજબી છે?
પ્રેમમાં ડર લાગણીભર્યો હોવો જોઈએ, દાદાગીરીવાળો નહીં. તકલીફ ત્યારે થાય છે જ્યારે તેમાં આદેશ ભળે છે. તારે આમ નથી કરવાનું, આવું કર્યું છે તો જોઈ લેજે, આવા વાક્યો માણસને બળવો કરવા ઉશ્કેરે છે. એક યુવતીએ કહ્યું કે, સીધી રીતે માનતો નથી તો હું શું કરું? આવી વાત સાંભળીને તેના પતિએ કહ્યું કે, તે ક્યારેય મને સીધી રીતે મનાવ્યો છે? પ્રેમમાં માણસને સુધારવાની તાકાત છે અને પ્રેમનાં આધિપત્યમાં માણસને બગાડવાનું જોખમ પણ રહેલું છે. વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે આમ થશે તારે જે કરવું હોય તે કર. વાત ધીમે ધીમે વણસતી જાય છે. અંતે શું થાય છે? તારે જેમ કરવું હોય એમ કર, હવે હું કંઈ કહેવાની કે, કહેવાનો નથી. બંને પછી પોત પોતાની રીતે રહેવા લાગે છે અને બધાની વચ્ચે પ્રેમનું પોત પોતળું ને પાતળું થતું જાય છે, ગૃહસ્થી ખેંચાતી રહે છે, એમાં નિભાવવાનું બાકી રહે છે, જીવવાનું ઘટી ગયું હોય છે.
પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડાં કયાં કારણોસર થાય છે? નારાજગી પાછળ કયું તત્વ જવાબદાર હોય છે? આપણે એવું સાંભળતાં અને કહેતાં આવ્યા છીએ કે પતિ-પત્ની વચ્ચે ઝઘડાં થવાં સ્વાભાવિક છે. કોઈ જો એમ કહેતું હોય કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડાં નથી થતાં તો કંઈક ખૂટતું હોય છે. બે વ્યક્તિ સાથે હોય ત્યારે ઘણી વખત એવી સ્થિતિ સર્જાતી હોય છે જ્યારે બંને પોતાને સાચા માનતાં હોય છે. એવું પણ શક્ય છે કે બંને પોત પોતાની જગ્યાએ કદાચ સાચા પણ હોય. દર વખત વચલો કે ત્રીજો માર્ગ પણ હોય એવું જરૂરી નથી. બે માર્ગ હોય છે. કાં તો તારો માર્ગ અથવા મારો રસ્તો. બેમાંથી એક પોતાનો રસ્તો છોડે તો બંને સાથે ચાલી શકે છે. આવું થાય તો રસ્તા ફંટાય જાય છે. હાથ છૂટી જાય છે, સાથ ખૂટી જાય છે. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. રસ્તાં આખરે ક્યાં જતાં હોય છે? રસ્તાની મંઝિલ કઈ હોય છે? ત્યાં પહોંચી ગયાં પછી પણ શું હોય છે? ખાલીપો, એકલતા સન્નાટો અને શૂન્વકાશ.
ઘણી વખત માણસને બહુ મોડું સમજાય છે કે થોડુંક જતું કરી દીધું હોત તો નોબત આવત. એક કપલની વાત છે. બંને વચ્ચે ઝઘડાં થતાં હતાં. આખરે વાત ડિવોર્સ સુધી પહોંચી. બંને છૂટાં પડી ગયાં. એક-બીજાથી એવા ત્રાસી ગયાં હતાં કે, બંનેએ મનોમન એવું નક્કી કર્યું હતું કે હવે બીજા મેરેજ કરવા નથી. સમય ગયો. બંનેને ધીમે ધીમે એવું થવાં લાગ્યું કે આખી જિંદગી કંઈ એકલું થોડું જીવાય છે? બંનેએ આખરે ફરીથી જીવનસાથી શોધવાનું નક્કી કર્યું. કોઈને જોવા જાય કે મળે ત્યારે એમ થતું કે આના કરતાં તો સારો હતો અથવા તો સારી હતી. નવી વ્યક્તિ સાથે એડજસ્ટ થવાશે કે કેમ વિશે પણ સંદેહ થતો હતો. ધીમે ધીમે એવા વિચાર પણ આવ્યા કે નવી વ્યક્તિ સાથે ફરીથી ટેવાવું એના કરતાં અગાઉની વ્યક્તિ શું ખોટી હતી? કમસે કમ એક-બીજાના લાઇકિંગ અને ડિસલાઇકિંગ તો ખબર હતાં. આખરે બંને ફરી વખત મળ્યા અને વાત કરી કે આપણે ફરીથી સાથે રહેવાથી ટ્રાય કરી શકીએ? હજુ થોડો સમય સાથે રહીએ. નહીં ફાવે તો ફરીથી જુદાં થઈ જશું. ફરીથી લગ્ન વગર બંને સાથે રહેવાં લાગ્યાં. બંનેએ નક્કી કર્યું કે એક-બીજાના અણગમા સ્વીકારી લઇશું. વર્ષો વીતતા ગયા. અક વખત પત્નીએ કહ્યું કે, આપણે હવે જે જતું કરીએ છીએ એ પહેલાં કર્યું હોય તો? ડિવોર્સનો જે મામલો આવ્યો વ્યો હોત. પતિએ કહ્યું કે, તો કદાચ આપણે એક-બીજાને પૂરાં સમજી શક્યા હોત. અરે, એક-બીજાને નહીં, આપણે કદાચ આપણને ઓળખી શક્યાં હોત!

Email : kkantu@gmail.com
--

 


Blog : www.krishnkantunadkat.blogspot.com

__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 2 photo(s) from this topic.
11 MAY 2016 33a.jpg 33a.jpg

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment