Tuesday, 5 April 2016

[amdavadis4ever] સૂના થા કભી પ્યા ર મરતા નહીં હૈ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"મૈં ચાહતી હૂં એકબાર ઉસે ઘર લે આઓ. શર્મિલા ટાગોર વિખરાયેલા વાળ સાથે, અડધા ભૂંસાયેલા ચાંદલા સાથે કહે છે.

"ક્સિે ? સંજીવકુમાર પૂછે છે.

"વહી, જિસે તુમ પ્યાર કરને લગે હો. શર્મિલા ટાગોર જવાબ આપે છે, "અપના બાબલા ક્સિી લડકી સે શાદી કરને લગે તો ક્યા તુમ મિલના નહીં ચાહોગે ઉસ લડકી સે ? આ જવાબમાં ક્યાંય વ્યંગ નથી. નિર્દોષ સ્નેહ છે.

"ક્યા મૈં ઔર બાબલા એક હૈ ? સંજીવકુમાર, એક પતિ ચિડાઈ જાય છે.

"નહીં હૈ ? પત્નીના સવાલમાં હજીયે એ જ નિર્દોષ અને અપેક્ષારહિત સ્નેહ છે, શર્મિલા ટાગોર કહે છે, "વો ક્યા જાનતી હૈ તુમ્હે ? યે, જો તુમ્હે ટાઇ લગાના પસંદ નહીં, ઘરમેં બિખરે બિખરે રહતે હો, હિસાબ સે ચિડ હૈ તુમ્હે ઔર ક્સિી ચીઝ કે લિયે બાર બાર કહના પડતા હૈ... પતા હૈ ઉસે ? એક ઝિમ્મેદાર ઓફિસર કો દેખકર ક્યા વો જાન ચૂકી હૈ તુમ્હે ?

'ગૃહપ્રવેશ' નામની ફિલ્મ બાસુ ભટ્ટાચાર્યની ત્રીજી ફિલ્મ હતી. અમર અને માનસીનાં બે પાત્રોનું સર્જન કરીને એમણે ત્રણ ફિલ્મો બનાવી. પહેલી 'અનુભવ', જેમાં તનુજા અને સંજીવકુમાર હતાં, બીજી 'આવિષ્કાર', જેમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર હતાં અને ત્રીજી 'ગૃહપ્રવેશ', જેમાં શર્મિલા ટાગોર અને સંજીવકુમાર હતાં. આ ત્રણેય ફિલ્મો અર્બન લગ્નોની વાત કરે છે. લગ્નવિષયક સંબંધો - લગ્નેતર સંબંધો સ્રી-પુરુષની મૈત્રી અને લગ્ન, પ્રણય અને પરિણય જેવા વિષયને લઈને ઝીણા ઝીણા તાણાવાણા ગૂંથીને બાસુ ભટ્ટાચાર્યએ લખેલી - નિર્દેશિત કરેલી આ ફિલ્મો ભારતીય સિનેમાનાં ઉત્તમ ચિત્રપટોમાં ગણી શકાય.

ઑફિસમાં મોટી પોસ્ટ પર કામ કરતો એક પતિ, એક ગૃહિણી અને ઑફિસમાં જોડાયેલી એક નવી છોકરી... આ ત્રિકોણ સામાન્ય રીતે આપણે બધે જ જોઈએ છીએ. પતિ પોતાની પત્નીને ભાગ્યે જ ઑફિસ લઈ જાય છે અને ઑફિસને ભાગ્યે જ ઘરમાં લઈ આવે છે. કેટલાક પતિ તો પોતાના બિઝનેસની વાતો કે સિક્રેટ્સ, રોજિંદા જીવનની બાબતો કે ઘટનાઓ પત્ની સાથે શૅર કરવામાં 'બાયલાવેડા' સમજે છે! 

વર્ષો સુધી ઘરમાં રહેલી, ઘરને જ પોતાની દુનિયા અને રસોડાને રાજધાની બનાવીને જીવી ગયેલી સ્રી જાણતી નથી કે પતિની ઑફિસમાં શું ચાલે છે, કોણ કામ કરે છે, પતિના કોની સાથે કેવા સંબંધો છે ને અચાનક એક દિવસ જો એને ખબર પડે કે લગ્નજીવનના બે દાયકા પછી પતિ કોઈ બીજી સ્રીને પ્રેમ કરવા લાગ્યો છે, જે યુવાન છે, સુંદર છે, કમાતી અને બુદ્ધિશાળી છે તો એના પગ નીચેથી એની જમીન અને માથા પરથી આકાશ સરકી જાય એ સ્વાભાવિક છે. મોટા ભાગની સ્રીઓ આવી સ્થિતિમાં બેબાકળી થઈને ઝઘડવા લાગે, કકળાટ કરી બેસે, જાસૂસી કરે કે સગાંવહાલાંને ફરિયાદ કરે. પતિની દરેક અવરજવર પર નજર રાખે, ફોન તપાસવા માગે અથવા ક્યારેક 'એ' ત્રીજી વ્યક્તિને-

સ્રીને મળવાનો પ્રયત્ન કરે, કરગરે... પતિને 

પોતાના સમર્પણની, વીતેલાં વર્ષોની દુહાઈ આપીને બ્લેકમેઇલ કરે. ને આ બધું સ્વાભાવિક છે, થઈ જ શકે. 'ગૃહપ્રવેશ' ફિલ્મમાં પહેલી વાર આવી પરિસ્થિતિનો એક નવો અપ્રોચ આવી પરિસ્થિતિ સાથે કેવી રીતે કામ પાડી શકાય એની એક નવી દિશા ઉઘાડી આપી.

ગૃહપ્રવેશ સામાન્ય રીતે આપણે નવી પરણેલી વધૂનો કરાવીએ છીએ, પરંતુ એ મકાનપ્રવેશ હોય છે. ઘર કોઈ એડ્રેસ નથી. ઘર કોઈ પાસપોર્ટ, રેશનકાર્ડ કે ચૂંટણીકાર્ડમાં લખાતો સરનામાનો પુરાવો નથી. ઘર ફીલિંગ છે - ઘર અસ્તિત્વની ઓળખ છે. ઘર સલામતી છે - ઘર પરિવાર છે... ને જે સ્રી પોતાના પરિવારનું, પોતાના ઘરનું, પોતાના સંબંધનું બેકબોન (કરોડરજ્જુ) બની શકે છે એ સ્રી પોતાના લગ્નજીવનને વિખરાતું બચાવી શકે છે. એ ફિલ્મનું એક ગીત, "પહેચાન તો થી, પહેચાના નહીં... મૈંને અપને આપકો જાના નહીં પણ પોતાની ઓળખનું એક સુંદર ગીત છે.

ઘરની બહાર રહેતો અને સતત વ્યવસાયમાં ડૂબેલો રહેતો પતિ કદાચ એકાદ પગથિયું ચૂકી જાય તો પડી જવા માટે એને સજા નહીં કરવી એ સૌથી મોટી સજા નથી ? પડેલી વ્યક્તિને એ કેમ પડી, પડવાથી શું શું નુક્સાન થયું અને શું તૂટ્યું, હવે આગળ ઉપર શું થશે એવી સમજ આપવાને બદલે કે સવાલ પૂછવાને બદલે હળવે રહીને, થોડાક નીચે નમીને, બાવડેથી પકડીને, ઊભા કરીને, સહેજ ખંખેરીને પોતાની સાથે ફરી એક વાર ચાલવા માટે તૈયાર ન કરી શકાય ? આ સવાલ માત્ર સ્રીને નથી પૂછવાનો, આ સવાલ હવેના સમયમાં પુરુષને પણ પૂછવો પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. વ્યવસાય કરતી, કામ કરતી સ્રી માટે પણ હવે લગ્ન બહારનો સંબંધ થઈ જવો બહુ અશક્ય બાબત નથી.

આપણે બધા જ લગ્ન તૂટવા માટે ત્રીજી વ્યક્તિને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ ત્રીજી વ્યક્તિ તો ત્યારે દાખલ થાય છે, જ્યારે બેની વચ્ચે ત્રીજી વ્યક્તિ માટે એટલી સ્પેસ - એટલી જગ્યા ઊભી થાય. આ સ્પેસ કોણે ઊભી કરી ? બેમાંથી કોણ દૂર ગયું ? બેમાંથી કોને કારણે આ ડિસ્ટન્સ અને ડિસ્ટબન્સ ઊભું થયું એની ચર્ચામાં સમય વેડફવાને બદલે તિરાડ જેટલી ઝડપથી પૂરી શકાય એટલી ઝડપથી નુક્સાન રોકી શકાય છે. 

લગ્નેતર સંબંધ સામાન્ય રીતે, સર્વે, આંકડા અને અભ્યાસ મુજબ વધુ પ્રમાણમાં પુરુષોના હોય છે. હવે સવાલ ઊભો થાય છે કે જો પુરુષો લગ્નેતર સંબંધ બાંધે છે તો એ બાંધે છે કોની સાથે ? સ્રી સાથે ને ? કોણ છે આ સ્રીઓ ? સામાન્ય રીતે, ફરી એક વાર અભ્યાસ, આંકડા અને સર્વે મુજબ આ સ્રીઓ કુંવારી, પ્રમાણમાં યુવાન, વિધવા કે ડિવોર્સી જોવા મળે છે. એમને માટે એક મોટી પોસ્ટ પર કમાતો અને પરિણીત પુરુષ પ્રમાણમાં સલામત સંબંધ છે. એ પુરુષ અંતે એના ઘેર જવાનો છે, જવાબદારી નથી અને છતાં જવાબદારી લેશે - આવી માન્યતા સાથે અર્બન એક્સ્ટ્રા મેરિટલ - શહેરી લગ્નેતર સંબંધ બંધાતા હોય છે. 

પુરુષ પ્રકૃતિએ જ થોડો વિચરતી સ્પીશીસ છે. પોલિગેમસ હોવું એ પુરુષની પ્રકૃતિ સાથે જોડાયેલું છે. એક સિંહને અનેક સિંહણ, એક મોરને અનેક ઢેલ, એક વાંદરાને અનેક વાંદરીઓ કે એક રાજાને અનેક રાણીઓ આપણા સમાજમાં કદી આઘાત કે આશ્ર્ચર્યથી જોવાયા નથી.

કાયદાએ સ્રીને સંરક્ષણ આપ્યું અને એક પત્નીત્વનો કાયદો દાખલ થયો. કાયદો કાગળ પર હોય છે, પરંતુ એનો અમલ એ અંગત બાબત છે... એટલે, લગ્નેતર સંબંધને અટકાવી શકાય - પરંતુ ફક્ત ભૌતિક રીતે, માનસિક રીતે અટકાવવો શક્ય નથી.

કકળાટ કરવાથી, લડવા-ઝઘડવાથી, જાસૂસી કરવાથી, કરગરવાથી, વડીલોને વચ્ચે નાખવાથી કે આપઘાત કરવાનો પ્રયાસ કરવાથી, શરાબી થઈ જવાથી આવી સમસ્યાનો ઉકેલ આવે છે એમ માનતા લોકોએ એક વાર 'ગૃહપ્રવેશ' નામની ફિલ્મ જોવી જોઈએ. દીપ્તિ મિશ્રની પંક્તિઓ બહુ ઇન્ટ્રેસ્ટિંગ છે:

"સુનાથા કભી પ્યાર મરતા નહીં હૈ, જો મરતા નહીં હૈ તો જાતા કહા હૈ ?

યહાં હૈ, વહાં હૈ, ન જાને કહાં હૈ, મુઝે યે બતાને કી કોશિશ ન કરના

કિ ખુશબૂ હૂં, મુઝકો મહેસૂસ કરના, કભી મુઝકો પાનેકી કોશિશ ન કરના.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment