Tuesday, 5 April 2016

[amdavadis4ever] નકારાત્મક વિચારો મનની શાંતિને ડહ ોળી નાખે છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોને ખબર કેમ પણ આજ સવારથી જ શૈલાબહેન ખૂબ અકળાયેલા હતાં. ઘરનાં કોઇ કામમાં એમનું ચિત્ત ચોંટતું ન હતું. કામવાળી બાઇ સહેજ મોડી આવી તો એને ધમકાવી નાખી. બાઇ ઘણીવાર કામ પર મોડી આવતી ત્યારે શૈલાબહેન કદી ય એને ઠપકો આપતાં નહીં. પણ હેતથી એને કહેતાં, 'હોય કોઇવાર મોડું ય થઇ જાય, મારે ક્યાંય બહાર જવાનું નથી હોતું, માટે તારે અધ્ધર જીવે દોડાદોડ કરીને નહિ આવવાનું! પરંતુ આજે તો મનમાં ન હતી એટલી કડવાશ અને તોછડાઇથી કામવાળી બાઇને વઢી નાખી. કામવાળી સ્તબ્ધ થઇ ગઇ, કંઇપણ બોલ્યા વગર એના કામે વળગી. શૈલાબહેન રસોડામાં ગયાં. શૈલાબહેન શાક વઘારતાં હતાં અને ટેલિફોનની ઘંટડી વાગી. તરત ગૅસ બંધ કરીને એ દોડ્યાં, ટેલિફોન લીધો તો સામા છેડે કોઇ સેલ્સગર્લ 'મેમ' કહીને બોલવા જતી હતી ત્યાં શૈલાબહેનને ખ્યાલ આવી ગયો કે આ સેલ્સ ગર્લ છે તો સખત શબ્દોમાં એને ધમકાવીને ફોન મૂકી દીધો.

શૈલાબહેનના પતિ રજતભાઇ પત્નીનો ઉકળાટ અને તોછડું વર્તન જોઇ રહ્યા હતા, પત્નીને શાંત પાડવા એ બોલ્યા, જાણી જોઇને તો કોઇ તારો સમય નથી બગાડતું, એ બિચારી નોકરી કરે છે, એની વાત તેં શાંતિથી સાંભળી હોત તો!

પતિની વાત સાંભળીને શૈલાબહેન મોટો ઘાંટો પાડીને કર્કશ અવાજે બોલ્યાં, 'આ ઘર છે, ઘરમાં છપ્પન કામ હોય ત્યારે શાંતિથી વાત સાંભળવાનો મને વખત ના હોય.' સમજ્યાં?

રજતભાઇ કાંઇ ના બોલ્યા, પણ શૈલાબહેનને એમના પોતાના જ શબ્દો કાનમાં પડઘાયા અને એમને નવાઇ લાગી કે પોતે કેમ આવા અવિવેકી અને તોછડાં થઇ ગયાં છે? એમના બોલવા ચાલવામાં આવો અવિવેક ક્યારેય નથી દેખાયો. ક્યારેય એ અસભ્ય નથી બન્યા. કોઇએ એમની અવગણના કરી હોય કે અન્યાય કર્યો હોય ત્યારે ય એમણે મિજાજ નથી ગુમાવ્યો. પોતાની જીભથી શું, આંખોથી ય કોઇના પ્રત્યે કડવાશ નથી દાખવી. એમનો અવાજ ક્યારેય ઉગ્ર નથી થયો. મોંમાં કટુ શબ્દ નથી આવ્યો તો આજે ક્યાં ગઇ એ સભ્યતા? સવારથી જ એ અવિવેકી થઇ ગયાં છે? સંસ્કારીપણાનું શું માત્ર આવરણ જ હતું કે જે આજે સરી પડ્યું છે?

રજતભાઇ તો મૌન જ છે, પણ વિચારશીલ શૈલાબહેને પોતાના મનનું પૃથ્થકરણ કરવા માંડ્યું. કેમ આજે એમનામાં આટલી બધી કડવાશ છે? ચીડ, રોષ, ગુસ્સો, અકળામણ, તિરસ્કાર જેવા ભાવ તેઓ ક્યારેય એમનાં હૃદયમનમાં પ્રવેશવા નહતાં દેતાં, પરંતુ આજે તો તદ્દન તુચ્છ ભાવોએ એમનાં મન, મસ્તકનો કબજો લઇ લીધો છે. તેઓ વગર કારણે ગુસ્સો કરે છે. અને કેમ અકળાય છે. શું થઇ ગયું છે એમને? ક્યાં ગઇ એમની સ્વસ્થતા અને પ્રસન્નતા?

શૈલાબહેન ભયભીત થઇ ગયાં કે શું આ કોઇ માનસિક રોગની શરૂઆત છે? આજ સુધીનું વાંચેલું અને ચિંતન તથા મનનથી પ્રાપ્ત કરેલું એમનું શાણપણ ક્યાં ગાયબ થઇ ગયું? આજે કેમ તેઓ નિસહાયતા અને એકલતા અનુભવે છે? કોને ખબર કેમ હમણાં હમણાંથી સમગ્ર જીવનમાં આજ સુધી પોતે શું શું ગુમાવ્યું, કયારે કોણ છેતરી ગયું, કોણે વિશ્ર્વાસપ્રેરક વચનો કહીને દ્રોહ કર્યો એવું બધું જ યાદ આવે છે અને મન નિર્વેદથી સુન્ન થઇ જાય છે અથવા તો ગુસ્સાથી તપી ઊઠે છે. આજ સુધી તો એ બુલંદપણે કહેતાં હતાં કે જે થઇ ગયું એ થઇ ગયું, કોણે દર્ગો કર્યો એ ભૂલી જવાનું, આપણે કરેલી ભૂલ કે જે ગુમાવ્યું એ બધું ભૂલી જવાનું અને નવેસરથી જીવવા માંડવાનું, શૈલાબહેન દૃઢપણે માનતાં હતાં કે પોતે ભૂતકાળને યાદ નથી રાખતાં, ભવિષ્યની ચિંતા નથી કરતાં, એ વર્તમાનમાં જ જીવે છે પોતાને નુકસાન કરનારને એ સાહજિકતાથી માફ કરી દે છે અને તેથી તો એ સદાય પ્રફુલ્લિત રહે છે, તો હવે ક્યાંથી આટલી બધી નકારાત્મકતા ઊભરાઇ આવી છે? ક્યાં ગયો એમનો સ્નેહભર્યો ઉદાર સ્વભાવ? ક્યાં ગઇ એમની સરળતા? ક્યાં ગઇ એમની પ્રસન્નતા? 

આજે શૈલાબહેનને પોતાના વિશે ચિંતા થઇ, શું કરું, હું શું કરું તો મારું મન સ્વસ્થ અને તંદુરસ્ત બને? આમ એ ભીતરમાં વલોવાતાં હતાં. ત્યાં ભીતરમાંથી એક સૌમ્ય સ્નેહભીનો અવાજ સંભળાયો, 'જાગ્રત માણસે પોતાનાં હૃદયમનની સભાનપણે કાળજી લેવી જોઇએ. ક્યાંયથી નકારાત્મક વિચાર મનમાં પેસી ન જાય એની કાળજી લેવી જોઇએ. તમારાં હૃદયમન જીવંત રાખશો તો જ વિકાસ સાધી શકશો. કોનો આ અવાજ ? નાનપણથી શૈલાબહેનમાં કોણે આ સંસ્કાર સિંચ્યા હતાં? કોણે એમને આશાવાદી થવાની શીખ આપી હતી? કોણ એમને અવારનવાર કહેતું હતું કે નિરાશાથી દૂર રહો. કોણ કહેતું હતું કે ઊગતા સૂરજ સામે જુઓ અને ઉજ્જવળ બનો! એ અવાજ હતો શૈલાબહેનનાં બા અને બાપુજીનો. શૈલાબહેનનાં બા એવાં નાના ગામમાં જન્મેલાં હતાં કે ત્યાં નિશાળ ન હતી. ચોપડી તો તેઓ પરણીને શહેરમાં આવ્યાં ત્યારે જોઇ. તેઓ કહેતાં ક્યારેક તેઓ આઠ દસ પુસ્તકો એક સાથે જુએ તો ચક્તિ થઇને જોયા જ કરતાં ક્યારેક પુસ્તકને સહેજ સ્પર્શી લેતાં અને કોઇ પવિત્ર ચીજનો સ્પર્શ પામ્યાં હોય તેમ પ્રફુલ્લિત થઇ જતાં.

શૈલાબહેનનાં આ બા શૈલાબહેનને કહેતાં, "તું તો કેટલી બધી નસીબદાર છે તને વાંચતા આવડે છે, જેને વાંચતા આવડે એને કોઇ દુ:ખ જ નહીં. પુસ્તક તો પવિત્ર ચીજ છે તું એને હાથમાં લઇને ઉકેલી શકે છે, તું કદી દુ:ખી નહિ થાય. શૈલાબહેન કહેતાં," બા, કેટલાય માણસોને વાંચતા આવડે છે તો ય દુ:ખી દુ:ખી હોય છે, માટે તમે એવું ન માનશો કે વાંચતા આવડે એને દુ:ખ ના પડે. "અરે દીકરી, આ ચોપડીઓમાં જ્ઞાન હોય, જેને વાંચતા આવડે એ જ્ઞાની બને અને જ્ઞાનીને દુ:ખ ના હોય. શૈલાબહેનનાં બા ખૂબ શ્રદ્ધાપૂર્વક જ્ઞાનનો મહિમા કરતાં. આવી સમજ બામાં ક્યાંથી 

ખીલી હતી? શૈલાબહેન પૂછતાં તો બા મલકાતા મુખે કહેતાં, "તારા બાપુજીએ મને બધું વાંચી સંભળાવ્યું છે, અને તેઓ કદી જુઠું ના બોલે. જોને ગમે તેવી મુસીબત આવે એ કદી ગભરાય છે? એમનો માર્ગ એ જાતે કાઢે છે. 

શૈલાબહેનનાં બાપુજીનો જન્મ અંતરિયાળ ગામડામાં, તદ્દન ખાલી ઘરમાં થયેલો. એમના પિતાજીનો ચહેરો ય એમને યાદ ન હતો. તેઓ ત્રણેક વર્ષના હતા ને એમના પિતાજીનું અવસાન થયેલું. એ નવ વર્ષના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું. ત્યારથી શૈલાબહેનના પિતાજીના જીવનમાં પ્રચંડ સંઘર્ષનો પ્રારંભ થયો હતો. કોઇ જ ઓથ નહતી. કોઇનો વત્સલ હાથ માથા પર ન હતો, જ્યાં ત્યાંથી અપમાન અને અવગણના મળતાં. નિષ્ફળતાનો ય બેસુમાર માર એમણે ખમ્યો છે, પણ એમના સ્વભાવમાં જરાય કટુતા નહિ, નિરાશા નહિ, ઉદાસીનતા નહિ, જ્યારે જુઓ ત્યારે ઉત્સાહથી ઊભરાતા અને પ્રેમથી છલકાતા હોય.

કોઇ સગું સંબંધી એમને દગો દે, છેતરીને ગેરલાભ ઉઠાવે ત્યારે ય તેઓ બોલે, 'કંઇ વાંધો નહિ, ગયા ભવનું માગતો હશે તો લઇ ગયો. આપણે ફરીથી મહેનત કરીશું! બની ગયેલા એ અપ્રિય બનાવની ચર્ચા કરીને તેઓ ઘરનું વાતાવરણ કલુષિત ન કરે કે મનમાં ય કડવાશ ન ઘૂંટે. નિષ્ફળતા કે નિરાશાના આવા સમયે તેઓ બહાર ખુલ્લામાં બેસીને પુસ્તક વાંચતા. એ વાંચે અને શૈલાબહેનનાં બા એકચિત્તે સાંભળે. શૈલાબહેનનાં બા બાપુજી પોતાનાં મનની કાળજી સભાનપણે લેતાં અને તે માટે શ્રેષ્ઠ સાહિત્યનો સંગ કરતા. સાધુસંતોની વાણીનું મનન અને રટણ કરતાં અને આચરણમાં મૂકતા. 

ઘરમાં પણ એમની બેઠક બારી પાસે જ હતી. એ વિશાળ બારીમાંથી દૂર દૂર સુધી આકાશ દેખાતું, આકાશમાં ક્યાય દીવાલ નહિ, અંતરાય નહિ. આકાશ જુએ ને બાપુજી કહેતા! "જુઓ આપણે મુક્ત મને આકાશમાં ઊડવાનું છે, ક્ષિતિજની ય પેલે પાર પહોંચવાનું છે.આકાશની અસીમતા એમને આનંદ ઉમંગથી ભરી દેતી. 

એમના આંગણામાં ચોપાસ હરિયાળી જ હરિયાળી હતી. મોગરો, જાસુદ, જુઇ, જાઇ, ચંપો, પારિજાતક, બોરસલ્લી, બકુલ અને ગુલમહોરનાં વૃક્ષો મનને હરિયાળું બનાવી દેતાં. 

શૈલાબહેનનાં બાપુજી કહેતાં, "આ કુદરત જુઓ, એ આપણને તાજગીસભર રાખે છે. પાનખરમાં બધાં પાંદડા ખરી જાય છે તો ય આ ઝાડવાં કેવાં ટટ્ટાર ઊભાં રહે છે. પાનખર જાય અને પાછળ જ વસંત.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment