Monday, 4 April 2016

[amdavadis4ever] જેની પાસે ત્રણ વસ્તુ હોય એને સ ાધુ કહેવાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક, વેદ ભલે ન હોય પણ વેદિકા હોય એનું નામ સંત. બહુ જ ટૂંકું વાક્ય છે. કબીર સાહેબ પાસે વેદ ભલે ન હતો, પણ વેદિકા હતી. ગંગાસતી પાસે વેદ ન હતો, વેદિકા હતી. મધ્યકાલીન કેટલા સંતોને તમે લઈ લો. વેદનો મહિમા અતુલનીય છે, વેદ એ વેદ છે, વેદ આપણો વિશ્ર્વાસ છે, પણ કદાચ આપણે ગામડાંમાં રહેનારાં આપણી પાસે વેદ ન હોય. પણ જો 'વેદિકા' હોય તો એને હું 'સંત' કહું છું. અને હું જ શા માટે? કબીરને આખા સમાજે 'સંત' કહ્યા. અને સાહેબ, આપણી પાસે વેદ હોય પણ સંવેદન ન હોય તો? કબીર પાસે ભલે વેદ નથી, પણ સંવેદન પર્યાપ્ત છે. સાહેબ, સંવેદના ન હોય તો આકાશમાં કડાકા-ભડાકા થાય તો ન સંભળાય અને સંવેદના હોય તો કીડીના પગનું ઝાંઝર પણ સંભળાય! 

આપણી પાસે આગમ-નિગમ હોય એ આપણું ઐશ્ર્વર્ય છે.

ક્યારેક ક્યારેક નાનાં-નાનાં બાળકો પાસે વેદ નથી હોતો, પણ વેદિકા બહુ જ હોય છે. 'અ ભવશહમ ફક્ષમ વશત વયફિિ'ં આવી એક નાનકડી વાર્તા છે. પાંચ વર્ષના એક બાળકને હાર્ટની બીમારી છે. એનાં મા-બાપ ગરીબ છે. એક હોસ્પિટલમાં એને ભરતી કરવામાં આવે છે અને બહુ જ વિદ્વાન ડોક્ટર એની તપાસ કરે છે. એના પરીક્ષણમાં એવું આવ્યું કે એને હાર્ટમાં બહુ જ ખરાબી છે. ઓપરેશન કરવું પડશે. એના મા-બાપ કાંપે છે. ડોકટરે આશ્ર્વાસન આપ્યું કે આ હોસ્પિટલમાં તમારે બહુ ચાર્જ નહીં આપવો પડે.

જે દેશમાં શિક્ષણ અને આરોગ્ય ધંધો બને એ દેશ વિકાસ કરી શકે, પણ વિશ્રામ ન લઈ શકે. ત્રણ વસ્તુ બિલકુલ વિનામૂલ્યે આદર સાથે જગતને મળવી જોઈએ- રોટી, શિક્ષા અને ઉપચાર.

ડોક્ટરે બહુ જ હિંમત આપી. બીજા દિવસે સર્જરી કરવાની હતી. પછી બાળકને ડોકટરે કહ્યું કે, 'બેટા! તું તો હિંમતવાળો છોકરો છે. તારા હૃદયનું ઓપરેશન કરવું પડશે.'

બાળક બહુ ઉમંગમાં આવીને બોલ્યો, સાહેબ! 'તમે મારું હૃદય ખોલશો એટલે તમને ભગવાનનાં દર્શન થશે.' સમાજમાં આ જરૂરી છે. વેદમાં તો દર્શન છે જ, પણ કોઈના દિલમાં થાય. કારણ કે, 'ઇ઼ર્ફીં લમૃધુટળણળપ' વાંચીએ, સ્વાધ્યાય કરીએ, કથા સાંભળીએ અને છતાં છેલ્લા માણસ સુધીમાં પણ જો હરિનાં દર્શન ન થાય, તો વેદ છે પણ વેદિકા નથી!

બાળકનું આ વાક્ય ડોક્ટરને રાતે સૂવા દેતું નથી! બીજે દિવસે ઓપરેશન કર્યું. અને બહાર આવીને છોકરાનાં મા-બાપને કહ્યું કે બધું બરાબર છે, હવે સાંજ સુધી મારા નીચેના કર્મચારી છોકરાની દેખભાળ કરશે, હું રાતે સૂઈ શક્યો નથી એટલે હવે મારે આરામ કરવો છે.

ડોક્ટર આરામ કરવા જાય છે. હવે સ્વપ્ન ગણો તો સ્વપ્ન,આભાસ ગણો તો આભાસ; પણ એને 'હરિ' દેખાયો! વાર્તાલાપ થાય છે. ડોક્ટરને હવે સ્વસ્થ અવસ્થામાં પણ હરિનું એ જ રૂપ ઘૂમે છે. સાંજે બાળકની તપાસ કરવા જાય છે. બાળક પૂછે છે, 'ભગવાનનાં દર્શન થયાં?' ડોક્ટરની આંખમાં આંસુ આવ્યા. સાહેબ, 'મને ખૂબ સંતોષ થયો.' આટલું કહીને બાળક મૃત્યુ પામ્યો! ડોક્ટરે પોતાની ઓફિસમાં જઈને જોરજોરથી રડીને ઈશ્ર્વરને કહ્યું કે, હે ઈશ્ર્વર! આ બાળક તને વ્હાલું હતું તો એને નાની ઉંમરમાં આટલું બધું દર્દ કેમ આપ્યું, 'એનું મૃત્યુ કેમ થયું?' ત્યારે ભગવાને જવાબ આપ્યો,એ મને બહુ વ્હાલું હતું, 'પણ તારા પંખીને મારા તરફ લાવવા માટે મારી આ યોજના હતી.'

આ મને બહુ ગમે. હરિ હૃદયમાં જ રહે. અને એ હૃદયની સંવેદના જેની પાસે હશે એની પાસે વેદ હોય તો સોનામાં સુગંધ,પણ ન હોય તો પણ એ સાધુ છે.

બીજું,સાધુ એટલે એ કે જેની પાસે ભૂમિ ન હોય,પણ ભૂમિકા હોય. ભૂમિ જરાય ન હોય. આશ્રમ,જગ્યા એ બધું હોય ખરું,પણ એમાં એને જરાય રુચિ ન હોય.

તો બાપ,ભજનાનંદનો ભોગ. અને સાહેબ,જ્યાં પણ હોય ત્યાં ભજન કોણ કરી શકે? જેને કેવળ અને કેવળ પરમાત્માના ચરણમાં લગની લાગી હોય.

હું આપને નિવેદન એ કરતો હતો કે,અયોધ્યા એ વિશાળ ભૂમિ તો છે જ,પણ સાધકો માટે એ માત્ર ભૂમિ નથી,ભૂમિકા છે. જ્યાં કોઈનું દિલ દુભાવવામાં ન આવે એવી ભૂમિકાનું નામ અયોધ્યા છે. આવી જેની હૃદયની ભૂમિકા હશે એ ગમે ત્યાં ભજન કરી શકશે.

તો, સંતમાં વેદ ભલે ન હોય,પણ વેદિકા હોય,ભૂમિ ભલે ન હોય,પણ ભૂમિકા હોય અને જેની પાસે કોઈ પદ ન હોય પણ કોઈની પાદુકા હોય. આ સંતનું લક્ષણ. સાધુઓને કોઈ પદ નહીં,પ્રતિષ્ઠા નહીં,એની પાસે કોઈની પાદુકા હોય છે. પદ કરતાં પાદુકા મહાન. સાધુઓ પાસે પાદુકા હોય. 

તો બાપ, સંતસમાજની આપણી ચર્ચા ચાલે છે. સંતને ઓળખી શકો એ માટેનાં નજીકનાં સૂત્રો છે. કોઈ પદ નથી. ભરતે શું લીધું? પદ ન સ્વીકાર્યું,પાદુકા સ્વીકારી. અને તેથી એ ભગત-શિરોમણિ છે. એક વસ્તુ,પાદુકા કોઈ દિવસ લઈ શકાતી નથી,એ કોઈની કૃપાનું ફળ છે. અને તેથી મારા સાવધાન ગોસ્વામીજી બહુ સમજીને પંક્તિ લખે છે.

પ્ધૂ ઇંફિ ઇંૈક્ષળ ક્ષળર્રૈમફિં ડધ્વિિં લળડફ ધફટ લલિ ઢફિ બધ્વિિ॥

તો,પાદુકા એટલે બે અક્ષર- 'રા' અને 'મ'. મૂળ વાત માટે એ કહેવી હતી કે, 'પદ નહીં,પાદુકા', વેદનો સંપૂર્ણ સ્વીકાર કરીને વેદિકા તરફ ગતિ,ભૂમિ નહીં ભૂમિકા. આ સંતસમાજનાં લક્ષણો છે.

જેની આંખોને આપણે જોઈએ તો વાસના ન દેખાય,પણ ઘેઘૂર ઉપાસના દેખાય. 'ઘેઘૂર' શબ્દ વાપરું છું,એની આંખમાં એક એવી છાયા હોય કે એમાં પાનખર ન આવી હોય. આપણને એમ લાગે કે આવી આંખ જેવી બીજી કોઈ આંખ નથી. શિષ્યોને તો એના ગુરુની આંખ ઊઘડે ત્યારે જ સવાર હોય છે.

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment