Monday, 4 April 2016

[amdavadis4ever] નિખાલસતાની કડક સ્ટાર ્ચ કરેલી ક ફની હેઠળ ઢ ંકાયેલું દ ંભનું કાણા ંવાળું ગંજ ી (તડકભડક)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવનની દરેક નીતિનું, જીવનના દરેક મૂલ્યનું મહત્ત્વ સાપેક્ષ છે. તમારી આસપાસના વાતાવરણમાં જે સ્વીકાર્ય છે એ જ નીતિમૂલ્યો તમારા જીવનમાં વણાઈ જાય છે. કોઈકના ખેતરમાં ઘૂસીને ચીભડું ઉઠાવી લેવું તમારે મન અપ્રમાણિકતા હશે જ્યારે આફ્રિકાના જંગલમાં રહેતા આદિવાસીને મન એ સાહજિકતા હોઈ શકે છે. દુકાનનો ઓટલો લંબાવીને માથે છજું બાંધી લેવાનું કૃત્ય તમારા કેસમાં એન્ક્રોમેન્ટ ગણાશે, જ્યારે હિમાલયમાં સાધના કરવા માટે કોઈપણ જગ્યાએ ઝૂંપડું બાંધી લેતા સાધુ માટે સબ ભૂમિ ગોપાલ કી છે. ત્યાં જઈને તમે સાધુને સરકારી જમીન પર અતિક્રમણ કરવા બદલ નોટીસ ન આપી શકો, એ સરકારી જમીન હોવા છતાં અને દુકાનવાળા કેસમાં તમને નોટીસ મળે ત્યારે તમે જવાબમાં સબ ભૂમિ ગોપાલ કી ન ઔકહી શકો.
કેટલાંક સદ્ગુણો ઓવરટેડ હોય છે. નાનપણથી જ એને બઢાવી ચઢાવીને મગજમાં રોપવામાં આવે છે. સત્ય આવો જ એક સદ્ગુણ છે. કામનો, પરંતુ જરાક ઓવરહેટેડ તમે એક વ્યક્તિ સમક્ષ અસત્ય બોલો એની સાથમાં અને દેશનો વડો પ્રધાન સમગ્ર પ્રજા સમક્ષ એ જ કક્ષાનું અસત્ય બોલે (જો બોલે તો) બોલે એની સજામાં જમીન-આસમાનનો તફાવત હોવો જોઈએ. કમનસીબે, બેઉ અસત્યોને આપણે એક જ ત્રાજવે તોળીએ છીએ. ગાંધી-વિચારોમાં જડબેસલાક માન્યતા ધરાવનારાઓને તો આ વાત નહીં જ ગમે, ગાંધીજીના નામે ચરી ખાનારાઓને પણ આ વાત નહીં ગમે. જો કે, આ બીજા પ્રકારના લોકોની ઝાઝી ચિંતા નથી કરવાની. પહેલા  પ્રકારના લોકોની જેઓ સંનિષ્ઠ છે એમની, ફિકર જરજૃર હોઈ શકે. દુનિયા આખીના બધા જ લોકો ચોવીસે કલાક બધી જ બાબતોમાં સત્ય જ બોલવાનું નક્કી કરે અને પૂર્ણ સત્ય સિવાય બીજું કશું જ ઉચ્ચારે તો દુનિયાનો કારભાર કેવોક થઈ જાય? એક આખી નવલકથા લખી શકાય એવી કલ્પનાસૃષિટિ રચાય. માનવીય સંબંધોથી માંડીને રોજબરોજના વ્યવહારો તથા ધંધા રોજગારની દુનિયા પર કેવી અને કયાં કયાં અસરો પડે? આને સૌથી મોટીવાતઃ એવી દુનિયામાં રહેવાનું તમે પસંદ કરો? હા પાડતાં પહેલાં બે વાર વિચાર કરજો. અપાર જુઠ્ઠાણાંવાળી દુનિયામાં જીવવાં કરતાં સો ટચના સત્યથી ચાલતી દુનિયામાં રહેવું વધારે કપરું હશે. એક જ ઉદાહરણ લો. તમારી સૌથી નિકટની વ્યક્તિ તમને તમારા વિશેના એના તમામ વિચારો પૂર્ણ નિખાલસતાથી કહી દે અને તમે પણ સામે એવો જ વ્યવહાર રાખો તો તમારો એ સંબંધ ક્યાં સુધી ટકે? જાત સાથેની સો ટકા પ્રમાણિકતા આ જવાબ આપવા માટે જરૂરી.
માત્ર સત્યવાદી હોવાને કારણે તમે સો ટકા સજ્જન બની જાઓ છો એવું નથી. ક્યારેક ખોટું બોલી લીધા પછી કે સત્યને છૂપાવવાની કોશિશ કરવાથી તમે સો ટકા દુર્જન બની જાઓ છો એવું પણ નથી. સત્ય વિશેની વાત આગળ વધારતાં પહેલાં બે મુદ ગાંધીજીએ આત્મકથામાં ઢાંકી રાખેલા સત્ય વિશે કહેવાના છે. આ મુદ ઊભા કરીને મુદલેખ આશય ન હોય કે ગાંધીજીની સત્યનિષ્ઠા વિશે પામર જીવ આંગળી ચીંધે.બતાવવાનું માત્ર એ જ છે કે ગાંધીજી જેવા ગાંધીજી પૂર્ણ સત્ય પ્રગટ ન કરતા હોય અને/અથવા ન કરી શકતા હોય તો ગાંધીજી ઉપરાંતને જેજે લોકોએ આત્મકથા લખી છે તેઓ તો કઈ વાડીના મૂળા. આ સૌની આત્મકથાઓમાં પણ 'બને ત્યાં સુધીજ સાચું લખાતું હોય છે અને નિખાલસતાની કડક સ્ટાર્ચવાળી કફની હેઠળ દંભનું ફાટેલું ગંજી ઢાંકી દેવામાં આવતું હોય છે. આ તમામ આદરપાત્ર મહાપુરુષવિદ્વાનોઅભિનેતાઓવૈજ્ઞાાનિકોસંતોસાહિત્યકારોરાજકારણીઓ અને ઈત્યાદિઓ જો સો ટકા સાચું ન બોલી શકતા હોય કે બોલવા ન માગતા હોય તો સામાન્ય માણસ રોજિદા વ્યવહારમાં સગવડ મુજબનું સત્ય બોલીને સંબંધો સાચવી લેતો હોય ત્યારે શા માટે બહુ મોટી આપે છે. આવવી જોઈએકેટલાંક માબાપને બાળક અન્ય કોઈ કુકર્મ કરે એના કરતાં એ જુઠું બોલે ત્યારે વધારે લાગી આવતું હોય છે. તું બધું જ કરજે પણ જુઠું કયારેય નહીં બોલતી (કે બોલતો) એવું કહેનાર માબાપને ખબર નથી હોતી કે દીકરી કે દીકરો ખરેખર એ સલાહને અનુસરવા જશે તને કેટલો મોટો અનર્થ થઈ જશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment