Monday, 4 April 2016

[amdavadis4ever] થોડી જગ્યા છોડી દ ેજો (કેલિડોસ્કોપ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડી જગ્યા છોડી દેજો

ઘણાં વર્ષ પહેલાં એક માણસને મળવાનું થયેલું. એ વ્યક્તિની ચોકસાઈ જોઈને અને ખાસ તો, એની ચોકસાઈ અને આયોજન વિષેની વાતો સાંભળીને હું બહુ જ પ્રભાવિત થયેલો. એક સામાન્ય શિક્ષક તરીકે જીવનની શરૂઆત કરનાર એ વ્યક્તિએ પોતાની આયોજનશક્તિ, ચોકસાઈ અને નિયમિતતાને કારણે જીવનમાં ઘણી જ પ્રગતિ કરી હતી. અમુક ચોક્કસ સમયે જ ઊઠવાનું; એમાં કાંઈ ભૂલચૂક થાય તો તરત જ ઉપવાસ કરી નાખવાનો. ચોક્કસ સમયે જ ચોક્કસ કામ કરવાનું,ચોક્કસ સમયે જ મુસાફરી કરવાની (લોકો પોતાની ઘડિયાળો મેળવી શકે એ રીતે) ચોક્કસ સમયે જ જમવાનું, ચોક્કસ સમયે જ કુટુંબ સાથે બેસવાનું, ચોક્કસ સમયે જ ચોક્કસ પ્રકારનો આનંદ કરવાનો. બધું જ ચોક્કસ અને વ્યવસ્થિત. 
બસમાં કે ટ્રેનમાં એકબીજા સાથે દબાઈને મુસાફરી કરવાની થાય તો માણસ અકળાઈ જાય છે. તેમાં હલનચલન વગેરેની મુશ્કેલી ઉપરાંત માનસિક રીતે પણ તે ત્રસ્ત થઈ જાય છે. તેના શરીરનું અને મનનું બંધારણ જ એવું છે કે, તેને અમુક મોકળાશની જરૂર પડે છે. એક ને એક વસ્તુ લાંબા સમય સુધી વાંચવાની હોયતો તે અકળાઈ જાય છે. પોતાનું પ્રિય ગીત પણ લાંબા સમય સુધી સાંભળવાનું હોય તો તેને કંટાળો આવે છે. અમુક સમયે તેને કશુંક જુદું જોઈએ છે. એના પાયમાં પણ થોડી મોકળાશની ઇચ્છા જ કામ કરતી હોય છે. જો એવી મોકળાશ ન મળે તો માણસનું ચિત્તતંત્ર અસ્થિર બની જાય છે. મોટા ભાગના ગાંડા માણસોની ગાંડા થયા પહેલાંની એક ફરિયાદ ઊંઘ વિશે હોય છે. વિચારો પણ અવિરત ચાલુ રહે તો નુકસાન કરે છે. મનને થોડી મોકળાશ મળે એટલા માટે જ, કદાચ, કુદરતે ઊંઘનું વરદાન આપ્યું છે. માણસની કોઈપણ પ્રવૃત્તિમાં વચ્ચે થોડી મોકળાશ, થોડી ખાલી જગ્યા, થોડો અવકાશ હોવાં જોઈએ. એનો કુદરત તરફથી થતો એ સંકેત છે. 
શહેરોની ઝૂંપટપટ્ટીનું જીવન તો ઠીક, પણ કબૂતરખાનાં જેવાં શહેરોનાં ફ્લેટોમાં વસનારાઓનું જીવન પણ અતિશય ત્રાસજનક હોય છે. વધુ પડતી ગિરદી ટેન્શન જન્માવે છે. શહેરોનો વિચાર કરતી વખતે સામાન્ય રીતે આપણે હવા કે પાણીના પ્રદૂષણનો વિચાર કરીએ છીએ, પરંતુ બીજી એવી મહત્ત્વની બે બાબતો- અવાજ અને ગિરદીને આપણે ભૂલી જઈએ છીએ. અવાજના પ્રદૂષણની અસર પણ એટલી જ ખરાબ હોય છે અને માનવીના શરીર તેમ જ મન માટે ગિરદી પણ એવું જ પ્રદૂષણ છે. શહેરોની બજારોમાંરેલ્વે-સ્ટેશનોમાં, બસ-સ્ટેશનોમાં વાહનોમાં માણસ આવી ગિરદીના પ્રદૂષણનો ભોગ બને છે. એ તો ઠીક, પણ અતિશય નજીક નજીક આવેલાં નિવાસસ્થાનોમાં વસનાર પણ એવાં પ્રદૂષણનો ભોગ બને છે. 
દરેક જીવંત પદાર્થ માટે કુદરતે પોતે કેટલીક મોકળાશની વ્યવસ્થા કરી છે. કેટલાક વૃક્ષ અને છોડના બીજને કુદરતે રૃંછાં આપ્યા છે. જેથી હવામાં ઊડીને તે બીજી જગ્યાએ પહોંચી શકે અને ત્યાં ફાલીફૂલી શકે. એક જ જગ્યાએ ગિરદી ન થઈ જાય એ માટે આવી વ્યવસ્થા લગભગ દરેક પ્રકારની વનસ્પતિ માટે કુદરતે વિચારી છે. કેટલીક વનસ્પતિનાં બીજ હવામાં ઊડીને તો કેટલીકનાં બીજ પાણીમાં તરીને દૂર દૂર પહોંચે છે. વડ જેવાં વિશાળ વૃક્ષો નજીક નજીક ઊગી ન શકે એટલે એનાં બીજ ઘણાં જ ઝીણાં અને વિપુલ સંખ્યામાં હોય છે અને પક્ષીઓ પોતાના ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તે પહોંચાડે છે. વડના ટેટામાં રહેલાં ઝીણાં બીજ પક્ષીની હોજરીની ગરમીથી શેકાઈનેતેના ચરક વાટે જ્યારે બહાર નીકળે છે ત્યારે ઊગવા માટે યોગ્ય બને છે. વનસ્પતિનો યોગ્ય ફેલાવો થાય એટલા માટે કુદરતે કરેલી આવી અનેક યુક્તિઓ આપણને વનસ્પતિ જગતમાં જોવા મળે છે. એ બધા પાછળ એક વાત સ્પષ્ટ હોય છે- જીવન ગિરદીમાં ફાલીફૂલી શકતું નથી. તેને યોગ્ય મોકળાશની જરૂર પડે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment