Monday, 4 April 2016

[amdavadis4ever] અચેત માનસને મળ ેલા સંદેશાઓએ ક રિશ્મા સરજ્યો. ..MUST READ!!!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જૂની દિલ્હીના સ્ટીફન હોસ્પિટલ સામેના મોટા મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર નાની આઠ વરસની બાળકીએ પોતાની પીગી બેન્ક મૂકી. એના તળિયાના ઢાંકણાને ખોલી એમાંથી એ પરચૂરણ બહાર કાઢવા લાગી. કાચના કાઉન્ટર પર પડતા સિક્કાઓના અવાજના કારણે કાઉન્ટર પર ઊભા રહી વાત કરી રહેલા સ્ટોર માલિક સંજીવ મલ્હોત્રા અને ન્યૂરો સર્જન ડૉ. ઝેહરા હુસેન બંનેએ પોતાની નજર બાળકી પર નાખી. આટલી ગિરદીના રસ્તા પર બાળકી સ્ટોર પર કેમ આવી, ક્યાંથી આવી એવા અનેક સવાલો તેમના મનમાં આવી ગયા. એની આગળ-પાછળ કોઈ વયસ્ક વ્યક્તિ દેખાયા નહિ. બેન્કમાંથી પરચૂરણ બહાર કાઢવાની તેની કામગીરીએ જરા કુતૂહલ જગાડ્યું.

મલ્હોત્રાએ બાળકીને સવાલ કરી નાખ્યા. "કહાં સે આઈ હો? "આપકે સાથ કૌન હે? "યે આપ ક્યા કર રહી હો? બાળકીએ તત્કાળ જવાબ આપ્યો નહિ. બધું પરચૂરણ એના હાથમાં સમાવી હાથ આગળ કરી એણે કહ્યું. "યે પૈસે લે લો ઔર મુઝે કરીશ્મા દે દો? સંજીવ મલ્હોત્રાને લાગ્યું હતું કે બાળકી ટૉફી લેવા આવી છે અને ઘરમાંથી એની બચત બેન્ક ચૂપચાપ ઉઠાવી લાવી છે. પણ તેની "કરિશ્મા દે દો?ની ગંભીર અવાજમાં માગણી સાંભળી બન્નેને આશ્ર્ચર્ય થયું. "કરિશ્મા? સંજીવના અવાજમાં જરા તીખાશ આવી કારણ બાળકીની માગણી એમની સમજમાં આવી નહિ. કરિશ્મા નામની નવી ટૉફી બજારમાં આવ્યાની તેમને જાણ નહોતી. પણ ઝેહરા જરા લાગણીશીલ તબીબ હતી. બાળકીની માગણી ટૉફી માટે નહિ પણ કોઈ પ્રકારની દવા માટે હતી એ વાત એની સમજમાં આવી.

ત્યાં બાળકી બોલી. "મારી પાસે અત્યારે આટલા જ પૈસા છે. ઓછા હશે તો મોટી થઈ, કામ કરીને તમને બાકીના આપીશ. એની વાત સાંભળી સંજીવ દ્રવિત થઈ ગયો. એની પણ સમજમાં આવી ગયું કે બાળકી ટૉફી લેવા આવી નથી. મામલો અલગ છે. ઝેહરાએ આગળ વધી પોતાનો હાથ આગળ કરી એના માથા પર વહાલથી ફેરવતા સવાલ કર્યો - "બેટા, આપકો કરિશ્મા ક્યો ચાહિયે? કિસ કે લિયે?

બાળકીએ જવાબ આપ્યો - "મેરે છોટે ભાઈ કે લિયે, બહુત બીમાર હૈ વો: બોલતા ભી નહિ ઔર હીલતા ભી નહિ હૈ! ઝેહરાનો નવો સવાલ - ક્યા હુઆ આપકે ભાઈ કો?

રડમસ ચહેરા સાથે એણે જવાબ આપ્યો. દો દિન પહેલે ખેલકૂદ કર રહા થા તબ સીડીઓએ લુઢક કર નીચે ગીર ગયા. મેરે મમ્મી-પપ્પા ઉસે હોસ્પિટલ લે ગયે થે. પર હોસ્પિટલ વાલોને કહે દિયા - ઈસકા ઈલાજ નહિ હો સકતા. ઉસે ઘર લા કર પપ્પા મેરી મમ્મી સે કહે રહે થે - અબ તો કરિશ્મા હી ઈસે બચા સકતા હૈ! ઈસ લિયે દવાઈકી દુકાનસે મૈં કરિશ્મા લે જાને આઈ. પૈસે કે લિયે મૈને જો પૈસા બચાયા હૈ લેકર આઈ. દવાઈ મુફ્તમેે નહિ મિલતી દુકાન મેં ઐસા મૈંને સુના હૈ! આટલું બોલતા બોલતા તેની આંખો ભરાઈ આવી. ઝેહરા ઘૂંટણીયે નમી ગઈ. બાળકીને ખેંચીને ગળે વળગાડી કહ્યું - બેટા આપ રોના નહિ. મુઝે આપ કે ઘર લે ચલો. મૈં દેખુંગી આપકે ભાઈકો ક્યાં હુઆ હૈ. મૈં સામનેવાલી અસ્પતાલમે કામ કરતી હું. શાયદ આપકે ભાઈકા ઈલાજ વહી કરવાયેંગે. નાની બાળકીએ એની આંગળી પકડી એને પાસે આવેલી સબ્જી મંડીના નિવાસ તરફ દોરી ગઈ. ગંદી ચાલમાં પહેલા માળા પરના એક ઓરડાના એના ઘરમાં લઈ ગઈ. ત્યાં જમીન પર પાથરેલી ચટાઈ પર છ વરસનો બાળક પડ્યો હતો. પાસે ત્રીસ વરસની આસપાસના યુવક-યુવતી માથે હાથ દઈ બેઠાં હતાં. 

ઝેહરા આગળ વધી ચટાઈ પાસે બેસી ગઈ. એની પાસે એની બેગ નહોતી. પણ એની જરૂર પણ નહોતી. પોતાની પર્સમાંથી નાની ટોર્ચ કાઢી. બાળકની બન્ને આંખોની પાંપણો એક બાદ એક ઊંચકી. ટોર્ચલાઈટમાં એની આંખો જોઈ બાળકના અચેત માનસ કામ કરતા હોવાના સંકેતો સ્પષ્ટ દેખાતા હતા પણ અંગના અવયવોના સંચાલન નહોતા. કદાચ એના અમીગડલામાં આવતા સંદેશાઓ પ્રમાણે શરીરના હલનચલન માટેના આદેશ એના કોર્ટેક્સ સુધી પહોંચતા નહોતા. આમ ત્યારે જ બને જ્યારે જ્ઞાનતંતુને ઈજાના કારણે સંબંધમાં વિક્ષેપ આવી ગયા હોય. હોસ્પિટલવાળા તબીબે એનો ઈલાજ નથી એમ કેમ કહ્યું તે વાત ડૉ. ઝેહરા તત્કાળ સમજી ગયાં. એ દસ વરસથી મગજના ઈલાજ કરતા આવ્યાં હતાં. રોજ બે-ત્રણના હિસાબે ઓપરેશન પણ કરતા આવ્યાં હતાં. પણ આવા વિક્ષેપિત જ્ઞાનતંતુના જોડાણ કરવાના સાહસ કોઈ તબીબે કર્યાની વાત તેમણે મેડિકલ સાયન્સના જર્નલમાં વાંચી નહોતી. તેમની સામે નવો પડકાર આવી ગયો. નાની બાળકીની આંખમાં દેખાતી આશા તેના આંસુ સંતાડી શક્યા નહોતા. તે કરિશ્માની માગણી કરવા આવી હતી. એને નિરાશ કરવી કે જ્ઞાનતંતુ જોડવાનું સાહસ કરવું એની ગડમથલમાં પડી ગઈ યુવાન તબીબ. એના અચેત માનસના સ્મૃતિ ભંડારમાંથી બહાર આવ્યો એનો વિચાર. દક્ષિણ આફ્રિકાના ડૉ. બર્નાર્ડ ક્રિસ્ટ્રીયન પ્રથમવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું સાહસ કરી ગયા હતા. ત્રીસ વરસ પહેલા અને ત્યાર બાદ અનેક તબીબો એવાં ઓપરેશન કરતા થયા હતા. આ સ્મરણે તેના મનને મક્કમ બનાવી નાખ્યું.

માતા-પિતાને કહ્યું. બાળકને સાંજના હોસ્પિટલમાં લઈ આવો. આવતી કાલે જરૂરી બધા ટેસ્ટ કરી લીધા બાદ પરમ દિવસે સવારે એ ઓપરેશન કરશે. પિતા કરગરી ઊઠ્યા. "મારી પાસે ખર્ચના આટલા બધા રૂપિયા નથી. પણ ડૉ. ઝેહરાએ ખાતરી આપી. ખર્ચની ચિંતા છોડો. હોસ્પિટલની ફી એ પોતે આપશે. પણ તેની મૂંઝવણ હતી એની નૈતિકતા! આ સાહસમાં એ સફળ થાય નહિ તો? નાની બાળકીને એ શું જવાબ આપશે? પણ સાહસ કરવાનો નિર્ણય કરી નાખ્યો. રાતના એના પતિ ડૉ. શાકીરને વિશ્ર્વાસમાં લીધા. એ પણ ન્યૂરોસર્જન હતા પણ બીજી મોટી હોસ્પિટલમાં. તેમણે ઓપરેશન સમયે ઝેહરાનો સાથ આપવા હાજર રહેવાની ખાતરી આપી.

ઓપરેશન થિયેટરમાં જતા પહેલાં ચાર્ટ વાંચીને ઝેહરાને પ્રથમવાર જાણ થઈ. બાળકનું નામ ભુવનેશ અને પિતાનું નામ મામચન્દ હતું. એણે ઓપરેશન થિયેટરમાં કયા પ્રકારનું ઓપરેશન થવાનું એની વિગતોની એની સહાયક ટીમ સાથે ચર્ચા કરી તમામ સભ્યોને તેમના કામ સમજાવ્યા ત્યારે બધા ડઘાઈ ગયા. આવું ઓપરેશન થવાની વાત તેમણે સાંભળી પણ નહોતી. પણ ઝેહરા સાહસ કરવા તૈયાર હતી. સાથે ડૉ. શાકીર પણ હતા. આખરે સાહસમાં સાથ આપવા બધા કટીબદ્ધ બની ગયા.

સાડા ત્રણ કલાકની મહેનતના અંતે આખી ટીમ થાકી ગઈ. એમાં પરિશ્રમ કરતા પણ સફળતા અને નિષ્ફળતાના વિચારોના ઝોલાઓના કારણે પેદા થતાં તણાવો વધારે કામ કરી ગયા હતા. બાર વાગ્યે શલ્યક્રિયાના બધા હથિયાર મૂકીને ભુવનેશને રિકવરી રૂમમાં મૂકવામાં આવ્યો. ઘેનમાંથી બહાર આવતા એને કમસે કમ ચાર કલાક લાગવાના હતા. ચાર કલાક તણાવવાળા બની ગયા. અંતમાં ચાર વાગ્યે ઝેહરા અને શાકીર ભુવનેશ પાસે આવ્યા ત્યારે એની ખુલ્લી આંખોએ બંનેને આનંદવિભોર બનાવી દીધા. કરિશ્માની માગણી પૂરી થઈ.

ડૉ. ઝેહરા અને ડૉ. શાકીર રિક્વરીરૂમ બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પરના હાસ્યે તેમની સફળતાનો સંદેશ બાકીની ટીમને મળી ગયો. બધા નાચવા લાગ્યા. ડૉ. ઝેહરા દોડીને બહાર આવી. ગેલેરીમાં ભુવનેશની બહેન અમિતા એનાં માતા પિતા સાથે બેચેનીપૂર્વક સાત કલાકથી ઊભાં હતાં. ઝેહરાએ આગળ વધીને અમિતાને પકડી ગળે વળગાડતા કહ્યું. "બેટા - અલ્લાહને આપકી પુકાર સુન લી. કરિશ્મા ભેજ દિયા. અબ આપકા ભાઈ હપ્તે મેં ફિરસે આપકે સાથ ખેલને લગેગા.

સંપૂર્ણ બનાવ અચેત માનસના કાર્યના પૂરા ખેલ બતાવી જાય. માત્ર કરિશ્મા જ ભુવનેશને બચાવી શકે એવી પિતાની વાત સાંભળી અમિતાના અચેત માનસના સ્મૃતિ ભંડારના તાર ઝણઝણવા લાગ્યા. માત્ર કરિશ્મા જ બચાવી શકે. અને ઈલાજ દવાથી થાય. દવા ક્યાં મળે એની કલ્પના પણ એના માનસમાં સંઘરાઈ હતી. દવા દુકાનેથી મફતમાં મળે નહિ તેથી દુકાને જતાં જતાં બચત બેન્ક પણ સાથે લીધી. બાળકીના અચેત માનસના સ્મૃતિ કોષ કરિશ્મા શું એ જાણ્યા વગર માનસ એને દોડાવતું રહ્યું. એની અજબ ગજબની માગણીએ પણ ડૉ. ઝેહરાના અચેત માનસના તાર હલાવી દીધા. અચેત માનસમાં નાની બાળકીની અભૂતપૂર્વ માગણીએ સહાનુભૂતિની લાગણી બનાવી. એની અનુકંપાએ સાહસ ખેડવાની હિંમત આપી. પણ નિષ્ફળતાની શક્યતાએ ડરની ભાવના પણ આણી તેથી પ્રથમવાર તેણે પતિની સલાહ અને સાથની માગણી કરી. પિતા મામચન્દના અચેત માનસમાં માત્ર ખર્ચના વિચાર આવતા રહ્યા. ખર્ચની ચિંતા નહિ કરવાની વાતે આશ્ર્વાસન આપ્યું પણ ચિંતા ખતમ કરી નહિ.

આઠ વરસની અમિતાના અચેત માનસને મળેલા સંદેશા- એના ભાઈની બીમારી તેમ જ પિતાની મજબૂરીના - કરિશ્માની ચિત્કારમાંથી મળતા સંદેશાઓના પ્રતિસાદોમાંથી કરિશ્મા આવી ગયો. ડૉ. ઝેહરાના સાહસી પણ અનુકંપાપૂર્ણ સ્વભાવે એને બોધ આપ્યો. પણ એની સિદ્ધિ જ એના ભારતમાં તબીબી કારકિર્દીમાં રુકાવટ બની જતા હવે ડૉ. ઝેહરા સાઉદી અરેબિયામાં અલ બ્ર ખોની હોસ્પિટલમાં સેવા આપી રહી છે. એના પતિ દિલ્હીમાં અતિ સાહસી ન્યૂરોસર્જન તરીકે કામ કરી રહ્યા છે. મગજના ઓપરેશન માટે તેમણે નવી પદ્ધતિ બનાવી. તેની જાણ અને તાલીમ આપવા યુરોપની અનેક હોસ્પિટલોએ તેમને ખાસ બોલાવ્યા પણ કરિશ્માની અનુકંપા ઝેહરાના દિલમાંથી જાગી હતી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment