Tuesday, 5 April 2016

[amdavadis4ever] તડકભડક - Gujarati (posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સત્ય અને કલ્પનાના તાણાવાણામાંથી નીપજતી એક નવી સૃષ્ટિ

તડકભડક: સૌરભ શાહ

ટીવી પર આજે ધૂમ મચાવતી સિરિયલો પરથી કોઈ પુસ્તક લખાયું હોય એવું ધ્યાનમાં નથી. લોકપ્રિય ટીવી સિરિયલોની લોકપ્રિયતા સિરિયલ સમાપ્ત થતાં જ પૂરી થઈ જાય છે. નવલકથા જેવી અમરતા ટીવી સિરિયલને મળતી નથી. 'સરસ્વતીચંદ્ર', 'પૃથ્વીવલ્લભ' અને 'દિવ્યચક્ષુ' કે 'મળેલા જીવ'થી માંડીને 'અમૃતા', 'સાત પગલાં આકાશમાં' અને 'પ્રિયજન' સુધીની નવલકથાઓ એના પ્રકાશનના પચીસ, પચાસ, સો વર્ષ પછી પણ વાચકનું મન જીતવાની ક્ષમતા ધરાવે છે. અંગ્રેજીમાં ચાર્લ્સ ડિકન્સથી માંડીને એર્નેસ્ટ હેમિંગ્વે સુધીના ડઝનબંધ લેખકોનું સાહિત્ય બસો વર્ષ પછી પણ વંચાશે. તોલ્સતોય, સ્ટાઈનબેક, એયન રેન્ડ અને જ્હોન અપડાઈકથી માંડીને જેફ્રી આર્ચર, સ્ટીફન કિંગ કે નિકોલ્સ સ્પાર્કસ જેવા કન્ટેમ્પરરી ફેવરિટ્સ ગણાતા નવલકથાકારોએ આગવી કલ્પનાસૃષ્ટિઓ રચી છે. ગુજરાતીનું તેમ જ અન્ય ભાષાઓનું ઉત્તમ સાહિત્ય વાંચ્યા પછી લેખક સભાન બને છે. જે કૃતિ પોતે લખવા ધારે છે એ શું પોતાની ભાષાની શ્રેષ્ઠ નવલકથાઓમાં ઉમેરો કરી શકશે? ન કરી શકે એમ હોય તો એ લખવાની મહેનત એણે લેવી જોઈએ? જો હા, તો શા માટે?
કેટલાંક નવલકથાકારોને પાત્રોનાં મોઢે ઉપદેશાત્મક વાક્યો બોલાવવાની ટેવ હોય છે. આવાં વાક્યોમાં નવલકથાકાર પોતે ડોકાતો હોય છે. વાચકો માટે આ ત્રાસજનક છે. કેટલાંક વળી આ પ્રકારના સંવાદોને બદલે માહિતીવાળાં વાક્યોની ભરમાર ગૂંથે છે. લેખક પોતે કેટલો વિદ્વાન છે, એને હેલિકોપ્ટર કેવી રીતે ઊડે છે એ વિશેની કેટલી જાણકારી છે, એ જાણવામાં કોઈને રસ નથી હોતો. લેખકે પોતાની પંડિતાઈ, પોતાની વિદ્વતા, પોતાનું ચિંતક-વિચારકપણું બધુ જ નવલકથા લખતી વખતે પોતાની પાસે રાખી મૂકવું જોઈએ, કાગળ પર ઠાલવી દેવાની કોઈ જરૂર નથી, એનો ભાર વાચક પર લાદવાની કોઈ જરૂર નથી. ઉત્તમ નવલકથાકાર એક આદર્શ સ્ટોરી ટેલર હોવાનો.
કોઈપણ નવલકથા સંઘર્ષનો અનુભવ કરતા મુખ્ય પાત્ર વિના ફિક્કી બની જવાની. સીધેસીધા ચાલ્યા જતાં જીવનનાં વર્ણનો વાંચવામાં કોઈનેય રસ નથી હોતો. નવલકથા શરૂ કરી દીધા પછી લેખકને સૌથી મોટી ચિંતા એના અંત વિશે રહેતી હોય છે. વાચકોને એ અંત વહેલો આવી ગયો છે એવું તો નહીં લાગે? કે પછી વાર્તા ખોટી લંબાઈ રહી છે એવું લાગશે તો? વાર્તાનો ગ્રાફ દરેક પ્રકરણે ઉપર જાય છે? નવલકથામાં ટેન્શન ઊભું થાય, એના પર બીજું ટેન્શન ચણાય, વળી ત્રીજું અને વચ્ચે એક-એક કટોકટીમાંથી માર્ગ નીકળતો જાય ત્યારે વાર્તા યોગ્ય ઝડપે આગળ વધતી હોય એવું લાગે. નવલકથાની સફળતા કે નિષ્ફળતાનો આધાર એનાં અંતિમ પ્રકરણો પર રહેલો છે. એના વિશે એક ઈન્ટરેસ્ટિંગ જાત અનુભવ છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment