Tuesday, 2 February 2016

[amdavadis4ever] કથા યયાતિ અન ે પુરુની: પુત ્રનું યૌવન પ િતા માણી શકે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મરાઠા મંદિરમાં ૨૦ વર્ષ ચાલેલી ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે' ૧૯ ઓક્ટોબર, ૧૯૯૫ના દિવસે રિલીઝ થઈ અને ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૫ના દિવસે ૧,૦૦૦ અઠવાડિયાં ચાલીને એ ફિલ્મે ભવ્ય વિદાય લીધી. એ ફિલ્મમાં અનુપમ ખેર અને અમરીશ પુરી - બંને પોતાનાં સંતાનોને એક જ વાત કહે છે, "અમે તો અમારી જુવાની નથી જીવ્યા, પણ જા, તું તારી જવાની જીવી લે. નાની ઉંમરે ઇંગ્લૅન્ડ ગયેલા, મહેનત-મજૂરી કરીને સફળ થયેલા, એક નાનકડો સ્ટોર ધરાવતા પંજાબી પરિવારના મોભી અમરીશ પુરી જૂના વિચારના અને ટ્રેડિશનલ છે. ઇંગ્લૅન્ડમાં ઊછરી રહેલી નવી પેઢી જે રીતે બગડી રહી છે એ જોઈને ડરેલા છે... બીજી તરફ ઇંગ્લૅન્ડમાં વસીને સફળ થયેલા, ખૂબ પૈસા કમાયેલા અનુપમ ખેર ભણતરની સાથે સફળતાને જોડતા નથી. એ માને છે કે સાચું શિક્ષણ યુનિવર્સિટીની બહાર છે, કારણ કે પોતે પણ યુનિવર્સિટીની બહાર જ જિંદગીનાં પાનાંઓ વાંચતા રહ્યા છે...

ડીડીએલજે પોતાના સમય કરતાં થોડીક વહેલી બનેલી ફિલ્મ કહી શકાય. આજનાં મોટા ભાગનાં માતાપિતા પોતાનાં સંતાનોને એ બધું જ આપવા કટિબદ્ધ છે, જે એમને પોતાને નથી મળ્યું. આમાં બંને પ્રકારનાં માતાપિતા છે, અમરીશ પુરી જેવા પણ અને અનુપમ ખેર જેવા પણ. આ એવાં માતાપિતા છે, જે હવે પોતાની પચાસ કે સાઠ વર્ષની ઉંમરમાં પ્રવેશી રહ્યાં છે, એમની યુવાની મહેનત, મજૂરી અને અભાવોમાં વીતી છે... દરેક નહીં તો પણ મોટા ભાગનાં માતાપિતાએ પોતાના મોજશોખ સાથે સમાધાન કર્યાં છે. આગળ ભણવા માટે ટ્યુશન કર્યાં છે, સાઇકલ પર સ્કૂલ કે કૉલેજ ગયાં છે... એમને માટે કમાયેલા પૈસા એમની વીતી ગયેલી જુવાનીમાંથી ટપકેલા પરસેવાથી સિંચાયેલું સુખ છે. એ એમનાં સંતાનોને આવી હાર્ડશિપ આપવા માગતા નથી. એમણે જે કંઈ ગુમાવ્યું છે એ બધું જ મોટા ભાગનાં માતાપિતા પોતાનાં સંતાનો માટે ઊભું કરવા માગે છે. સગવડ, સલામતી, સુખ અને સંપત્તિ... સત્તા અને સરળતા... પરંતુ આ માતાપિતા કદાચ બધું આપતી વખતે ક્યાંક કચવાય છે, ક્યાંક પીડાય છે, ક્યાંક આવાં માતાપિતાને લાગે છે કે એમનાં સંતાનો એ બધું જ માણી રહ્યાં છે, જે એમના પોતાના નસીબમાં નહોતું. ફૉરેનથી આવતી વૂલી સાડીઓ, જર્સી અને ટુ-ઇન-વન રેકોર્ડર... પરફ્યૂમ, ક્રીમ જેવી કેટલીયે વસ્તુઓ એમણે બીજાના ડ્રોઇંગરૂમમાં અને ડ્રેસિંગ ટેબલ્સ પર જોઈ છે, એમને નથી મળી એનો અભાવ કદાચ હજીયે એમને સાલે છે. બીજી તરફ એમનાં સંતાનો સડસડાટ પૈસા ખર્ચે છે. એક રકમ માટે એમનાં સંતાન 'ઓન્લી' વિશેષણ વાપરે છે અને એ જ રકમ માટે માતાપિતા 'આટલા બધા!'નું આશ્ર્ચર્યચિહ્ન મૂકે છે.

સમય બદલાયો છે. સત્તર-અઢારનો દીકરો જે છેલબટાઉ અને બેફિકર જિંદગી જીવે છે એ નહીં જીવી શકાયાનો અફસોસ પિતાને થતો હશે ? સ્ત્રીને પોતાની વધતી ઉંમરનો અફસોસ સામાન્ય રીતે થોડોક ઓછો થાય છે. એક સુખી સંપન્ન પરિવાર, સલામતી અને માતૃત્વનું સુખ સ્ત્રીની અંદર રહેલા અસુખ અને અભાવ ઉપર મલમનું કામ કરી શકે છે. પતિની સફળતામાં સ્ત્રી મોટે ભાગે પોતાની સફળતા અને સુખ શોધી લેતા શીખી ગઈ છે. વીતી ગયેલી યુવાનીને ફરી જીવવાનો મોહ કે રહી ગયાની લાગણી પ્રમાણમાં ઓછી સ્ત્રીઓને હોય છે, પરંતુ પુરુષને પોતાના વૃદ્ધત્વનો ભય સહેજ વધુ લાગે છે એવું સાઇકોલોજી કહે છે. પોતે 'પરફોર્મ' ન કરી શકે એ વાત પુરુષ માટે નપુંસક્તાની નજીકની ગાળ છે. એક પુરુષને જીવનભર પોતાના પુરુષત્વ સાથે જોડાયેલા - જકડાયેલા રહેવાની ઝંખના રહે છે. કોઈ પણ ઉંમરની સ્ત્રીને પોતે હંમેશાં સંતોષી શકે છે એ વિચાર એના પુરુષત્વના અહંકારને પંપાળવા માટે પૂરતો છે. ગમે તેટલું કમાતો, ગમે તેટલી સત્તા ધરાવતો, સફળ ગણાતો પુરુષ જો પથારીમાં એના પુરુષત્વને સાબિત ના કરી શકે તો એને જીવ્યું વ્યર્થ લાગતું હશે?

ઘણા પુરુષો ચાળીસ-પિસ્તાળીસની ઉંમરે પહોંચીને અચાનક વિચિત્ર રીતે વર્તવા લાગે છે. એમના માથામાં દેખાતા ધોળા વાળ કે દાઢીમાં દેખાતા સોલ્ટ એન પેપર રંગો એમની ઉંમરની ચાડી ખાય છે, પણ એમનાં વસ્ત્રોના રંગો, વર્તન કે વિચારો ટીનએજરની હરીફાઈમાં ઊતરે એવા હોય છે. કૉલેજની છોકરીઓ, યુવાન સેક્રેટરીઝ કે મિત્રની દીકરી, પડોશીની છોકરીઓ પર નજર બગાડતા આવા પુરુષોને પોતાની ઉંમરનો વિચાર નહીં આવતો હોય ? આવા લોકોને જોઈએ ત્યારે યયાતિ અને પુરુની કથા સાચી લાગે. શર્મિષ્ઠા અને દેવયાની સાથે પરણેલો યયાતિ જ્યારે શુક્રાચાર્યના શાપથી વૃદ્ધ થવા લાગ્યા ત્યારે એમને ભય સતાવવા લાગ્યો, હવે એમને આ ભોગ અને ભૌતિક સુખો માણવા નહીં મળે એ વિચારમાત્રથી યયાતિને ચિંતા થવા લાગી. એમણે શુક્રાચાર્યની માફી માગી ત્યારે શુક્રચાર્યએ એમની યુવાની યયાતિને પાછી મળે એ માટે કોઈકે એમની યુવાની દાન કરવી પડે એવી શરત મૂકી. યયાતિના પાંચેય પુત્રો યદુ, યવન, ધ્રુયુ, અનુ અને પુરુને પોતાની યુવાની આપવા માટે યયાતિએ વિનંતી કરી. બીજા ચારેય પુત્રોએ સ્પષ્ટ ના પાડી, પરંતુ પુરુએ પોતાની યુવાની પોતાના પિતાને દાન કરી... પુરુ વૃદ્ધ થયો અને યયાતિ ફરી યુવાન થયા.

આ કથા આમ જુઓ તો બહુ જૂની - પુરાણની કથા છે, પરંતુ આજના સમય સુધી આ કથાના પડછાયા લંબાય છે. યુવાન થઈ રહેલા પુત્ર સાથે એને પોતાની યુવાની જીવતો જોઈને ઘણા પિતા ફરીથી યુવાન થવા છટપટે છે. દીકરા જેવાં કપડાં પહેરવા, દીકરાની બહેનપણીઓ સાથે સ્માર્ટ એસએમએસ એક્સચેન્જ કરવા કે દીકરાના મિત્રો સાથે એમના જેવડા થઈને પાર્ટીઝ, મહેફિલો માણવી, લેટેસ્ટ ટ્રેન્ડ ફોલો કરવા કે પોતાની ઉંમરથી નાની ઉંમરની છોકરીઓ સાથે મિત્રતા, અફેર, રિલેશનશિપ કેળવવી... આ બધું કરવાથી ખરેખર માણસ પોતાની યુવાની પાછી મેળવી શકે છે ખરો ? કે પછી ખોટી ઉંમરે કરવામાં આવતા આવા આછકલા બેહૂદા વર્તનથી એ પોતાનું સન્માન ખોઈ બેસે છે ? પુત્રની યુવાની જીવી લીધા પછી પણ યયાતિને સંતોષ ન થયો. એને સમજાયું કે ભોગો કદીયે અસ્ત પામતા નથી, ઝંખનાઓનો કોઈ અંત નથી... ભોગ અને સંભોગ સાથે સંતોષ શબ્દને કદાચ કોઈ લેવાદેવા જ નથી અને માટે જ શ્રીમદ્ ભાગવતમાં યયાતિના મોઢે કહેવાયું, "પૃથ્વી પર જેટલાં ચોખા, જવ, સુવર્ણ, પશુ અને સ્ત્રીઓ છે એ બધાં મળીને પણ કામનાના તાપમાં સળગતા પુરુષને સંતોષ આપી શક્તાં નથી. અને એમણે જ કહ્યું, "વિષયોના ભોગ દ્વારા કામવાસના શાંત થતી નથી, પરંતુ ઘી નાખવાથી જેમ અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે તેમ ભોગ દ્વારા કામ અને ઝંખનાઓ વધુ પ્રજ્વલિત થાય છે. (શ્રીમદ્ ભાગવત ૯/૯૪-૯૫)

યુવાન એટલે જે સતત કશું શીખવા તૈયાર રહે તે. યુવાન એટલે જેનામાં એનર્જી હોય, ઊર્જા હોય, નવી દુનિયા સાથે પોતાની જાતને જોડવાની તૈયારી હોય, નવા વિચારોમાં ઉમેરો કરવાની જેની પાસે તાકાત હોય, નવા સમયને જે ઓળખી શકે અને નવી દુનિયા સાથે જે કદમ મિલાવીને ચાલી શકે એ... કે પછી જે યુવાનો જેવાં કપડાં પહેરે, પરફ્યૂમ વાપરે, પાર્ટી કરે કે સતત યુવાન હોવાના ભ્રમ હેઠળ નાનાં-મોટાં લફરાં કર્યાં કરે તે ?

જે સમય વીતી જાય છે તે આમેય કદી પાછો આવતો નથી. જિવાયેલાં વર્ષોને રિવાઇન્ડ કરી શકાતાં નથી, બર્થ સર્ટિફિકેટમાં લખેલી તારીખ ફેરવી શકાતી નથી... (કદાચ કોઈને દેખાડવા માટે બદલીએ તો પણ સાચી તારીખ તો આપણને યાદ રહે જ છે) સવાલ એ છે કે યુવાન થતા દીકરાની સાથે પિતાની વધતી ઉંમર અનુભવ અને સમજનું એવું ભાથું પુરવાર થઈ શકે, જે દીકરા માટે એક ગાઇડલાઇન, એક વડીલ મિત્રની ગરજ સારી શકે. કેટલાક પિતા ભૂલી જાય છે કે પોતે જ જેને જન્મ આપ્યો છે અને ઊછેર્યો છે એની સાથેની હરીફાઈ મૂર્ખતાથી વધુ કાંઈ પુરવાર નહીં કરી શકે...

પિતા તો એક એવી વ્યક્તિ છે, જે સંતાન માટે આદર્શ, હીરો પુરવાર થઈ શકે. પિતા જેવાં કપડાં પહેરતો પુત્ર, પિતાની જેમ વર્તતો, પિતા જેવો બનવા માગતો દીકરો જ્યારે જુએ કે એના પિતા એના જેવા બનવાનો પ્રયાસ કરે છે ત્યારે એ શું વિચારે? 

શું કરે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment