Tuesday, 2 February 2016

[amdavadis4ever] ડાર્વિન, ન ્યૂટન અને આઈન્સ્ટાઈન ના વારસદાર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વેંકટરમન રામકૃષ્ણન. ભારતમાં જન્મલા અમેરિકા અને બ્રિટિશ સ્ટ્રક્ચરલ બાયોલૉજિસ્ટ. ધ રોયલ સોસાયટી ઑફ લંડનના સાડાત્રણસો વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર જ એવું બન્યું છે કે તેના પ્રમુખસ્થાને એક ભારતીય મૂળના એક્સપર્ટ બેઠા છે.

"આપણે આજે ટેક્નોલોજીથી વ્યાપ્ત વિશ્ર્વમાં વસીએ છીએ અને દર દિવસે ટેક્નોલોજીનો પ્રભાવ વધતો જાય છે. ટેક્નોલોજી પાછી ગૂંચવણ આપતા જટિલ વિજ્ઞાન પર આધારિત છે એને કારણે ટેક્નોલોજી પણ જટિલ છે એટલે જ હવે લોકોને સાયન્સ-ટેક્નોલોજીનાં દેખાતાં પરિણામ પાછળનું મૂલ્ય સમજાવીને કહેવું અગાઉ કદી નહોતું એટલું જરૂરી બની ગયું છે. રૂઢ થઈ ગયેલી માન્યતાનો ભૂકો બોલાવી દેનારી કેટલીક માહિતી-જાણકારી હોય તો તે પણ લોકોની સમક્ષ આવવી જ જોઈએ. મુખ્યત્વે કોઈ પણ પ્રશ્ર્ન કે સમસ્યા વિશે વિચાર કરવાની વૈજ્ઞાનિકોની જે પદ્ધતિ હોય છે તેની રીત પણ લોકોની સમક્ષ આવવી જોઈએ. વૈજ્ઞાનિકોએ લોકોની સમક્ષ બધું ખુલાસાથી રજૂ કરવું અને પછી લોકોએ એ વિશે વિચાર કરીને પોતાનો મત-અભિપ્રાય ઘડવો જોઈએ. આજે આ બાબતની બહુ જ જરૂર છે, આવું સર વેંકટરમન રામકૃષ્ણને કહ્યું છે. તેમણે પહેલી ડિસેમ્બર, ૨૦૧૫ના ધ રોયલ સોસાયટી ઑફ લંડનના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી હતી. તે અગાઉ આપેલી એક મુલાકાતમાં તેમણે ઉપર દર્શાવેલા વિચારો વ્યક્ત કર્યા હતા. આ વિચારો પરથી તેઓ સોસાયટીને કઈ દિશામાં લઈ જવા માગે છે તેનો થોડો અંદાજ મળે છે. આપણે માટે રસપ્રદ બાબત એ છે કે સર વેંકટરમન રામકૃષ્ણનનું સ્ટ્રોન્ગ વડોદરા કનેક્શન છે. ૨૦૦૯માં તેમને કેમિસ્ટ્રીમાં થોમસ એ. સ્ટેઈત્ઝ અને એડા યોનાથ સાથે ભાગીદારીમાં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.

સર વેંકટરમન રામકૃષ્ણન ૧૬ વર્ષ પહેલા ઈંગ્લૅન્ડ આવીને વસ્યા હતા. ૨૦૧૫ના વર્ષના માર્ચ મહિનામાં વેંકટ રામકૃષ્ણનની પસંદગી સોસાયટીના આ પદ માટે થઈ હતી. આ સંસ્થાનાં મૂળિયાં છેક ૧૭મી સદીમાં રોપાયાં છે અને આ સંસ્થાનું પ્રમુખપદ અગાઉ સેમ્યુઅલ પેપીસ. આઈઝેક ન્યૂટન, અર્નેસ્ટ રૂધરફોર્ડ જેવા નિષ્ણાતોએ શોભાવ્યું છે એ સ્થાને આજે વેંકી બેઠા છે. ચાર્લ્સ ડાર્વિન અને આલ્બર્ટ આઈનસ્ટાઈન આ સંસ્થાના ફેલો હતા. આટલી બાબત જ આ સંસ્થાની મહત્તા ધ્યાન પર લાવવા માટે પૂરતી છે. આ સંસ્થાનું પ્રમુખપદ હવે વધુ પડકારજનક બન્યું છે. એના માટે બે કારણ છે. વિજ્ઞાન-ટેક્નોલોજીમાં થઈ રહેલી વિલક્ષણ પ્રગતિ અને એ પ્રગતિના દેખાતાં, અનુભવાતાં પરિણામો અને તેના વિવાદમાંથી ઊઠનારું વમળ એક કારણ છે તો આજે જગત સમક્ષ રહેલા વિવિધાંગી પ્રશ્ર્નો, સમસ્યા બીજું કારણ છે.આ સમસ્યા-સવાલોમાં હવામાનમાં થઈ રહેલું પરિવર્તન, ઊર્જા, પર્યાવરણ, આરોગ્ય અન્ન સલામતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. એ સાથે વિવાદગ્રસ્ત બની શકે એવા જીન્સ-અનુવાંશિકતા ક્ષેત્રમાંનાં સંશોધનો જેવા મુદ્દા પણ સમસ્યાનું કારણ છે. આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકોએ ધૂરા સંભાળી લઈને લોકજાગૃતિ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે આ વિષય હવે વૈશ્ર્વિક બન્યો છે. એટલે જ રોયલ સોસાયટીએ સુધ્ધાં કેટલીક બાબતો અમલમાં મૂકવી જોઈએ એવો અભિપ્રાય કેટલાક પ્રખ્યાત સંશોધકોએ વ્યક્ત કર્યો છે. યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજનાં એક્સપરિમેન્ટલ ફિઝિક્સનાં મહિલા પ્રોફેસર એથેન ડોનાલ્ડ કહે છે, "વિજ્ઞાન હવે રોજિંદા જીવનનો એક ભાગ બન્યું છે. તેથી હવે વિજ્ઞાન એ પ્રયોગશાળાનાં બંધ બારણાં પાછળ લઈ જઈને કામ કરવામાં બુદ્ધિમંતોનો જ વિષય રહ્યો નથી, પણ તે હવે મોટાભાગના જનસમાજનો અને જનસમાજના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો બન્યો છે. તેથી જ વિજ્ઞાન હવે આપણી સાંસ્કૃતિક સંપન્નતાનો એક અવિભાજ્ય ભાગ હોવાનું માન્ય કરવું જોઈએ, પણ ભવિષ્યની સમૃદ્ધિ વિજ્ઞાનમાંથી જ આવશે એની સભાનતા પણ રાખવી જોઈએ. સર વેંકટરમન રામકૃષ્ણને આજના સમય-કાળનું યથોચિત ભાન છે.

ઈંગ્લૅન્ડમાંની હાલની શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન કરવું તેમને અતિ આવશ્યક લાગે છે, તે સાથે સરકાર વિજ્ઞાન માટે જે ભંડોળ આપે છે તે સુધ્ધાં અપૂરતું હોઈને તેમાં વધારો થવો જોઈએ એમ પણ તેમને લાગે છે. તેમના મતે ઈમિગ્રન્ટો માટે પણ હાલની નીતિ બદલવી જોઈએ, કારણ કે આ નીતિને પગલે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતી.ો ઈંગ્લૅન્ડ સામે પીઠ ફેરવે છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસે ઈંગ્લૅન્ડ સામે પીઠ ફેરવવાની બાબત ઈંગ્લૅન્ડના વિજ્ઞાનના વિકાસને મારક ઠરશે, એવો પોતાનો મત તેમણે વારંવાર પ્રગટ કર્યો છે. આજની પળે સ્ટ્રક્ચરલ બાયોલોજિસ્ટ સર વેંકટરમન રામકૃષ્ણન પાસેથી અનેક અપેક્ષા છે.

તામિલનાડુમાં ચિદમ્બરમ ખાતે ૧૯૫૨માં થયો હતો. ત્રીજા ધોરણ સુધીનું ભણતર ત્યાં કર્યા બાદ તેમનો વસવાટ તેમનાં માતાપિતા સાથે વડોદરામાં થયો હતો. તેમનાં માતાપિતા, બેઉ વૈજ્ઞાનિક છે. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. ૧૯૭૧માં ફિઝિક્સમાં ડિગ્રી મેળવીને અન્ય બુદ્ધિમાન યુવાનોની જેમ તેઓ અમેરિકા ગયા. ત્યાં ઓહાયો યુનિવર્સિટીમાંથી તેણે પીએચડી કર્યું. ડોક્ટરેટ કરતી વખતે જ તેમનું ખેંચાણ બાયોલોજીમાં થયું. પીએચડીમાં આગળનું શિક્ષણ લેવા સાથે તેમણે ૧૯૭૮માં રાયબોસોમ (કોશોના પ્રોટીન ઘડનારું અથવા પ્રોટીન સિન્થેસાઈઝર) પર કામ શરૂ કર્યું હતું. આ કાર્યમાંથી જ તેમને નોબેલ મળ્યું હતું. 

આ કામ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આવ્યા હતા અને ત્યાંની જ ટ્રિનિટી કૉલેજમાં તેઓ ફેલો બન્યા હતા. એ સાથે તેમણે કેમ્બ્રિજની મેડિકલ રિસર્ચ કાઉન્સિલ લેબોરેટરી ઑફ મોલેક્યુલર બાયોલોજીમાં સંશોધન આરંભ્યું હતું. આમ તેમનો સંશોધનનો કાળ ચાલતો રહ્યો અને આજે તેઓ એક પ્રતિષ્ઠિત સંસ્થાના ટોચના સ્થાને છે તેમની પાસેથી વિજ્ઞાન જગતને તેમજ જનતાને અપેક્ષાઓ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment