Tuesday, 5 January 2016

[amdavadis4ever] કેર કરવામાં જ આઇ લવ યુનો અર ્થ સમાઈ જાય છ ે Mira Trivedi

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રતિકાત્મક તસવીર
અલ્હડ નદી જેવી મૌસમી પોતાની માંજરી આંખોમાં મેઘધનુષની મોસમ લઈને આજે તેના મનગમતા માસૂમને ખાસ મળવા જવાની છે. આજે તેની 'ફર્સ્ટ ડેટ' છે. તે જતાં પહેલાં તેની 'બેસ્ટી' ઋતુને વોટ્સએપ મેસેજ કરે છે: 'હાય ઋતુ! આજે હું થોડીક નર્વસ થઈ ગઈ છું. સામે છેડેથી ઋતુ મેસેજનો રિપ્લાય કરે છે: 'મોમી યાર! તું તો રિઅલી બચ્ચા જેવી છે. હવે મનથી જરાક તો મોટી થા તું. માસૂમને મળવા જવાનું છે તારે તો એમાં વળી નર્વસ શું થવાનું? એ પણ તને પહેલી વાર ડેટ પર લઈ જાય છે. તો તારી જેમ જ એ પણ નર્વસ હશે જને! તારી આ નર્વસનેસ તારા હાથની વાત નથી. એ તો એક મેન્ટલ સ્ટ્રેસ છે. માસૂમ સાથે ગયા વર્ષે ન્યૂ યર પાર્ટીમાં તારી ફ્રેન્ડશિપ થઈ ત્યારે મેં તારો 'ઇન્ટ્રો' કરાવ્યો હતો. એ વખતે તો તું એકદમ નોર્મલ જ હતી. બસ, તો આજે આ ફ્રેન્ડશિપથી આગળનું એક સ્ટેપ છે. મે બી ઇટ ઇઝ એ બેઝ ઓફ લોંગ લાસ્ટિંગ રિલેશનશિપ.

 
ઋતુનો મેસેજ વાંચીને મૌસમી ઊંડા વિચારોમાં સરી પડે છે અને છૂપા ડરની લાગણી અનુભવે છે. તેને થાય છે કે મારી આ રિલેશનશિપ કેટલી લાંબી ટકી રહેશે? માસૂમને મારું બિહેવિયર ગમશે કે નહીં? એ તો મારાથી ઘણો મેચ્યોર્ડ લાગે છે. કશુંક કહેવા કરવામાં ઉતાવળ તો નહીં થઈ જાયને? જસ્ટ ફ્રેન્ડશિપથી સંબંધની ગાડી સ્ટેશન આગળ વધે ન વધે ત્યાં બ્રેકઅપની 'બ્રેક' તો નહીં વાગેને! વગેરે સવાલોથી તે રિલેશનશિપની મીઠી મૂંઝવણ મનમાં અનુભવે છે.
 
અત્યાર સુધી નાના બાળક જેવી ચંચળ મૌસમી આજે અચાનક ડાહીડમરી બની ગઈ હોય એવું લાગે છે. તેને બ્રેકઅપની બહુ બીક લાગે છે. તેનું કારણ એ કે તેણે પોતાની કોલેજના ગ્રૂપમાંની એક ફ્રેન્ડને બ્રેકઅપ થયા બાદ ખૂબ જ 'સેડ' રહેતી જોઈ છે. મૌસમી હાઇપર સેન્સેટિવ છે. એટલે તેની હાલત 'દૂર કોઈ દર્પણ તૂટે તડપ કે મૈં રહ જાતા હૂં' જેવી છે. તે ઇચ્છે છે કે તેની સાથે આવું કશું ન થાય ઇન કેસ જો આવું કંઈ 'અનવોન્ટેડ' થાય તો તે જીવી નહીં શકે અને જીરવી નહીં શકે. માટે ભગવાન કરેને તેની સંબંધની ઇમારત એવીને એવી જળવાઈ રહે. મૌસમીની આંખોમાં મનમાં ઊઠતાં અરમાનોએ માળો બાંધ્યો છે અને સપ્તરંગી લાગણીઓના વાવાઝોડામાં આ નાજુક માળો વેરવિખેર ન થઈ જાય એના માટે એ થોડી કોન્સિયસ છે અને ઇમોશનલ સ્ટ્રેસ 'ફીલ' કરે છે.
 
મૌસમીને લાગે છે કે તેણે પાર્ટીમાં માસૂમને પહેલી વાર જોયો ત્યારે જ તેને 'લવ એટ ફર્સ્ટ સાઇટ' એટલે કે પ્રથમ નજરના પ્રેમની લાગણી અનુભવી હતી અને એ વખતે લાગણીનું બીજ તેના મનમાં રોપાઈ ગયું હતું.તેને હવે એવું લાગવા માંડ્યું છે કે માસૂમની સાથે રહીશ તો જરૂર મહોરી ઊઠીશ, સાથોસાથ મનમાં અકાળે મૂરઝાઈ જવાનો ડર પણ છે. તેની આવી કન્ડિશનથી થોડી નર્વસ બની છે. તેને થાય છે કે માસૂમ એની કૂંપળ જેવી લાગણીઓને આવકારશે કે પછી જાકારો આપશે. એ તો સમય જ કહેશે. પરિચય, પ્રથમ નજરના પ્રેમની પરિસ્થિતિમાંથી તે લાઇફલોંગ રિલેશનશિપ તરફ આગળ વધી રહી છે. આના માટે એને જરૂર છે માસૂમ તરફથી મળનારી હૂંફની. સંબંધની આ ઉષ્માનો આધાર પરસ્પરના વિશ્વાસ પર રહેલો છે.

મૌસમીની માનસિક સ્થિતિ જાણ્યા પછી નેચરલી એવો સવાલ થાય કે સામે છેડે માસૂમની મનોદશા કેવી હશે! તેને મૌસમીને જોઈને શું ફીલ થયું હશે!, મૌસમીથી માસૂમ ઉંમરમાં ઘણો મોટો છે. એટલે એ ખૂબ મેચ્યોર્ડ છે. તેને એવું થાય છે કે તે અત્યારના મોડર્ન કલ્ચરમાં જીવે છે એટલે રિલેશનશિપમાં અગાઉ કરતાં સ્પેસ ઘણી મળી રહે છે. મૌસમીની 'ડેટ'ના નામે તેના પ્રત્યેની એક્સ્પેક્ટેશન્સ સતત વધતી જાય છે અને આ વધતી જતી અપેક્ષાને તે પ્રેમનું રૂપાળું નામ આપી બેઠી છે. પ્રેમ એટલે માત્ર અપેક્ષાઓ! પ્રેમની મોસમ પૂરબહારમાં ખીલે ત્યારે આવી નાની-મોટી અપેક્ષાઓની, ડિમાન્ડની પૂર્તિ કરવી ગમે છે પછી એ જ એક્સ્પેક્ટેશન્સની લીટી નાની કરવા માંડીએ છીએ અને સંબંધનો નાજુક છોડ અપેક્ષાઓના ભારથી નમી પડે છે અને ધીમે ધીમે કરમાવા લાગે છે. રસ ઝરતો સંબંધ શુષ્ક બની જાય છે.

માસૂમનું થિન્કિંગ વાઇડ હોવાથી તે જરાય નર્વસ નથી. તે પૂરેપૂરો કોન્ફિડન્ટ છે. તેને આ રિલેશનશિપમાં કેટલે સુધી ઊંડા ઊતરવું છે તે અંગેનો સંપૂર્ણપણે ખ્યાલ છે. ઇમોશન્સને એક્સપ્રેસ કરવાની રીત જુદી છે. તેને મન લવ એટલે કેરિંગ અને શેરિંગ છે. તે દિવસમાં બે વાર મૌસમીને ફોન કરીને પૂછી લે છે: તું જમી કે નહીં? તારો ફોન હજી સુધી આવ્યો નહીં તો મને ચિંતા થતી હતી કે તારી તબિયત તો સારી છેને! આજે બહાર સખત ઠંડી છે. તેં સ્વેટર સાથે રાખ્યું છેને? ઓફિસની બહાર નીકળે ત્યારે સ્વેટર અને માથે સ્કાર્ફ બાંધી લેજે, તને ઝડપથી શરદી અને ઇન્ફેક્શન્સ લાગી જાય છે.
 

અમીરાત: કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો,માત્ર આપણી એપેક્ષાઓ જ વધારે હોય છે. -હરીન્દ્ર દવે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment