Tuesday, 29 December 2015

[amdavadis4ever] ભારતીય સંસ ્કાર શું મ ુક્તિના સં સ્કાર નથી?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પોર્શિયા કુંવારી હતી અને મારાથી નાની હતી. એ કૌટુંબિક હેતથી ભીંજાયેલી નહિ.

એક દિવસ પોર્શિયાએ મને પૂછયું, 'લોંગ ડ્રાઈવ પર આવવું છે?' બહારનું વાતાવરણ એકદમ ખુશનુમા હતું. મેં હા કહી એટલે તરત એ કહે, 'તું એકલી જ ચાલ. તારો ગ્રાન્ડસન આપણી સાથે નહિ લેવાનો.'

મેં પૂછયું, 'કેમ? 'મારા ગ્રાન્ડસનને નહિ લેવાનો? મારા અવાજમાં નારાજગી હતી. પરંંતુ એ ભારપૂર્વક બોલી, 'આપણે બે એટલે આપણે બે, બીજું કોઈ વધારે નહિ.'

હું કંઈ બોલી નહિ પણ મારા ચહેરા પર નારાજગી તરવરતી હતી. તેથી એ બોલી, 'તમે ઈન્ડિયનો કેવા આવા ગુલામ છો?'

મેં પૂછયું, 'તું મને ગુલામ કહે છે? મારા દેશવાસીઓને ગુલામ કહે છે, કેમ?'

એણે જવાબ આપ્યો, તમે કોઈ સ્વતંત્રતા ભોગવતા જ નથી. આપણે બે વાતો કરતા હોઈએ અને તારો ગ્રાન્ડસન ગમે તેમ વચ્ચે બોલે અને તું એને જવાબ આપે, મને એવો ડીસ્ટર્બ ન ગમે.

પોર્શિયાનું કહેવું એની રીતે સાચું હતું. પરંતુ હું એની સાથે સંમત ન થઈ શકી. હું બોલી, 'પોર્શિયા, મારા ગ્રાન્ડસનને મારી માયા છે એને મૂકીને આપણે જઈએ તો એ રડે. મારો દીકરો રડે એ મને ન ગમે.'

હું દાદી થઈને લોંગ ડ્રાઈવ પર ફરવા જાઉં અને મારો દીકરો ઘરે રહે? પોર્શિયા બોલી, 'તારા ગ્રાન્ડસનને તારી સાથે આવવું ગમે છે એ વાત સાચી. પણ તારે તારી જિંદગી નથી? તું માત્ર ગ્રાન્ડમાં જ છે? તું તારા ગ્રાન્ડસનને શું ગમે, એ કેવી રીતે રાજી રહે એ જ વિચાર્યા કરે છે? તારા આવી જાતના વર્તનથી તારા ગ્રાન્ડસનને પણ ગેરફાયદા છે. એ તારી પર અવલંબિકત રહેશે. તું એની સાથે એટલી બધી વાતો કરે છે કે એનું માનસ એની રીતે, સાહજીકતાથી નહિ ઘડાય. એ તારી પસંદગી પ્રમાણે ઘડાશે. હું આવું કહીને તારા પ્રેમનું મૂલ્ય ઓછું નથી આંકતી. તારી કાળજીભરી માવજત બિનજરૂરી છે એવું કહેવા હું નથી માગતી. પણ દરેક વાતની એક હદ હોય છે. એ હદ તું પાળે તો સારું.

પોર્શિયાની વાત સાંભળીને હું વિચાર કરતી થઈ ગઈ, ત્યાં એ બોલી, 'તમારા દેશમાં ગ્રાન્ડપેરેન્ટસ એમના ગ્રાન્ડચીલ્ડ્રનને ગળે વળગાડીને કામ કરે છે, શું કામ આટલા લાડ? બાળકને એકાંત આપો. એમને એમની રીતે કામ કરવાની સ્વતંત્રતા આપો. બાળકને એની રૂમમાં એકલો રહેવા દો. એની રૂમમાં એને કાયમ તારી હાજરી ગમે જ તેવું નથી. એણે એની રૂમમાં કાયમ તને ઊંડા ઉમળકાથી આવકારી છે?

પોર્શિયાની વાતે મને વિચાર કરતી કરી મૂકી. હું બોલી, 'પોર્શિયા તું કહે છે તે વાત સાચી છે. બે દિવસ પહેલાં હું એની રૂમમાં ગઈ હતી ત્યારે એ એની રૂમમાં રહેલો ટીવી જોતો હતો. એ એનું મનપસંદ કાર્ટૂન જોતો હતો. હું કશું જ બોલ્યા વગર એની બાજુમાં જઈને બેઠી ત્યારે દીકરો કહે, 'દાદી, તું તારા રૂમમાં જઈને ટીવી જોને. હું નવાઈ પામી ગઈ કે મેં ક્યાં એને ડીસ્ટર્બ કર્યો છે તો મને કહે છે, તું તારી રૂમમાં જા. મેં કહ્યું, 'ના, બેટા,હું તારી પાસે બેસીને ટી.વી. જોઈશ. દીકરો કંઈ બોલ્યો નહિ પણ એની બોડી મને કહેતી હતી હું ત્યાંથી ખસી જાઉં.

મને વળગી પડતો મારો દીકરો મળે એનાથી હું દૂર જાઉં એવું ઈચ્છી રહ્યો છે. હું મારી રૂમમાં ગઈ. થોડીવારે એ મારી પાસે આવીને કહે, 'થેંક્યું દાદી.'

હું સમજી શકી કે એણે મને કહ્યું અને કોઈ પણ દલીલ કર્યા વિના હું મારી રૂમમાં આવીને બેઠી એ એને ગમ્યું હતું. એને એની પોતાની રીત છે, પોતાના વિચારો છે.

પોર્શિયા બોલી, 'બસ હું તને એ જ વાત કહેવા માગું છું. દરેક વ્યક્તિને પોતાનું એકાંત જળવાય એ ગમે.'

આપણે તારા દીકરાને ઘેર મૂકીને બહાર જઈશું તો એને ખરાબ નહિ લાગે. એ રડશે નહિ.

મને થયું સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે એકલતા એ અભિશાપ છે, પણ કાયમ એવું નથી. અમેરિકામાં જન્મેલો અને ઉછરેલો દીકરો એનું એકાંત જાળવે છે.

પોર્શિયા કહે, 'ઈન્ડિયનોની અમુક પ્રથા મને જરાય ગમતી નથી. તમારું માનસ ગુલામનુું છે.'

પોર્શિયાની વાત સાંભળીને હું હસી પડી. મેં કહ્યું,'તારું અવલોકન મોટાભાગે સાચું છે, પણ કાયમ સાચું નથી.'

પોર્શિયા બોલી, 'તમે ભારતીયો કાયમ તમારા જીવનસાથીનો, તમારા ભાઈ બહેન અને માબાપની ઈચ્છાને જે રીતે પ્રાધાન્ય આપો છે એ મને જરાય પસંદ નથી.'

મેં પૂછયું, 'તું તારા વિચારો અને પસંદ, નાપસંદને કેમ આટલું બધું મહત્ત્વ આપે છે?' અમારો તો ઉછેર અમુક શિસ્ત અને કર્તવ્યની ભાવનાથી થયો હોય છે.

પોર્શિયા કહે, 'માત્ર આનંદ ખાતર અમારા ઘરમાં કોઈ પ્રવૃત્તિ નથી થઈ. હું કૉલેજમાં ગઈ પછી જ મારું માનસ બદલાયું.'

મેં એને પૂછયું, પૂછાઈ ગયું, 'તું લગ્ન કરીને તારા વર સાથે રહીશ, ત્યારે તારી ઈચ્છા એની પર ઠોકી બેસાડીશ?'

પોર્શિયા બોલી, 'મેં લગ્ન કર્યાં હતાં, એક બાળક થયું હતું, પણ પછી હું અને મારા વર છૂટા પડી ગયા.'

સાવ સામાન્ય વાત કરતી હોય એમ પોર્શિયાએ વાત કરી- સ્વતંત્રતાની ચાહક. સ્વકેન્દ્રી પોર્શિયા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment