Tuesday, 29 December 2015

[amdavadis4ever] મારી પ્રસન્નતા , મારા જ હાથમાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ જગતમાં... પ્રકૃતિના જેટલાં પણ તત્ત્વો છે, તેઓ પોતપોતાનું કાર્ય કરી રહ્યાં છે અને પોતપોતાની ગતિમાં ઘુમી રહ્યાં છે સિવાય એક મનુષ્ય!!

કુદરતનાં દરેક તત્ત્વો... સૂર્ય, ચંદ્ર, સાગર, સરિતા દરેક પોતાનું જ કાર્ય કરે છે. દરેકને પોતાની સ્વતંત્રતા છે અને દરેકને પોતાનાં કાર્યોે કરવાની પણ સ્વતંત્રતા છે, દરેક તત્ત્વો પોતાના કાર્યમાં મસ્ત હોય છે. 

છતાં દુનિયાના લાખો લોકો કહેતાં હોય છે કે અમને રાહુ નડે છે, અમને હમણાં શનિની પનોતી ચાલે છે. આકાશમાં ઘુમવાવાળા રાહુ, કેતુ કે શનિ ક્યારેય કોઈને નડતાં નથી. 

ભગવાન કહે છે, તને તારાં કર્મોે સિવાય બીજું કોઈ નડે નહીં. માટે ક્યારેય એવી મિથ્યા માન્યતામાં જવું નહીં. આપણને નડે છે આપણું જ વર્તન, આપણો જ વ્યવહાર અને આપણી જ લાગણીઓ... અને આપણા જ કારણે સર્જાયેલાં આપણાં કર્મોે... અને એ જ કર્મોે જ્યારે ઉદયમાં આવે છે, ભોગવવાના આવે છે તેના જ કારણે પ્રોબ્લેમ, તકલીફ, વેદના આદિ મળે છે. 

જેમ ઘડિયાળ ક્યારેય સમયને બનાવે નહીં, પણ સમયનું માપ બતાવે તેમ ગ્રહો અને નક્ષત્રો ઘડિયાળના કાંટા સમાન છે, એના દ્વારા વ્યવસ્થાઓનું સર્જન જાણી શકાય. 

જેમ ઘડિયાળના કાંટા ક્યારેય કોઈને નડે નહીં તેમ ગ્રહો અને નક્ષત્રો પણ ક્યારેય કોઈને નડે નહીં. આ જગતની કોઈ પણ વ્યક્તિ પછી એ રાજા હોય, ચક્રવર્તી હોય કે દેવ હોય ક્યારેય કોઈને કાંઈ જ કરી શકે નહીં. પોતાનાં અશુભ કર્મોે સિવાય કોઈ કોઈનું કાંઈ જ કરી શકે નહીં, બગાડી શકે નહીં. કર્મોેના ઉદય સિવાય કાંઈ જ થાય નહીં. 

પણ માનવ મનની સાયકોલોજી કેવી છે, જરાક તકલીફ થાય, જરાક પ્રોબ્લેમ આવે એટલે તરત જ રાહુ, કેતુ અને શનિ યાદ આવે. 

ભગવાન કહે છે, જો તારાં કર્મોે ખરાબ હોય તો માણસ તો શું, રસ્તે ચાલતું કૂતરું પણ બટકું ભરી જાય અને જો તારાં કર્મોે સારા હોય તો પહાડ પરથી નીચે ફેેંકવામાં આવે તો પણ કાંઈ ન થાય. એટલે ક્યારેય એવું માનવું ન જોઈએ કે શનિ કે મંગળ નડે છે. હા, એ ગ્રહોમાંથી નીકળતાં કિરણોમાં એક શક્તિ હોય છે, કેમિકલનો સ્ત્રાવ હોય છે જેની અસર પૃથ્વીના દરેક તત્ત્વો પર થતી હોય છે, જેમ પૂનમના દિવસે સાગરમાં ભરતી આવે, જેમ અઠવાડિયું સૂર્યનો પ્રકાશ ન મળે તો સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ જાય. તેમ એ કિરણોની અસર માનવીના તન અને મન ઉપર પણ થાય. 

જેમના કંઠમાં સતત પરમાત્માનું સ્મરણ હોય, જેમના ભાવો અને વિચારો શુભ હોય, જે સતત સેવા અને સત્કાર્યોે કરતાં હોય, એમની ઓરા શુભ અને પોઝિટિવ હોય જેના કારણે એમની આસપાસ એક શુભ કવચ સર્જાય જાય. જેના કારણે કોઈ અશુભ તત્ત્વ કે નેગેટિવીટીની અસર ન થાય. 

એક સામાન્ય માનવીને આખા દિવસમાં ૬૪,૦૦૦ થી વધારે વિચારો આવતા હોય છે, એમાં મોટા ભાગના લોકોને ૪૦૦૦ પોઝિટિવ વિચાર આવતા હશે અને ૬૦,૦૦૦ નેગેટિવ વિચાર આવતા હશે. એ જ વિચારોની અસર વ્યક્તિના તન અને મન ઉપર થાય અને શરીરમાં રહેલાં સેલ્સ પર પણ થાય. જ્યારે મગજમાં વિચારો ચાલતા હોય ત્યારે ત્યાંથી કેમિકલનો સ્ત્રાવ થતો હોય અને એ સ્ત્રાવની અસર શરીરના સેલ્સ પર થાય. એટલે જ જ્યારે કોઈ ખરાબ સમાચાર સાંભળવામાં આવે તો મન ઉદાસ થઈ જાય અને સારા સમાચાર સાંભળવામાં આવે તો મન પ્રસન્ન થઈ જાય અને પરમાત્માનું સ્મરણ, સ્તુતિ કે સાધના કરતી વખતે વિચારો શાંત થઈ જાય, મન શાંત થઈ જાય અને એના કારણે તન પણ શાંત થઈ જાય. 

કોઈપણ વ્યક્તિ જ્યારે થાકી જાય ત્યારે સૂઈ જાય. તો સૂવાથી થાક કેવી રીતે ઊતરે? એવું શું થાય રાત અને સવારની વચ્ચે?

વ્યક્તિ જ્યારે સૂઈ જાય છે ત્યારે તેનું વિચારવાનું બંધ થઈ જાય છે. વિચારો શાંત થઈ જાય છે. એટલે એ બધી જ એનર્જી આપણા બોડીના સેલ્સ્ને ચાર્જ કરે છે. જે વ્યક્તિ રાત્રે પ્રોપર ઊંઘ કરે છે તે બીજે દિવસે સવારે ફ્રેશ અને પ્રસન્ન હોય છે. તેના શરીરમાં અલગ પ્રકારની સ્ફુર્તિ હોય છે. જ્યારે જેની ઊંઘ ઓછી હોય અને વિચારો વધારે હોય તે બીજે દિવસે ડલ હોય છે, તેની આંખો પાસે પણ કાળા કૂંડાળાં થઈ જાય છે. 

જે વ્યક્તિ રાત્રે ભગવાનની ભક્તિ કરીને, બધાંની ક્ષમાપના કરીને, બધાંને સોરી કહી, માફી માંગીને સૂવે છે તે શાંતિથી રીલેકસ થઈને ઊંઘી શકે છે. એટલે એનું તન સ્વસ્થ અને મન પ્રસન્ન રહે છે. કેમકે એના સેલ્સ્ પોઝિટિવલી ચાર્જ થાય છે. 

જેટલાં વિચારો ઓછા એટલું મન સ્વસ્થ રહે.

જેટલાં વિચારો વધારે એટલું મન અસ્વસ્થ રહે. 

જેમ ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ ઠંડકના કારણે તાજી રહે છે, તેમ જેનું મન શાંત હોય તેનો ચહેરો સ્વસ્થ રહે છે. જે ખૂબ જ વિચારો કરતાં હોય, તેને અકાળે ઘડપણ આવી જાય છે, જ્યારે જે શાંત હોય છે, જેના વિચારો પોઝિટિવ હોય છે તેનો ચહેરો સદાય ચમકતો હોય છે. 

જેટલાં વિચારો પોઝિટિવ હોય તેટલી સફળતા વધારે હોય. 

જે પોઝિટિવ હોય, એની ઓરા પોઝિટિવ હોય, એની આસપાસનું વાતવરણ પોઝીટીવ હોય, એટલે એ જ્યાં જાય, ત્યાં તેને સફળતા મળે, એ જે કરવા ધારે તે થઈ જાય. જેનું ધાયુર્ર્ં કામ થાય અને જેને બધે સફળતા મળતી હોય તે કાયમ પ્રસન્ન હોય, તે શાંતિથી સૂતા હોય અને એના કારણે એના તન અને મન બંને સ્વસ્થ હોય. 

વિચારો શુભ અને પોઝિટિવ હોય તેનાં કર્મો પણ શુભ હોય, જે એની સફળતાનું કારણ બને. જ્યારે જેના વિચારો નેગેટિવ હોય, તેને અશુભ કર્મોનો ઉદય હોય છે અને અશુભ કર્મોનું બંધન થાય છે.

એટલે સમજવાનું એ છે કે, આપણને નડનાર કોઈ તત્ત્વ હોય તો તે આપણા સ્વયંનાં કર્મો જ છે. હજારો-લાખો માઈલ્સ દૂર ક્ષિતિજમાં રહેતાં રાહુ, કેતુ કે શનિ ક્યારેય આપણને નથી નડતાં કે નથી આપણને કોઈ નુકસાન પહોંચાડતાં... એટલે એમને દોષિત ક્યારેય ન ગણવા જોઈએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment