Friday, 27 November 2015

[amdavadis4ever] માનો આભાર અ ને ઉતારો ભાર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પશ્ર્ચિમી સંસ્કૃતિનો અપનાવવા જેવો તહેવાર છે થેન્ક્સગિવિંગ ડે. દર નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઊજવાય છે થેન્ક્સગિવિંગ ડે. આમ તો થેન્ક્સગિવિંડ ડે કે ધન્યાવાદ દિવસ જે કહો તે એ ઉત્તર અમેરિકામાં ઊજવાતો એક પારંપારિક તહેવાર છે. પહેલાં થેન્ક્સગિવિંગ ડેની તારીખ અને તિથિ એક વિવાદનો વિષય છે, પરંતુ એવું કહેવાય છે કે પહેલો થેન્ક્સગિવિંગ ડેનો સમારંભ ૮મી સપ્ટેમ્બર, ૧૫૬૫ એટલે આજથી લગભગ સાડાચારસો વર્ષ પહેલાં ફ્લોરિડાના સેન્ટ ઑગુસ્તીમાં ઉજવવામાં આવ્યો હતો. 

જોકે બીજું એક તથ્ય એ પણ છે કે પહેલી વખત ૧૬૨૧માં આની ઊજવણી કરવામાં આવી હતી. જોકે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણીની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ એ બાબત ગૌણ છે. 

દુનિયામાં થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી થાય છે અને કેનેડામાં ઑક્ટોબર મહિનાના બીજા સોમવારે અને અમેરિકમાં નવેમ્બરના ચોથા ગુરુવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમેરિકામાં ૧૮૬૩થી આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. 

થેન્ક્સગિવિંગ ડેના દિવસે વિદેશમાં આમ તો પરિવાર અને મિત્રો સાથે સ્પેશિયલ ડિનર-લંચ કરવાનો દિવસ. આ ભોજનમાં સ્ટફિંગ, બટેટા, પમ્પકિન પાય ગ્રેવી, ક્રૅનબેરી સૉસનો સમાવેશ થાય છે અને આ દિવસે લોકો પોતાને જે મળ્યું છે તેના માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. 

આ ઉપરાંત આપણે ત્યાં જેમ ગૂડી પાડવા અને અન્ય તહેવારો દરમિયાન શોભાયાત્રા નીકળે છે એ જ રીતે ત્યાં એ દિવસે ટાઉન અને શહેરના વિવિધ વિસ્તારમાં પરેડ યોજાય છે. થેન્ક્સગિવિંગ ડેના દિવસે તમારા નિયર એન્ડ ડિયર વન્સને તમને ઈમ્પ્રેસ કરવા માગતા હોવ તો આ રહ્યા કેટલાક ગિફ્ટ આઈડિયાઝ.

સ્પા

તમે જેને પણ થેન્ક્સ કહેવા માગો છો એના માટે સ્પેશિયલ સ્પા બૂક કરો. સ્પા બુક કરવાથી તેને સારું લાગશે અને કોઈ પોતાને પેમ્પર કરી રહ્યું છે, એવી ફિલિંગ થશે. અમુક વખત પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ કરતાં કરતાં પોતાને માટે સમય ન ફાળવી શકાયાનો વસવસો દિલના કોઈ ખૂણે ધરબાયેલો હશે એ પણ તમારી આ ગિફ્ટથી દૂર થઈ જશે. ઉપરાંત સ્પાને કારણે નવી તાજગી અને ખુશીનો અહેસાસ પણ થશે. 

ફ્લાવર બુકે વિથ ચોકલેટ્સ

તમને તમારી અને એમની પસંદગી વચ્ચે અંતર છે એવું લાગે કે પછી ગિફ્ટ ખરીદવાનો સમય નથી મળ્યો એવા વખતે એમની પસંદના ફ્લાવર્સના બુકેની સાથેે ચોકલેટ્સનું બૉક્સ તમને ઉગારવા માટે હંમેશા જ તૈયાર છે. 

પુસ્તક અથવા ડીવીડી ભેટમાં આપો

જો તમે તેને થેન્કસ કહેવાની ઈચ્છા રાખો છો, એમને વાંચનનો શોખ હોય તો પુસ્તક એક બેસ્ટ ગિફ્ટ પુરવાર થશે અથવા તો તેમને તમારી આસપાસમાં આવેલી કોઈ લાઈબ્રેરીની લાઈફટાઈમ મેમ્બરશિપ ગિફ્ટ તરીકે આપી શકાય. જો એમને ફિલ્મોનો શોખ હોય તો એમને પસંદ હોય એવી કે પછી ક્લાસિક, આર્ટ ફિલ્મની ડીવીડી ગિફ્ટ કરો. 

ડફલ બૅગ

તમારી પત્ની, માતા, બહેન કે મિત્રને જો ટ્રાવેલિંગનો શોખ હોય તો મલ્ટી પર્પઝ ડફલ બૅગ એક બેસ્ટ ઓપ્શન છે અને ડફલ બૅગની સાથે સાથે એક મેચિંગ કૉસ્મેટિક પાઉચ તમારી ગિફ્ટની વૅલ્યુ વધારી દેશે. 

ફોટોગ્રાફ

ફોટોગ્રાફ એક એવરગ્રીન અને હાર્ટટચિંગ ગિફ્ટ છે. સાથે વિતાવેલી કેટલીક યાદગાર ક્ષણોને કચકડે કેદ કરીને તેને સરસ મજાની ફ્રેમમાં મઢાવીનેેે ભેટમાં આપો. આ ફ્રેમમાં તમે તમારી એમના પ્રત્યેની લાગણી અથવા તો સુંદર ક્વૉટ્સને શબ્દમાં વ્યક્ત કરી શકો. 

નાસ્તો સર્વ કરો

આજના દિવસે તમે એમને જો થોડું વધારે સ્પેશિયલ ફિલ કરાવવા માગતા હો તો સવારે જ એમને સરપ્રાઈઝ કરવા માટે એમની પસંદનો નાસ્તો બનાવીને સર્વ કરો. આમ કરવાથી એક સ્પેશિયલ ડૅટ પણ થઈ જશે અને એમને કિચનમાંથી એક દિવસની છુટ્ટી પણ મળશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment