Friday, 2 October 2015

[amdavadis4ever] કેલિડોસ્કોપ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાદું જીવન એટલે કેવું જીવન?

કેલિડોસ્કોપ: મોહમ્મદ માંકડ

સુખી માણસ વિષે ખલીલ જિબ્રાનની એક બહુ જ પ્રખ્યાત લઘુકથા છે. કોઈ એક રાજાને અસાધ્ય રોગ લાગુ પડયો. કોઈ સંતપુરુષે તેનો ઇલાજ બતાવ્યો કે,સુખી માણસનું પહેરણ લાવીને રાજાને પહેરાવવામાં આવશે તો તરત જ તેનો રોગ દૂર થઈ શકશે. રાજાને અને રાજદરબારના માણસોને એ વાત તો સાવ સામાન્ય લાગી. તરત જ સુખી માણસના પહેરણની શોધ શરૂ થઈ, પણ ત્યારે જ ખબર પડી કે, રાજ્યની દરેક વ્યક્તિને એક યા બીજા પ્રકારનું દુઃખ સતાવતું હતું. આખરે ઘણી શોધખોળ પછી ખબર પડી કે દરિયાકિનારે પડી રહેતો એક મસ્ત માછીમાર પોતાની જાતને બહુ જ સુખી માનતો હતો. રાજાના સેવકો તડામાર કરતા એની પાસે પહોંચ્યા અને તેના પહેરણની માગણી કરી. માછીમારે આશ્ચર્યથી કહ્યું, હું સુખી છું, પણ મારી પાસે પહેરણ નથી. પહેરણની ઝંઝટ હું રાખું શા માટે? મારે તેની જરૂર જ નથી.
રહેણીકરણી, વર્તણૂક, વ્યવહાર શક્ય એટલાં સરળ બનાવો. આધુનિક માનવી માટે રોટી કમાવાની વાત જ એટલી અટપટી બની ગઈ છે કે, જીવનના બીજા મહત્ત્વના પ્રશ્નો વિષે તે ભાગ્યે જ વિચારી શકે છે. તેની મોટા ભાગની શક્તિ પૈસા કમાવવામાં વેડફાઈ જાય છે. પરિણામે આપણા યુગમાં સેંકડો અને હજારો લખપતિઓ હોવા છતાં સોક્રેટિસ કે એરિસ્ટોટલ ભાગ્યે જ એકાદ પેદા થાય છે. આઇન્સ્ટાઇન જેવી કોઈ વિભૂતિ જન્મે છે, પણ એ લખપતિઓમાંથી જન્મતી નથી. સોક્રેટિસ અને પ્લેટોની પરંપરામાં તેનું નામ આવે છે. પોતાને જેની જરૂર ન હોય એવી વસ્તુ સ્વીકારવાનો તેઓ ઇનકાર કરતા હોય છે. બિનજરૂરી ચીજો પાછળ કે પ્રશ્નો પાછળ પોતાની જિંદગી તેઓ બરબાદ કરતા નથી.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (6)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment