Sunday, 27 September 2015

[amdavadis4ever] દાંતની પ્રત્યેક સમસ્યામા ંથી બચવા, ઘરે જ બનાવો આ પ્ રાકૃતિક ટૂથ પાઉડર

 


દાંતની પ્રત્યેક સમસ્યામાંથી બચવા, ઘરે જ બનાવો આ પ્રાકૃતિક ટૂથ પાઉડર


આપણને દરરોજના ઉત્પાદનોમાં મળી આવતા રસાયણો તથા શરીર પર થતાં તેના અનેક પ્રભાવો વિશે જાગરૂતતા આવવાને કારણે આપણે બધા જ એવા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માંગીએ છીએ જે પ્રાકૃતિક હોય તથા રસાયણોને આપણાં ઘરેથી જેટલું બની શકે તેટલું દૂર રાખે. પછી ભલે તે ઘરમાં જ બનાવેલ લોશન, શેમ્પૂ અથવા ટૂથપેસ્ટ જ કેમ ના હોય. આજે અમે આ લેખમાં તમારી માટે ઘરે જ ટૂથપેસ્ટ બનાવવાની રીત લઇને આવ્યા છીએ. ટૂથપેસ્ટને બનાવવી ખૂબ જ સરળ છે, વધારે સમય સુધી તે સારી પણ રહે છે તથા આ પાઉડર ટૂથપેસ્ટની જેમ કામ પણ કરે છે. આ પેસ્ટના ઉપયોગથી દાંતની દરેક સમસ્યા તમે થોડા જ દિવસોમાં દૂર કરી શકો છો.
 
બેન્ટોનાઇટ માટી(ખાવાની માટી)- આ એક ચમત્કારી પદાર્થ છે જે પાણીના સંપર્કમાં આવવાથી કોઇપણ પ્રકારના વિષાક્ત પદાર્થ, ભારે ધાતુઓ, અશુદ્ધિઓ અથવા દૂષિત પદાર્થોને અવશોષિચ કરી લે છે.
 

બેકિંગ સોડાઃ- બેકિંગ સોડા દાંત પર જામેલાં કોઇપણ પદાર્થને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. દાંત પર સોડા ઘસવાથી દાંત પર જામેલ પ્લાક અને દાગ ધબ્બા દૂર થઇ જાય છે.
 
તજઃ- તજ મુખમાં તાજી સુગંધ ભરી દે છે. તે એન્ટબેક્ટેરિયલ પણ છે એટલે કે, તે મુખમાં બેક્ટેરિયા બનવા દેતી નથી અને મુખમાં પેદા થતી દુગંધને પણ રોકે છે.
 
લવિંગઃ- ઘણા સમય પહેલાંથી લવિંગનો ઉપયોગ દાંત અને પેઢાની સમસ્યામાં કરવામાં આવે છે. આ દાંત પડે ત્યારે થતા દુખાવામાં આરામ અપવાનું કામ કરે છે.

ફુદીનોઃ- શું આ બાબતે અમારે તમને આ વિશે જણાવવાની જરૂર છે? નિઃસંદેહ તાજા શ્વાસ માટે, ફુદીનો એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે જે તમારા દાંત અને મુખને સ્વસ્થ રાખે છે.
 
ઘરે  ટૂથપાઉડર બનાવવાની વિધિઃ-
 
3 ટેબલસ્પૂન બેન્ટોનાઇટ માટી
2 ટેબલસ્પૂન બેકિંગ સોડા
1 ટેબલસ્પૂન ફુદીનાના સૂકાયેલાં પાનનું ચૂર્ણ
1/2 ટેબલસ્પૂન તજ પાઉડર
½ ટેબલસ્પૂન લવિંગ પાઉડર

તમે ફૂદીના, તજ અને લવિંગના સ્થાને તેના તલનો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ તેનાથી તમારા ટૂથપાઉડરને કોઇ પ્રવાહી પદાર્થ મળશે નહીં. આ સિવાય લવિંગ અને તજના પાઉડરને મિક્સ કરીને તમે તેને કરકરો બનાવી શકો છો. એટલે કે, સારું રહેશે કે તમે તેનો ઉપયોગ પાઉડર સ્વરૂપે જ કરો.
 
આ બધા જ ઘટકોને એક વાટકીમાં મિક્સ કરી લેવા તથા કાંચના એક વાસણમાં ભરી લેવાં. ધાતુના વાસણનો ઉપયોગ ન કરવો.
 
ઘર પર બનાવેલ ટૂથપાઉડરનો ઉપયોગ કેવી રીતે કરવોઃ-
 

આ પાઉડરનો ઉપયોગ બે રીતે કરી શકાય છે. અથવા તો પરિવારના પ્રત્યેક સભ્યો માટે અલગ વાસણ રાખવા જેના કારણે તમે તમારું ટૂથબ્રશ તેમાં સરળતાથી ડુબાડી શકો. અથવા વાસણમાં એક પ્લાસ્ટિકની ચમચી રાખવી તથા લગભગ 1/4 ટેબલસ્પૂન પાઉટર લઇને ભીના બ્રશ પર તેનો છંટકાવ કરી બ્રશ કરવું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment