Sunday, 27 September 2015

[amdavadis4ever] દરેક માતા પિતાએ સંતા નોને સાચી સંપત્તિની સમજ આપવી જરૂરી છે Dr. Prashant Bhimani

 


દરેક માતાપિતાએ સંતાનોને સાચી સંપત્તિની સમજ આપવી જરૂરી છે
રીટાબહેન અને શેખરભાઇ બંનેએ ગંભીર વાત શરૂ કરી, 'અમે અમારી બાર વર્ષની દીકરી માટે આવ્યા છીએ. એક એવો પ્રોબ્લેમ થયો છે કે અમારું મોઢું શરમથી ઝૂકી જાય છે. તમને થોડું બેગ્રાઉન્ડ કહું તો અમે મૂળ ગાંધીવિચારવાળા પરિવારના છીએ. અમારા ઘરમાં કોઇ વાતની કમી નથી પણ સાદગીનું મહત્ત્વ ઘણું જ છે. જોકે, અમારી જનરેશન જરા મોડર્ન પણ છે.' 'બન્યું એવું કે ગયા અઠવાડિયે સળંગ રજાઓમાં અમારા બધા રિલેટિવ્સ એક જગ્યાએ રહેવા ભેગા થયા હતાં. બધાએ ખૂબ મજા કરી પણ બે દિવસ પહેલા શાઇનાની કાકીનો ફોન આવ્યો કે 'ભાભી, તમે ખરાબ ન લગાડતા પણ બધાને પૂછું છું એટલે તમને ય પૂછું છું કે મારા પર્સમાંથી બે હજાર રૂપિયા આપણે મળ્યા ત્યારથી ગુમ થાય છે. એક્ચ્યુઅલી, મેં આ બધા છોકરાઓના રૂમમાં જ પર્સ મૂકી રાખ્યું હતું. શાઇના એકલી જ રૂમમાં હતી. પછી બીજા દિવસે મેં જોયું તો પર્સમાંથી બે હજાર રૂપિયા ગાયબ હતા. આમ તો કોઇ જૂઠું ન જ બોલે છતાં ય તમે પ્લીઝ એક વાર શાઇનાને પૂછી શકો?'

એ વખતે તો મને ખૂબ ગુસ્સો આવ્યો પણ પછી જ્યારે શાઇનાને મેં બે-ત્રણ વાર પૂછ્યું તો એણે કહ્યું, 'હા, પૈસા મેં જ લીધા હતા.' કારણ પૂછ્યું તો અમે દંગ રહી ગયા. 'મારા ફ્રેન્ડઝને પિત્ઝા પાર્ટી આપવી હતી એટલે બધા એવી પાર્ટી આપે છે મારે પણ આપવી જ પડે ને?' આ વાત પરથી અમને એવું લાગ્યું કે 'સમથિંગ ઇઝ નોટ રાઇટ વિથ ધ બિહેવિયર' મિત્રોમાં દેખાદેખી અને લઘુતાગ્રંથિની ભાવના ખૂબ મોટો પ્રશ્ન છે પરંતુ સાથે સંતાનને મની મેનેજમેન્ટની ટ્રેનિંગ પણ મહત્ત્વનો મુદ્દો છે. જો પોતાના પરિવારનું ફાઇનાન્શિયલ સ્ટેટસ અને વિચારધારા સંતાન સમજે તો આવી સમસ્યાઓ ન થાય. પૈસાનો વ્યવહાર એ સંતાન માટે રોજની શૈક્ષણિક પ્રેક્ટિસ હોવી જોઇએ.
માતા-પિતા જ્યારે બેન્કમાં કે ATM જાય ત્યારે બને તો સંતાનને સાથે રાખવું. ખરીદી કરતી વખતે બાળકોને સૌ પ્રથમ પ્રોડક્ટની કિંમત, અંદર રહેલી વસ્તુઓ કે કન્ટેન્ટ અને એક્સપાયરી ડેટ ચકાસવાની અને પૈસાની ચૂકવણી કરવાની જવાબદારી એમને સોંપવી. છૂટા પૈસા પાછા આવે તે પણ ચકાસીને જ્યારે બાળક લેતા શીખે છે ત્યારે એનો કોન્ફિડન્સ અને સમજ બંને વધે છે. જે માગે તે વસ્તુ હાજર કરનારાં પેરન્ટ્સનાં સંતાનોને ભવિષ્યમાં વર્તનમાં ક્યાંક અવશ્ય ખામી તો આવે જ છે. અહીં પેરેન્ટ્સ ભલે ગમે તેટલા પૈસે-ટકે સંપન્ન હોય પણ થિન્કિંગ-પેટર્ન ડેવલપ કરવાની વાત છે. જરૂર વગર નાની ઉંમરે સરળતાથી વસ્તુઓ મેળવી લેતું બાળક મોટી ઉંમરે જિદ્દી અને 'પર્સનાલિટી ડિસઓર્ડર'નો ભોગ બની શકે છે.

સંતાનને પોકેટમની આપવાનો વિચાર પણ જરૂરી છે. પોકેટમનીમાંથી ખર્ચ બાદ બચતનો ખ્યાલ પણ તેને સમજાવી શકાય છે. ઘરમાં આર્થિક બાબતોની ચર્ચા થાય ત્યારે સંતાનને હાજર રાખો. શક્ય હોય તો એના પ્રશ્નોના જવાબ આપો. પોતાના પરિવારની ફાઇનાન્સિયલ કંડિશનથી પરિચિત એવું બાળક સ્વાભિમાન સાથે જીવે તે માટે તેને પૈસા ઉપરાંત પણ બીજી બાબતો જીવનમાં જરૂરી છે તે અવશ્ય સમજાવો. માત્ર પૈસો કે સંપત્તિને સફળતાનો માપદંડ માનતાં માતા-પિતા વાસ્તવમાં સંતાનને એવું જ 'કુશિક્ષણ' આપે છે. સંતાનોને સાચી સંપત્તિનું મૂલ્ય તેમજ જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત સમજાવવો જરૂરી છે. કઇ બાબતો અથવા વસ્તુઓની માલિકીથી એક માણસ 'સારો અને સફળ' કહેવાય તે મૂલ્યનિષ્ઠ સમજ અનિવાર્ય છે. પેરન્ટ્સના કાઉન્સેલિંગ અને શાઇના સાથેની વર્તન સુધારણા થયા પછી એણે ફરી ક્યારેય આવું ગેરવર્તન ન કરવાની પ્રોમિસ કર્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment